• Gujarati News
  • Sports
  • Cricket
  • In The Dressing Room, Babar Said 'Don't Get Discouraged, There Are Still Many Matches Ahead'; Know What Mohammad Nawaz Said

ભારત સામે હાર પછી પણ પાકિસ્તાન ના હાર્યું:બાબર આઝમે ડ્રેસિંગ રૂમમાં આપી ઈમોશનલ સ્પીચ, મોહમ્મદ નવાઝને કહી ખાસ વાત

એક મહિનો પહેલા

ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયા સામે હાર્યા પછી પાકિસ્તાનની ટીમ હતાશ થઈ ગઈ છે. પરંતુ પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે ટીમના ખેલાડીઓને મોટિવેશન સ્પીચ આપી.

સ્પીચમાં બાબર આઝમે ખાસ કરીને સ્પીનર મોહમ્મદ નવાઝ સાથે વાત કરી અને તેને સાંત્વના આપી કે માથું નમાવવાની જરૂર નથી. મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે આગળની મેચમાં ધ્યાન આપવાનું છે. બાબરે ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધાર્યો અને આગળની મેચમાં ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું. બાબરે કહ્યું- આપણી યાત્રા અહિંયા પૂરી નથી થતીય ટાઈટલ જીતવા આપણે તાકાત લગાવવી પડશે.

આપણે બધા હાર્યા છે, કોઈ કોઈની સામે આંગળી ચીંધશો નહીં
બાબરે કહ્યું, 'મેચ સારી રહી હતી. આપણે પ્રયાસ કર્યો. કેટલીક ભૂલો થઈ છે...જેનાથી કંઈક શીખવાનું છે. ભાંગી પડવાનું નથી. ટૂર્નામેન્ટ હજુ શરૂ થઈ છે. ઘણી મેચ બાકી છે. હું ફરી બોલુ છું કે, કોઈ એકના લીધે મેચ હાર્યા નથી. કોઈની સામે આંગળી ચીંધવાની નથી. ટીમ તરીકે આપણે હાર્યા છે અને ટીમ તરીકે જીતીશું પણ. બધાની પર્ફોર્મન્સ સારી હતી. હા..થોડી ભૂલો થઈ છે, તેમાં એક ટીમ તરીકે સુધારા કરવાના છે.'

મેચને છેલ્લે સુધી લઈ ગયા..તે શાનદાર હતું
પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે મોહમ્મદ નવાઝને કહ્યું, 'ખાસ કરીને નવાઝ...કોઈ સમસ્યા નથી. તું મારો મેચ વિનર છે. મને હંમેશા તારી પર વિશ્વાસ રહેશે. માથું ઝુકાવવાનું નથી. તું મેચ જિતાડીશ મને. સારો પ્રયત્ન કર્યો...પ્રેશર વાળી મેચ હતી....પરંતુ તું મેચને અંત સુધી લઈ ગયો. તે શાનદાર હતું. આગળ જઈ નવેસરથી શરૂઆત કરવાની છે. ટીમ તરીકે આપણું પ્રદર્શન સારું રહ્યું. તે ચાલું જ રાખવાનું છે. ઓલ ધ બેસ્ટ'

ભારતની ટીમને અંતિમ ઓવરમાં જીતવા 16 રનની જરૂર હતી. ત્યારે બાબરને નવાઝને ઓવર આપી. તેમાં નવાઝે એક હાઈટનો નો બોલ પણ ફેંક્યો. નવાઝે અંતિમ ઓવરમાં બે વિકેટ પણ લીધી. વિરાટે મેચ વિનિંગ ઈનિંગ રમી.

મેચ માટેના વિસ્તૃત અહેવાલ માટે આગળ વાંચો...

દિવાળીના આગલા દિવસે ભારતે વિરાટ કોહલીની 'વિરાટ' ઇનિંગના કારણે પાકિસ્તાનને રસાકસીભરી મેચમાં 4 વિકેટે હરાવ્યું હતું. વિરાટે 53 બોલમાં 82 રનની 'ગ્રેટેસ્ટ ઇનિંગ' રમી છે. તેની આ ક્લાસિક ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 154.72ની રહી હતી. તેણે એકલા હાથે ટીમને જિતાડીને ગત વર્લ્ડ કપની હારનો બદલો લીધો હતો. આ સાથે જ ભારતે આ વર્લ્ડ કપનો પણ કટ્ટર હરિફ એવા પાકિસ્તાનને હરાવીને જીતથી સંગીન પ્રારંભ કર્યો છે.

અગાઉ ભારતે શરૂઆતમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે આવી પ્રેશર પરિસ્થિતિમાં હાર્દિક અને કોહલીએ ભારતની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે શતકીય પાર્ટનરશિપ બની હતી. હાર્દિકે 37 બોલમાં 40 રન કર્યા હતા. પરંતુ મેચનો હીરો તો ટીમ ઈન્ડિયાના કિંગ વિરાટ કોહલી જ રહ્યો હતો.

અગાઉ ભારત તરફથી હાર્દિક અને અર્શદીપ સિંહે 3-3 વિકેટ લીધી હતી. તો મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને 1-1 વિકેટ મળી હતી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ ઇફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. તો શાન મસૂદે 5 ચોગ્ગાની મદદથી 42 બોલમાં 52 રન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...