તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • In The Diet Plan, Kohli Said He Eats Eggs; People Erupted On Social Media, Saying Virat Is An Egg eating Vegetarian

ઇંડાં શાકાહાર કે માંસાહાર?:ડાયટ પ્લાનમાં કોહલીએ કહ્યું- તે ઇંડાં ખાય છે; સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા, કહ્યું- વિરાટ ઇંડાં ખાનારો શાકાહારી છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2018થી કોહલી શાકાહારી બની ગયો છે, આ વાત વિરાટે પોતે જણાવી હતી

તાજેતરમાં જ વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર AMA (આસ્ક મી એનિથિંગ) સેશન રાખ્યું હતું, જેમાં તેણે પોતાના ડાયટ પ્લાન સહિત ઘણા મુદ્દા પર વાત કરી હતી. ફેન સાથેની વાતચીત દરમિયાન તેણે પોતાનો ડાયટ પ્લાન પણ શેર કર્યો હતો, જેમાં પોતે ઇંડાં પણ ખાઈ રહ્યો હોવાની વાત કહી હતી. બસ પછી શું આ વાતને લઈને સોશિયલ મીડિયા પર ભારે બબાલ થઈ ગઈ હતી. લોકો તૂટી પડ્યા કે ઇંડાં ખાઈને વિરાટ કોહલી પોતાને શાકાહારી કઈ રીતે ગણાવે છે.

વિરાટ કોહલીએ શનિવારના રોજ સોશિયલ મીડિયા પર સવાલ-જવાબનું સેશન રાખ્યું હતું, જેમાં એક ચાહકે તેના ડાયટ પ્લાન વિશે પૂછ્યું હતું. આના જવાબમાં કોહલીએ જણાવ્યું હતું કે હું વિવિધ પ્રકારની શાકભાજી મોટી માત્રામાં ખાઉં છું, સાથે દરરોજ હું ઇંડાં, કોફી, દાળ, કિનુ (હાઇબ્રિડ ફળ) અને પાલક પણ લઉં છું. બદામ અને પ્રોટીનબારનું સેવન પણ હું કરતો રહું છું. વિરાટ કોહલીએ પોતાના ચીટ ફૂડ અંગે જણાવતાં કહ્યું હતું કે તે ક્યારેક ક્યારેક ઢોંસા અને ચાઇનીઝ ફૂડ પણ ખાય છે.

કોહલીએ ચાહકો સાથે કરેલી સંપૂર્ણ વાતચીત વાંચવા માટે અહીં ક્લિક કરો

નોંધનીય છે કે એ વાત વિરાટ કોહલીએ ખુદ જણાવી હતી કે તે 2018માં શુદ્ધ શાકાહારી બની ગયો હતો. મીટ ખાધા બાદ તેને ઘણી મુશ્કેલી સર્જાઈ હતી, જે એક ટેબ્લેટથી સારી થઈ શકે તેમ ન હતી, આથી તેણે નક્કી કર્યું હતું કે હવે તે ક્યારેય મીટ નહીં ખાય અને શાકાહાર આહાર જ લેશે.

સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા બાદ વિરાટે ખુલાસો કર્યો

અન્ય સમાચારો પણ છે...