તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ICC ટેસ્ટ રેન્કિંગ:બેટ્સમેન રેન્કિંગમાં વિલિયમ્સન અને કોહલી સંયુક્તપણે બીજા સ્થાને, પ્રથમ સ્થાને વિરાજમાન સ્મિથ કરતા 25 પોઈન્ટ્સ પાછળ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ICCએ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ટેસ્ટ સમાપ્ત થયા બાદ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યા છે. વિન્ડીઝ સામે 251 રનની શાનદાર ઇનિંગ્સ રમનાર કિવિઝ કેપ્ટન કેન વિલિયમ્સન બીજા સ્થાને આવી ગયો છે. તેના અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના 886 પોઈન્ટ્સ છે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથ 911 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે.

કોહલી અને વિલિયમ્સન બંને પેટરનિટી લિવ પર જવાના છે
કાંગારું બેટ્સમેન સ્ટીવ સ્મિથ પોતાની 25 પોઈન્ટ્સની લીડને વધારી શકે છે. કોહલી ઓસ્ટ્રેલિયા સામેની ચારમાંથી માત્ર 1 ટેસ્ટ રમશે. ત્યારબાદ તે પેટરનિટી લિવ પર જશે અને ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરશે.

જ્યારે વિલિયમ્સન પણ પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે. તે પણ પેટરનીટી લિવ પર જવાનો છે. તેવામાં સ્મિથ વધુ મેચ રમવાનો હોવાથી તેની પાસે લીડને વધારવાનો ચાન્સ છે. જોકે, તે સતત ખરાબ રમે તો પોઈન્ટ્સના નુકસાન સાથે પ્રથમ સ્થાન ગુમાવી પણ શકે છે.

આ પણ વાંચો: ઇન્જરી અપડેટ:કન્કશન અને હેમસ્ટ્રિંગ ઇજાને લીધે જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે

ટોપ 5 ટેસ્ટ બેટ્સમેન:

રેન્કખેલાડીદેશપોઈન્ટ્સ
1સ્ટીવ સ્મિથઓસ્ટ્રેલિયા911
2વિરાટ કોહલીભારત886
2કેન વિલિયમ્સનન્યૂઝીલેન્ડ886
4માર્નસ લબુશેનઓસ્ટ્રેલિયા827
5બાબર આઝમપાકિસ્તાન797

ટોપ 5 ટેસ્ટ બોલર્સ:

રેન્કખેલાડીદેશપોઈન્ટ્સ
1પેટ કમિન્સઓસ્ટ્રેલિયા904
2નીલ વેગનરન્યૂઝીલેન્ડ849
3સ્ટુઅર્ટ બ્રોડઇંગ્લેન્ડ845
4ટિમ સાઉથીન્યૂઝીલેન્ડ817
5કગીસો રબાડાસાઉથ આફ્રિકા802

ટોપ 5 ટેસ્ટ ઓલરાઉન્ડર્સ:

રેન્કખેલાડીદેશપોઈન્ટ્સ
1બેન સ્ટોક્સઇંગ્લેન્ડ446
2જેસન હોલ્ડરવેસ્ટ ઇન્ડિઝ434
3રવિન્દ્ર જાડેજાભારત397
4શાકિબ અલ હસનબાંગ્લાદેશ366
5મિચેલ સ્ટાર્કઓસ્ટ્રેલિયા298

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો