પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ 255 રન બનાવ્યા:ઉસ્માન ખ્વાજાએ 14મી સદી ફટકારી, કેમરૂન ગ્રીન 49 રને નોટઆઉટ; મોહમ્મદ શમીએ 2 વિકેટ ઝડપી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી છે. ત્યારે પિચે પણ અગાઉ ત્રણ ટેસ્ટ મેચની બદલે પોતાનો અલગ મિજાજ દેખાડ્યો છે. બેટિંગ માટે આ શાનદાર પિચ છે, જ્યારે બોલર્સ માટે અત્યારસુધી દિવસ ફીકો રહ્યો છે.

પહેલા દિવસે સ્ટમ્પ્સ સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 90 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા છે. ઓપનર ખ્વાજાએ 251 બોલમાં 104* રન ફટકાર્યા છે. તેની ટેસ્ટ કરિયરની આ 14મી સદી છે. જ્યારે કેમરૂન ગ્રીન પણ 49* રને છે. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિન અને જાડેજાને 1-1 વિકેટ મળી હતી.

બન્ને દેશના PMએ અંદાજે અડધી કલાક સુધી મેચ જોઈ હતી.
બન્ને દેશના PMએ અંદાજે અડધી કલાક સુધી મેચ જોઈ હતી.
ઉમેશ યાદવની બોલિંગમાં કે.એસ.ભરતે ટ્રેવિસ હેડનો કેચ છોડ્યો હતો.
ઉમેશ યાદવની બોલિંગમાં કે.એસ.ભરતે ટ્રેવિસ હેડનો કેચ છોડ્યો હતો.

હવે સેશન પ્રમાણેની રમત જુઓ...

પહેલો સેશન: ઓસ્ટ્રેલિયાની શાનદાર શરૂઆત, ભારતને બે વિકેટ મળી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ગ્રીન પિચ પર ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીએ સારી સ્વિંગ મળી રહી હતી, પણ લાઇન અને લેન્થમાં સારી બોલિંગ પડતી ના હોવાના કારણે શરૂઆતમાં વિકેટ નહોતી મળી. ઓપનર્સ ઉસ્માન ખ્વાજા અને ટ્રેવિસ હેડે 61 રનની પાર્ટનરશિપ કરી હતી. લંચ પહેલાની શરૂઆતની 14 ઓરમાં ઓસ્ટ્રેલિયાએ વિના વિકેટે 56 રન બનાવ્યા હતા. આ પછીની 14 ઓવર્સમાં ભારતીય બોલર્સે દબાણ બનાવ્યું હતું અને ઓસ્ટ્રેલિયાની 2 વિકેટ પાડી દીધી હતી. અને માત્ર 19 રન જ આપ્યા હતા.

બીજો સેશન: ખ્વાજા-સ્મિથે ટીમની ઇનિંગને સંભાળી
બીજો સેશન ઉસ્માન ખ્વાજા અને સ્ટીવ સ્મિથના નામે રહ્યો હતો. જેમાં ખ્વાજાએ 22મી અર્ધસદી ફટકારી હતી. તેણે સ્મિથ સાથે 50+ રનની પાર્ટનરશિપ કરી હતી. ટી બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે 149 રન બનાવ્યા હતા. આ સિરીઝમાં પહેલીવાર એવું બન્યું હતું કે કોઈ સેશન વિકેટલેસ રહ્યો હતો.

ત્રીજો સેશન: ખ્વાજાએ સદી ફટકારી, ટીમ ઈન્ડિયાને 2 વિકેટ મળી
ત્રીજો સેશન આમ જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો છે, પણ ટીમ ઈન્ડિયાને પણ 2 વિકેટ મળી છે. આ સેશનમાં ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ઉસ્માન ખ્વાજાએ ટેસ્ટ કરિયરની 14મી સદી ફટકારી છે. તો કેમરૂન ગ્રીને પણ 49* રન બનાવ્યા છે. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 116 બોલમાં 85* રનની પાર્ટનરશિપ થઈ હતી. આ સેશનના શરૂઆતમાં રવીન્દ્ર જાડેજાએ સ્ટીવ સ્મિથને બોલ્ડ કર્યો હતો. તો શમીએ બીજી સફળતા મેળવતા પીટર હેન્ડ્સકોમ્બને બોલ્ડ કર્યો હતો.

બન્ને દેશના PMએ સેલ્ફી લીધી હતી.
બન્ને દેશના PMએ સેલ્ફી લીધી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ.

ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેન

ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે.

દર્શકોની સંખ્યાનો સૌથી મોટો રેકોર્ડ બની શકે છે
અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વમાં સૌથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ છે. તેમાં 1.32 લાખ દર્શકો બેસી શકે છે. ત્યારે આ મેચ દરમિયાન એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકોનો વર્લ્ડ રેકોર્ડ પણ બની શકે છે.

અત્યારે આ વર્લ્ડ રેકોર્ડ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (ઓસ્ટ્રેલિયા)ના નામે છે. 2014માં એશિઝ સિરીઝની મેચ દરમિયાન એક જ દિવસમાં 91,112 દર્શકો હતા.

રાષ્ટ્રગાન વખતે વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા અને PM નરેન્દ્ર મોદી.
રાષ્ટ્રગાન વખતે વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા અને PM નરેન્દ્ર મોદી.
PM મોદી વિરાટ કોહલી સાથે.
PM મોદી વિરાટ કોહલી સાથે.
બન્ને દેશના PM સાથે બન્ને દેશના કેપ્ટન.
બન્ને દેશના PM સાથે બન્ને દેશના કેપ્ટન.
PM મોદીના હાથે કેપ્ટન રોહિત શર્માને ખાસ કેપ મળી હતી.
PM મોદીના હાથે કેપ્ટન રોહિત શર્માને ખાસ કેપ મળી હતી.
BCCIના સેક્રેટરી જય શાહે PM મોદીને ભેટ આપી હતી.
BCCIના સેક્રેટરી જય શાહે PM મોદીને ભેટ આપી હતી.
ઓસ્ટ્રેલિયાના PM આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના PM આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ્યા હતા.

તસવીરોમાં જુઓ ભારત-ઓસ્ટ્રેલિયા મેચનો રોમાંચ

WTC ફાઈનલમાં પહોંચવાની આ છેલ્લી તક છે
ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ બંને ટીમ માટે ઘણી મહત્વની છે. ભારત હાલમાં સિરીઝમાં 2-1થી આગળ છે. ચોથી ટેસ્ટ જીતવા પર ટીમ સિરીઝ જીતશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પ્રવેશ કરશે.

જો ઓસ્ટ્રેલિયા છેલ્લી ટેસ્ટ જીતે છે તો સિરીઝ 2-2 થી બરાબર થઈ જશે. આવી સ્થિતિમાં, ટ્રોફી ભારત પાસે રહેશે, કારણ કે ભારતે 2020-21માં છેલ્લી ટેસ્ટ સિરીઝ જીતી હતી. પરંતુ, ઓસ્ટ્રેલિયા 20 વર્ષમાં પ્રથમ વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ડ્રો કરી શકશે. છેલ્લી વખત 2003માં ઓસ્ટ્રેલિયામાં બંને વચ્ચે સિરીઝ 1-1થી ડ્રો થઈ હતી.

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં 6 મેચ જીતી
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 2021માં ખુલ્લું મુકાયું હતું. અહીં ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી માત્ર 2 ટેસ્ટ રમી છે. ભારત જૂના સ્ટેડિયમમાં 12 ટેસ્ટ મેચ રમ્યું હતું. ભારતે તેની પ્રથમ મેચ 1983માં વેસ્ટ ઈન્ડિઝ સામે અહીં રમી હતી.

ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં 14 મેચ રમી હતી. 6માં જીત મેળવી અને 2માં ટીમનો પરાજય થયો. ભારતે પણ આ ગ્રાઉન્ડમાં 6 ડ્રો કર્યા હતા.

રોહિત સિરીઝના ટોપ રન સ્કોરર છે
રોહિત શર્મા સિરીઝન ટોપ સ્કોરર છે, તેમણે 3 મેચમાં સૌથી વધુ 207 રન બનાવ્યા છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત પ્રથમ વખત બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમી રહ્યું છે. ભારતે 3માંથી 2 મેચ જીતી છે જ્યારે એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.

જાડેજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર
3 મેચની બંને ટીમના સ્પિનરોની છે. જ્યારે ભારત તરફથી રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને તરખાટ મચાવ્યો છે., જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેન અસરકારક રહ્યા હતા. 3 મેચમાં 21 વિકેટ સાથે જાડેજા સિરીઝના ટોપ વિકેટ લેનાર બોલર પણ છે.

