• Gujarati News
  • Sports
  • Cricket
  • IND Vs AUS Women Pink Ball Test | Lightning Strikes Stadium Near Pink Ball Test, Rainstorm Hits Australia After A Century Of Mandhana

IND-W v/s AUS-W ટેસ્ટ તસવીરોમાં:પિંક બોલ ટેસ્ટમાં સ્ટેડિયમ પાસે વીજળી ત્રાટકી, સ્મૃતિની સદી બાદ મહિલા ક્રિકેટર હરલીને તેની સાથે ફ્લર્ટિંગ કર્યું; ટ્વીટ વાઇરલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિંક બોલ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ભારતીય મહિલા ટીમનો સ્કોર 276/5

ભારતીય અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર પિંક બોલ ટેસ્ટના બીજા દિવસે ઈન્ડિયન બેટર પૂનમ રાઉતે ખેલદિલીની ભાવનાનો પરિચય આપ્યો હતો. આની સાથે સ્મૃતિ મંધાના પિંક બોલ ટેસ્ટમાં સદી નોંધવનારી પહેલી ભારતીય મહિલા બેટર પણ બની ગઈ છે. તેવામાં સતત બીજા દિવસે વરસાદે મેચના રોમાંચમાં બાધા પહોંચાડી હતી. ઉલ્લેખનીય છે કે આવા વાતાવરણ દરમિયાન સ્ટેડિયમ પાસે જ વીજળી ત્રાટકી હતી. 100થી વધુ ઓવર વરસાદમાં ધોવાયા પછી આ ટેસ્ટ મેચનું પરિણામ આવશે કે નહીં એ અંગે શંકા છે. અત્યારે પિંક બોલ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ભારતીય મહિલા ટીમે 101.5 ઓવરમાં 5 વિકેટના નુકસાને 276 રન કર્યા છે.

ઓ હસીના ઝુલ્ફો વાલી...- હરલીને ટ્વિટ કરી મંધાનાની પ્રશંસા કરી
સ્મૃતિ મંધાના પિન્ક બોલ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેની સદી બાદ ભારતીય મહિલા ક્રિકેટર હરલીન દેઓલે તેનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમા તેણે કેપ્શનમાં ઓ હસીના ઝુલ્ફો વાલી.... બોલિવૂડ સોન્ગનો ઉલ્લેખ કરી તેની પ્રશંસા કરી હતી. જોકે તેના જવાબમાં મંધાનાને એલેક્સા નામની આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ પ્રોડક્ટ યાદ આવી હતી. તેણે લખ્યું હતું કે એલેક્સા મહેરબાની કરીને હરલીનને મ્યૂટ કરી દે. આ પ્રમાણે બંને મહિલા ક્રિકેટર એકબીજા સાથે મસ્તી કરતા નજરે પડી હતી.

સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયાની સામે એકમાત્ર પિન્ક બોલ ટેસ્ટ મેચના બીજા દિવસે રમત શરૂ થયા બાદ મંધાનાએ પોતાના સ્કોરમાં 20 રનનો ઉમેરો કરીને પિન્ક બોલ ટેસ્ટની પ્રથમ સદી નોંધાવી હતી. તે પિન્ક બોલ ટેસ્ટમાં સદી ફટકારનારી બીજી ભારતીય ક્રિકેટર છે. તેની પહેલા કોહલીએ 2019માં બાંગ્લાદેશ સામે રમાયેલી પિન્ક બોલ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેણે 136 રનની ઇનિંગ રમી હતી.

તો ચલો આપણે પિંક બોલ ટેસ્ટના બીજા દિવસની રમતને તસવીરોમાં જોઇએ....

પિંક બોલ ટેસ્ટના બીજા દિવસે એલિસ પેરી અને ટીમના પ્લેયર્સ મેદાનમાં ઉતર્યા હતા
પિંક બોલ ટેસ્ટના બીજા દિવસે એલિસ પેરી અને ટીમના પ્લેયર્સ મેદાનમાં ઉતર્યા હતા
મંધાનાની પિંક બોલ ટેસ્ટમાં ઐતિહાસિક સદી, 216 બોલમાં 127 રનની ઇનિંગ રમી
મંધાનાની પિંક બોલ ટેસ્ટમાં ઐતિહાસિક સદી, 216 બોલમાં 127 રનની ઇનિંગ રમી
તાહિલા મેકગ્રાથે સ્મૃતિ મંધાનાનો કેચ પકડ્યો હતો
તાહિલા મેકગ્રાથે સ્મૃતિ મંધાનાનો કેચ પકડ્યો હતો
સ્મૃતિ મંધાનાને આઉટ કરીને ઓસ્ટ્રેલિયન ટીમે સેલિબ્રેશન કર્યું હતું.
સ્મૃતિ મંધાનાને આઉટ કરીને ઓસ્ટ્રેલિયન ટીમે સેલિબ્રેશન કર્યું હતું.
અમ્પાયરે પૂનમ રાઉતને નોટઆઉટ જાહેર કરી, તેમ છતા તે ખેલદિલીની ભાવના દર્શાવી પેવેલિયન ભેગી થઈ ગઈ હતી
અમ્પાયરે પૂનમ રાઉતને નોટઆઉટ જાહેર કરી, તેમ છતા તે ખેલદિલીની ભાવના દર્શાવી પેવેલિયન ભેગી થઈ ગઈ હતી
એલિસ પેરીએ પોતાની પહેલી વિકેટની ઉજવણી કરી, તેણે યાસ્તિકા ભાટિયાને પેવેલિયન ભેગી કરી હતી
એલિસ પેરીએ પોતાની પહેલી વિકેટની ઉજવણી કરી, તેણે યાસ્તિકા ભાટિયાને પેવેલિયન ભેગી કરી હતી
પિંક બોલ ટેસ્ટ મેચમાં સ્ટેડિયમ પાસે વીજળી ત્રાટકી
પિંક બોલ ટેસ્ટ મેચમાં સ્ટેડિયમ પાસે વીજળી ત્રાટકી
અન્ય સમાચારો પણ છે...