• Gujarati News
  • Sports
  • Cricket
  • In The Morning He Became The Father Of Baby Boy And In The Afternoon The Chennai Team Bought Him For Crores Of Rupees

શિવમ દૂબેના ઘરે બમણી ખુશીઓ:સવારે બેબી બોયનો પિતા બન્યો અને બપોરે ચેન્નઈની ટીમે કરોડો રુપિયામાં ખરીદ્યો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન ઓલરાઉંડર શિવમ દુબે માટે રવિવારનો દિવસ ડબલ ખુશીના સમાચાર લઈને આવ્યો છે. સવારે તે બેબી બોયનો પિતા બન્યો અને બપોરે ચેન્નઈ સુપર કિંગ્સે કરોડો રુપિયા ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો. શિવમને CSKને 4 કરોડ રુપિયામાં ખરીદ્યો છે.

ફોટો-શિવમ દુબે સોશિયલ મીડિયા એકાઉન્ટ
ફોટો-શિવમ દુબે સોશિયલ મીડિયા એકાઉન્ટ

શિવમ દુબેએ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન જોડે 16 જુલાઈ 2021એ લગ્ન કર્યા હતા. અંજુમે રવિવારે એક પુત્રને જન્મ આપ્યો. IPLની હરાજીમાં શિવમ માટે સૌથી પહેલી બોલી લખનઉ સુપર જાયન્ટ્સે લગાવી હતી. ત્યાર બાદ રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ પણ શિવમ માટે બોલી લગાવી રહ્યા હતા.

અંતિમ સમયે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે શિવમને ખરીદવાની હરિફાઈ લાગી પરંતુ છેલ્લે 4 કરોડની બોલી લગાવી ચેન્નઈએ શિવમને પોતાની ટીમમાં સામેલ કર્યો.

ફોટો-શિવમ દુબે સોશિયલ મીડિયા એકાઉન્ટ
ફોટો-શિવમ દુબે સોશિયલ મીડિયા એકાઉન્ટ

શિવમની કિંમતમાં સતત ઘટાડો
શિવમ દૂબેની કિંમતમાં દર વર્ષે ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેને 2019માં RCBએ પાંચ કરોડમાં ખરીદ્યો હતો. ત્યાર બાદ રાજસ્થાન રોયલ્સે 4.40 કરોડમાં અને હવે ચેન્નઈએ 4 કરોડમાં શિવમને ખરીદ્યો છે.

અન્ય સમાચારો પણ છે...