ગિલ ફરી ઓપનિંગ કરી શકે છે
ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે ટેસ્ટમાં ઓપનિંગ પોઝીશન પર કેએલ રાહુલ અને રોહિત શર્મા હતા. પરંતુ ઈન્દોર ટેસ્ટમાં રાહુલની જગ્યાએ શુભમન ગિલને તક મળી હતી. રાહુલ સિરીઝમાં કંઈ ખાસ કરી શક્યા નથી. એવું માનવામાં આવે છે કે અમદાવાદ ટેસ્ટમાં પણ માત્ર ગિલ જ ઓપનિંગ કરી શકે છે.

ઈશાનને પણ તક મળી શકે છે
ચોથી ટેસ્ટમાં વિકેટકીપર કેએસ ભરતની જગ્યાએ ઈશાન કિશનને તક મળી શકે છે. ટીમ ઈન્ડિયાના નિયમિત ટેસ્ટ વિકેટકીપર રિષભ પંત અકસ્માતને કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. તેની ગેરહાજરી ટીમ ઈન્ડિયાને છેલ્લી ટેસ્ટમાં ઘણી મોંઘી પડી છે.

પંતના સ્થાને ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને પ્રથમ 3 ટેસ્ટમાં તક મળી નથી, પરંતુ ભરતના બેટિંગમાં ખરાબ પ્રદર્શન બાદ તેને અમદાવાદ ટેસ્ટમાં રમાડી શકે છે.

ઓસ્ટ્રેલિયા પાસે સિરીઝ બરોબરી કરવાની તક છે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહોતી. નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં ટીમને એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ઈન્દોર ટેસ્ટમાં સ્ટીવ સ્મિથની કેપ્ટનશિપમાં કાંગારૂ ટીમે ભારતને સ્તબ્ધ કરી દીધું હતું.

નિયમિત ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ પણ પારિવારિક કારણોસર ચોથી ટેસ્ટનો ભાગ નથી. આવી સ્થિતિમાં સ્મિથ ફરી એકવાર ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળશે. ભારતમાં કોઈપણ રીતે તેના નામે 2 ટેસ્ટ જીતવાનો અને એક ડ્રો કરવાનો રેકોર્ડ છે. અહીં તેની કેપ્ટનશિપમાં ટીમે માત્ર 2 ટેસ્ટ ગુમાવી છે. આવી સ્થિતિમાં તેની કેપ્ટનશિપ ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે પડકારરૂપ બની શકે છે.

ભારત WTC ફાઈનલમાં કેવી રીતે પહોંચશે?
જો ભારત ટેસ્ટ મેચ જીતશે તો ભારત WTC ફાઈનલમાં પહોંચી જશે, પરંતુ હાર કે ડ્રોની સ્થિતિમાં ભારતે ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા ટેસ્ટ સિરીઝના રિઝલ્ટની રાહ જોવી પડશે. જો શ્રીલંકા ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવશે તો WTCની ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે થશે. છેલ્લી ટેસ્ટ ડ્રો થવાની સ્થિતિમાં ભારત સિરીઝ જીતી જશે પરંતુ WTC ફાઈનલ માટે ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા ટેસ્ટ સિરીઝના રિઝલ્ટની રાહ જોવી પડશે.

પિચ રિપોર્ટ
શરૂઆતમાં પીચ પર ઘાસ દેખાઈ રહ્યું હતું અને બે દિવસ પહેલા તેના પર સતત પાણી રેડવામાં આવી રહ્યું છે. તસવીરો જોઈને લાગે છે કે અમદાવાદની પીચ છેલ્લી 3 ટેસ્ટમાં જોવા મળેલી પિચ કરતાં અલગ હશે. છેલ્લી 3 ટેસ્ટમાં પિચ સ્પિનરોને વધુ મદદ મળી શકે તેવી હતી અને તમામ મેચ 3 દિવસમાં પૂરી થઈ ગઈ હતી. એટલે જો આ ઘાસ આજે પણ રહેશે, તો ફાસ્ટ બોલર્સને મદદ મળશે. અને જો અગાઉ ટેસ્ટ મેચની જેમ પિચ સ્પિનર્સને મદદ મળી શકે તેવી હશે, તો ટીમ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરીને મોટો સ્કોર બનાવવાની ઇચ્છા રાખશે.

વેધર કંડિશન
અમદાવાદનું હવામાન આજે એકદમ સ્વચ્છ રહેશે. વરસાદની સંભાવના નહિવત છે . 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પાંચેય દિવસે મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. આવી સ્થિતિમાં, પિચ ઝડપથી સૂકાઈ જવાની શક્યતાઓ હશે, જેના પર સ્પિનર્સને મદદ મળશે.

અન્ય સમાચારો પણ છે...