તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • In Team India's 9 Cricketer Isolation, It's Hard To Make A Playing 11 Without Them; A Decision Can Be Made Until 4 P.m.

કૃણાલ પંડ્યા બીજી હોટલમાં આઇસોલેટ:કૃણાલનાં સંપર્કમાં આવેલા 8 ખેલાડી મેચ નહીં રમે; જરૂર જણાશે તો નેટ બોલર્સ સાથે ટીમ મેદાનમાં ઊતરશે

2 મહિનો પહેલા
  • કુલદીપ, વરુણ સહિત અન્ય યુવા ખેલાડીને તક મળી શકે છે

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બીજી T-20 મેચ આજે જ રમાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કૃણાલ પંડ્યા અને તેના સંપર્કમાં આવેલા અન્ય 8 ખેલાડી આ મેચમાં નહીં રમે. જોકે આ તમામ ખેલાડીઓનો RT-PCR ટેસ્ટ તો નેગેટિવ આવી ગયો છે, પરંતુ કોવિડ પ્રોટોકોલને કારણે તેઓ 72 કલાક સુધી ગ્રાઉન્ડ પર અન્ય ખેલાડીના સંપર્કમાં આવી શકશે નહીં. વળી, કૃણાલ પંડ્યાને બીજી હોટલમાં આઇસોલેટ કરાયો છે.

અત્યારે ઈન્ડિયન ટીમના ખેલાડીઓ પૈકી પૃથ્વી શૉ, દેવદત્ત પડ્ડિકલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ આઇસોલેશનમાં છે, જ્યારે શ્રીલંકન ખેલાડીઓનો કોવિડ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી.

કુલદીપ, વરુણ સહિત અન્ય યુવા ખેલાડીને મળશે તક
અનુમાન લગાવાઈ રહ્યું છે કે શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, રાહુલ ચહર, ચેતન સાકરિયા, નવદીપ સૈની, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી પ્લેઇંગ-11 માટે ઉપલબ્ધ રહી શકે છે. આના સિવાય નેટ બોલર્સના રૂપમાં ઈશાન પોરેલ, સંદીપ વોરિયર, અર્શદીપ સિંહ, સાઈ કિશોર અને સિમરનજિત સિંહ પણ ટીમનો ભાગ છે. જો જરૂર જણાશે તો તેમની પસંદગી પણ કરાશે.

શ્રીલંકા વિરુદ્ધ સતત 6ઠ્ઠી સિરીઝ જીતવાની તક
જો મેચ રમાય તો ટીમ ઈન્ડિયા પાસે શ્રીલંકા સામેની સતત છઠ્ઠી દ્વિપક્ષીય ટી-20 શ્રેણી જીતવાની તક છે. ભારતીય ટીમ અત્યારસુધી એકપણ વખત શ્રીલંકા સામે દ્વિપક્ષીય ટી-20 શ્રેણી હારી નથી. આ પહેલાં બંને ટીમ વચ્ચે 7 ટી-20 શ્રેણી રમાઈ ચૂકી છે. ભારતે 6 શ્રેણી જીતી છે. 2009/10માં શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. ત્યાર બાદ ટીમ ઇન્ડિયાએ તમામ શ્રેણી જીતી લીધી છે.

શ્રીલંકાની વાત કરીએ તો ટીમ 24 જુલાઈ, 2019થી અત્યારસુધીમાં 21 ટી-20 રમી છે. આમાંથી તેઓ માત્ર 5 મેચ જીત્યા હતા, જ્યારે શ્રીલંકા 15 મેચ હારી ચૂક્યું છે. 1 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. શ્રીલંકાએ તેની છેલ્લી 5 ટી-20 ગુમાવી છે.

ટીમ ઇન્ડિયા શાનદાર ફૉર્મમાં છે
ભારતીય ટીમ આ સમયે શાનદાર ફોર્મમાં છે. તે 24 જુલાઈ, 2019થી અત્યાર સુધી 28 મેચ રમી છે. એમાંથી 19 મેચ જીતી છે, 6 મેચમાં હાર મળી છે અને 2 મેચ ટાઈ થઇ છે. 1 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. ટીમ ઇન્ડિયાએ તેની છેલ્લી 5 ટી-20માંથી 4 મેચ જીતી છે.

હાર્દિક પંડ્યાનું ફૉર્મ ચિંતાનો વિષય
શ્રેણીની પ્રથમ ટી-20માં શિખર ધવન, સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવ સિવાય કોઈપણ બેટ્સમેને સારો દેખાવ કર્યો નથી. તેથી જ ટીમ બેટિંગ પિચ પર પણ મોટો સ્કોર ન કરી શકી. હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તે ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય પ્લાનિંગનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. જોકે તેમણે પહેલા ફોર્મમાં પાછા ફરવું પડશે.

ભુવનેશ્વર કુમાર 4 વિકેટ સાથે ફૉર્મમાં પરત આવ્યા
પૃથ્વી શો ડેબ્યુ ટી-20ના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. તે વન ડેમાં શાનદાર ફોર્મમાં હતો. ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમમાં તેની પસંદગી થઇ છે. બીસીસીઆઈએ તેને અને સૂર્યકુમારને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી માટે મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સિરીઝ બાદ તેઓ લંડન જવા રવાના થશે. ભારતીય બોલરો શાનદાર ફોર્મમાં છે. ભુવનેશ્વર કુમારે 4 વિકેટ સાથે ફોર્મમાં વાપસીના સંકેત આપ્યા છે.

શ્રીલંકા ટીમ માત્ર 3 બૉલર પર ટકી છે
શ્રીલંકા માટે આ સમયે કંઈપણ સારું થઈ રહ્યું નથી. અવિષ્કા ફર્નાન્ડો, ચરિથ અસલંકા અને ચમિકા કરુણારત્ને સિવાય કોઈ બેટ્સમેન ફોર્મમાં નથી. સુકાની દાસુન શનાકા બોલની સાથે બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યો છે. ટીમના વિસ્ફોટક બેટ્સમેન ભનુકા રાજપક્ષે અગાઉ ઈજાને કારણે પહેલી T-20માં નહોતા રમી શક્યા. તેઓ આ મેચમાં પણ ઉપલબ્ધ રહેશે નહીં.

સ્પિનર અકિલા ધનંજ્યાએ હસરંગાને સાથ આપવો પડશે
પ્રથમ ટી-20માં વિકેટકીપર બેટ્સમેન મિનોદ ભાનુકા, ધનંજ્યા ડી'સિલ્વા અને અશેન બંડારા ખાસ કંઈ કરી શક્યા ન હતા. બોલિંગની વાત કરવામાં આવે તો દુષ્મંથ ચમીરા અને વાનિન્દુ હસારંગા સિવાય કોઈ બોલર ખાસ પ્રભાવ પાડી શક્યો ન હતો. સ્પિનર અકિલા ધનંજ્યાએ પણ હસરંગાને સાથ આપવો પડશે.

અન્ય સમાચારો પણ છે...