તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • In The CPL, Chris Gayle's Bat Broke As He Tried To Hit Oden Smith's Ball, Even The Veteran Cricketer Was Stunned; The Video Went Viral

'યુનિવર્સલ બોસ'નો આક્રમક અંદાજ!:CPLમાં પાવરફુલ શોટ મારવા જતાં ક્રિસ ગેલનું બેટ તૂટ્યું; બોલરે કોઈ પ્રતિક્રિયા ન આપી, VIDEO વાઇરલ

10 દિવસ પહેલા
  • બીજી સેમી-ફાઇનલમાં ક્રિસ ગેલે 5 ચોગ્ગા અને 3 છગ્ગાની સહાયથી 42 રન કર્યા હતા

CPLની સેમીફાઇનલ મેચ દરમિયાન ઓડેન સ્મિથની ઓવરમાં પાવરફુલ શોટ મારવા જતા દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલનું બેટ તૂટી ગયું હતું. ઉલ્લેખનીય છે કે જે ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય સ્તરે ભલભલા ફાસ્ટ બોલર્સને હંફાવી નાંખ્યા છે, તે પણ આ ઘટનાથી અચંબિત થઈ ગયો હતો. તેવામાં સેમીફાઇનલ મેચ સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પૈટ્રિયોટ્સે ગુયાના અમેઝોન વોરિયરને 7 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં ગુયાના વોરિયર્સના બોલર ઓડેન સ્મિથની ઓવરમાં ક્રિસ ગેલનું બેટ તૂટી ગયું હતું, જેનો વીડિયો CPLના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટે શેર કર્યો હતો.

ક્રિસ ગેલનો પાવરફુલ શોટ, બેટ સહી શક્યું નહીં
સેમીફાઇનલ મેચમાં સેન્ટ કિટ્સની ઈનિંગની ચોથી ઓવરમાં ગેલ સ્ટ્રાઇક પર હતો અને તેની સામે ગુયાના વોરિયર્સનો ફાસ્ટ બોલર ઓડેન સ્મિથ બોલિંગ કરી રહ્યો હતો. સ્મિથે ગેલને ઓફ સ્ટમ્પની બહાર બોલ નાખ્યો હતો જેને પાવરફુલ શોટ મારવાના જતા 'યુનિવર્સલ બોસ'નું બેટ તૂટી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે ક્રિસ ગેલને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 'યુનિવર્સ બોસ'ના નામથી ઓળખવામાં આવે છે. તેવામાં સ્મિથના બોલ પર શોટ મારવા જતા ગેલનું બેટ હેન્ડલથી અલગ થઈ ગયું હતું. થોડા સમય માટે તો ગેલને પણ વિશ્વાસ ન થયો કે આવી રીતે કેમ બેટ તૂટી ગયું! આ ઘટનાથી તે પણ અચંબિત થઈ ગયો હતો.

પાવર ફુલ શોટ મારવા જતા ગેલના બેટના 2 કટકા
પાવર ફુલ શોટ મારવા જતા ગેલના બેટના 2 કટકા

બોલરને ફરક જ ન પડ્યો
બીજી બાજુ ફાસ્ટ બોલર કોઇ પ્રતિક્રીયા આપી શક્યો નહતો અને તાત્કાલિક પોતાની બોલિંગના રનઅપ પર જતો રહ્યો હતો. જોકે ક્રિસ ગેલનું ભલે બેટ તૂટી ગયું હોય પરંતુ તેણે સેમીફાઇનલમાં 42 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

એવિન લુઈસની પ્રશંસનીય બેટિંગ
આ મેચમાં સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના એવિન લુઈસે 39 બોલ પર 77* રનની આક્રમક ઈનિંગ રમી હતી. જેમાં તેણે 8 છગ્ગા અને 3 ચોગ્ગા સામેલ છે. તેના સિવાય ક્રિસ ગેલે પણ 27 બોલમાં 42 રન કર્યા હતા. જેમાં તેણે 3 છગ્ગા અને 5 ચોગ્ગા માર્યા હતા.

સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના એવિન લુઈસે 39 બોલ પર 77* રનની આક્રમક ઈનિંગ રમી હતી
સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના એવિન લુઈસે 39 બોલ પર 77* રનની આક્રમક ઈનિંગ રમી હતી

ઉલ્લેખનીય છે કે આ મેચમાં ટોસ હાર્યા પછી ગુયાના વોરિયર્સે પહેલા બેટિંગ કરતા 9 વિકેટે 178 રન કર્યા હતા. જેના જવાબમાં સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સે 3 વિકેટના નુકસાને 181 રન કરી CPL-2021ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

CPL ફાઇનલ મેચ અપડેટ
કેરેબિયન પ્રીમિયર લીગ 2021ની ફાઇનલ મેચ સેન્ટ લૂસિયા અને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સ વચ્ચે રમાશે. પહેલી સેમીફાઇનલમાં સેન્ટ લૂસિયાએ ટ્રિનબૈગો નાઇટ રાઇડર્સને હરાવી ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું હતું, ત્યારે બીજી બાજુ સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સે ગુયાના વોરિયર્સને 7 વિકેટથી હરાવી ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...