તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોની બન્યો ખેડૂત:ધોનીના ખેતરોની શાકભાજી હવે દુબઈમાં વેચાશે, દુબઈની એજન્સી સાથેની ડીલ અંતિમ તબક્કામાં; ઝારખંડ સરકાર મદદ કરશે

રાંચી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધોની પોતાના ફાર્મ હાઉસના 10 એકર વિસ્તારમાં શાકભાજીની ખેતી કરી રહ્યો છે (ફાઈલ ફોટો) - Divya Bhaskar
ધોની પોતાના ફાર્મ હાઉસના 10 એકર વિસ્તારમાં શાકભાજીની ખેતી કરી રહ્યો છે (ફાઈલ ફોટો)

ઈન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ખેતરોની શાકભાજી હવે દુબઈમાં વેચાશે. ટૂંક સમયમાં તેના ફાર્મ હાઉસમાં ઉત્પાદન થતી શાકભાજીને વિદેશમાં મોકલવાની પ્રક્રિયા શરૂ થશે. આ માટે ઝારખંડ સરકારનું માર્કેટીંગ બોર્ડ ધોનીની મદદ કરી રહ્યું છે.

બજાર સમિતિ રાંચીના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ઓલ સિઝન ફાર્મ ફ્રેશ એજન્સી તથા ધોની વચ્ચેની આ ડીલ લગભગ અંતિમ તબક્કામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધોની સહ પરીવાર અત્યારે દુબઈમાં રજા માણી રહ્યો છે. આ સમય ગાળામાં તેમની વચ્ચે આ વાતચીત થઈ છે. ઓલ સિઝન ફાર્મ ફ્રેશ મારફતે કૃષિ વિભાગ ખાડી દેશોમાં ઝારખંડમાં શાકભાજી મોકલે છે.

ધોનીના નામથી ઝારખંડના ખેડૂતોને મળશે લાભ
બજાર સમિતિ રાંચીના અધિકારીએ કહ્યું કે સરકાર હવે નવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ધોની એક બ્રાંડ છે અને જ્યારે તેમના શાકભાજી સાથે ઝારખંડનું નામ જોડાશે તો અહીના ખેડૂતોને ભરપુર લાભ મળશે. તેમણે એમ પણ કહ્યું કે કેટલીક એજન્સી અહીં આવવા ઈચ્છતી ન હતી તે પણ અહીં આવશે અને અહીના શાકભાજીને અન્ય દેશોમાં મોકલવાનું કામ કરશે.

ધોનીના ફાર્મ હાઉસમાં અનેક પ્રકારના શાકભાજીનું ઉત્પાદન
રિંગ રોડના સેબોં ગામના 43 એકરના ધોનીનું ફાર્મ હાઉસ આશરે 10 એકરમાં સ્ટ્રોબેરી, કોબી, ટામેટા, કાંકડી, વટાણા, પપૈયા સહિત અનેક કૃષિ પેદાશોનું ઉત્પાદન થઈ રહ્યું છે. ધોનીના ફાર્મ હાઉસમાં ઉત્પાદીત કોબી, ટામેટા, વટાણાની રાંચીના બજારોમાં ભારે માંગ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો