તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • IND VS ENG | 4TH TEST | After Seeing Moin Ali In The Oval Test, The Fans Chanted CSK CSK Slogans; English Cricketer Hints At Thumbs Up, VIDEO VIRAL

લંડનમાં પણ ધોનીની IPL ટીમની બોલબાલા:ઓવલમાં મોઇન અલીને જોઇને ફેન્સે CSK-CSKના નારા લગાવ્યા; ઇંગ્લિશ ક્રિકેટરે થમ્બ્સ અપનો ઈશારો કર્યો, VIDEO વાઇરલ

14 દિવસ પહેલા
ફેન્સની ફાઇલ તસવીર
  • ઇંગ્લિશ ટીમના વાઇસ કેપ્ટન મોઇન અલીએ પહેલી ઈનિંગમાં 71 બોલમાં 35 રન કર્યા હતા

IPL 2021નો બીજો ફેઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. એની પહેલા ઈન્ડિયન ટીમ અત્યારે ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે. તેવામાં IPLની લોકપ્રિયતા એટલી છે કે લંડનમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન દર્શકોએ મોઇન અલીને જોઇને તેની IPL ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)ના નારા લગાવ્યા હતા. રસપ્રદ વાત એ રહી કે મોઇન અલીએ પણ વળતો જવાબ આપીને ફેન્સનો ઉત્સાહ વધાર્યો હતો. અત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

મોઇનને બાઉન્ડરી પર ફિલ્ડિંગ કરતા જોઇને ફેન્સે CSKના નારા લગાવ્યા
સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે મોઇન અલી બાઉન્ડરી લાઇન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે ફેન્સે CSK-CSKના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. તેવામાં મોઇન અલીએ પણ IPL ફેન્સ સામે થમ્બ્સ અપનો ઈશારો કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા હોય કે લંડન IPLના ફેન્સ ઠેર-ઠેર જોવા મળે જ છે, આનાથી ઈન્ડિય પ્રીમિયર લીગની લોકપ્રિયતાનો પણ આપણે અંદાજો લગાવી શકીએ છીએ.

મોઇન અલી છે CSKનો મહત્ત્વપૂર્ણ ખેલાડી
તમને જણાવી દઇએ કે મોઇન અલીને ચેન્નઈ સુપર કિંગ્સે 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અલીની બેઝ પ્રાઇઝ રૂ. 2 કરોડની હતી.

ચોથી ટેસ્ટની પહેલી ઈનિંગમાં મોઇન અલીનું બેટિંગ પ્રદર્શન
ઇંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગમાં 290 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં ઓલી પોપની 81 રનની ઈનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી હતી. આ દરમિયાન ઇંગ્લિશ ટીમના વાઇસ કેપ્ટન મોઇન અલીએ પણ પહેલી ઈનિંગમાં 71 બોલમાં 35 રન કરીને ટીમના સ્કોરમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જેમાં તેણે કુલ 7 ચોગ્ગા પણ માર્યા હતા.

IPL ફેઝ-1 પોઝિટિવ કેસ આવતાં સ્થગિત, ફેઝ-2 19 સપ્ટેમ્બરથી શરૂ થશે
તમને જણાવી દઇએ કે IPLનો પહેલો ફેઝ 9 એપ્રિલ 2021થી શરૂ થયો હતો, જેની ઓપનિંગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી, જેમાં RCBની જીત થઈ હતી. જોકે IPLની 14મી સીઝનમાં 29 મેચ રમાયા પછી અલગ-અલગ ટીમના ખેલાડી કોરોના સંક્રમિત આવતાં લીગને સ્થગિત કરવાની ફરજ પડી હતી. હવે લીગનો સેકન્ડ ફેઝ 19 સપ્ટેમ્બરે UAEમાં રમાશે.

મોઇન અલી અને મહેન્દ્ર સિંહ ધોનીની ફાઇલ તસવીર
મોઇન અલી અને મહેન્દ્ર સિંહ ધોનીની ફાઇલ તસવીર

IPL 2022માં BCCI બે નવી ટીમને સામેલ કરશે
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 2022 સીઝનથી 2 નવી ટીમોનો સમાવેશ કરાશે. આ ટીમ માટે લીગની ગવર્નિંગ કાઉન્સિલે મંગળવારે ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં ટીમની બેઝ પ્રાઈસ 2 હજાર કરોડ રૂપિયા રાખવમાં આવી છે. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે બિડ બેઝ પ્રાઇસથી અનેક ગણી ઉપર જવાની ધારણા છે.

ઓછામાં ઓછું 2188 કરોડનું બજેટ જરૂરી IPL ટેન્ડર અનુસાર નવી ટીમની હરાજીમાં તે જ પાર્ટી ભાગ લઈ શકે છે જે ઓછામાં ઓછા 30 કરોડ ડોલર (2188 કરોડ રૂપિયા)નું બેજટ નક્કી કરે. જેમાં બેઝ પ્રાઇસની સાથે સ્ટાર્ટિંગ ફી પણ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...