કેપ્ટન કૂલનું કમ બેક?:BCCIનો પ્લાન- ધોની ફિયરલેસ સ્કિલ્સ શીખવાડે, T-20ને આક્રમક બનાવે

15 દિવસ પહેલા

BCCI વર્લ્ડ કપ જીત્યા વગર ભારત પરત આવેલી ટીમને બદલવાની યોજના બનાવી રહી છે. બોર્ડની યોજનામાં 2007નો વર્લ્ડ કપ જિતાડનાર મહેન્દ્રસિંહ ધોનીનો પણ રોલ છે. બોર્ડ T20માં ટીમને આક્રામક બનાવવા ધોનીને ફરીથી ટીમ સાથે જોડી શકે છે. બોર્ડ T20 વર્લ્ડ કપ 2022માં ધોનીને મેન્ટર તરીકે ટીમ સાથે મોકલી ચૂક્યા છે.

આ દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, BCCI ઈંગ્લેન્ડની જેમ ફિયરલેસ ક્રિકેટ રમનાર ટીમ બનાવવા માગે છે. આમાં તેઓ ધોનીની એક્સપર્ટ સ્કિલ્સની મદદ લેવા વિચાર કરી રહ્યા છે અને જલદી આના પર નિર્ણય લેવામાં આવશે.

BCCIનો ફ્યુચર પ્લેન જાણો
1.T20 અને વન-ડે જિતાડનાર ધોનીની મહત્ત્વની ભૂમિકા

રિપોર્ટ અનુસાર, ધોનીને BCCI મોટી જવાબદારી સોંપી શકે છે. તેમને લિમિટેડ ઓવર એટલે કે, T20 અને વન-ડે માટે કોચ અથવા ડાયરેક્ટર બનાવી શકે છે.

ટીમ ઈન્ડિયાએ 1983માં કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ પહેલી વખત વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર પછી ધોનીની કેપ્ટનશિપ હેઠળ ટીમે 2011માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો. આ સિવાય પહેલો T20 વર્લ્ડ કપ પણ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતે જીત્યો. MSએ 15 ઓગસ્ટ 2020ના રોજ વન-ડે અને T20માંથી સંન્યાસ લીધો. તેમણે 30 સપ્ટેમ્બર 2014ના રોજ ઓસ્ટ્રેલિયામાં અંતિમ ટેસ્ટ રમી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

2.T20 અને વનડે ટીમ અલગ
BCCI ઈંગ્લેન્ડની તર્જ પર મર્યાદિત ઓવર અને ટેસ્ટ માટે અલગ-અલગ ટીમો બનાવવા પર વિચાર કરી રહી છે. એટલું જ નહીં આ ટીમો માટે અલગ કોચિંગ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી શકે છે. આ મહિને યોજાનારી બેઠકમાં અલગ કોચ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

3.હાર્દિક T20ના કાયમી કેપ્ટન
BCCIના સોર્સ પહેલાં પણ કહી ચૂક્યા છે કે, 2 વર્ષ પછી જૂન 2024માં થનાર વર્લ્ડ કપને લઈને બદલાવ કરવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યા બોર્ડની પસંદ છે. તેમને ટીમ તરફથી લાંબા સમયની કેપ્ટનશિપ સોંપવાનો નિર્ણય કરવામાં આવી શકે છે.

કઠિન નિર્ણયોનો ફાયદો ઈંગ્લેન્ડને મળ્યો, બીસીસીઆઈ પણ એ જ માર્ગે

ટી-20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં ભારતનો ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. ભારત 168ના સ્કોરનો બચાવ કરી શક્યું ન હતું. ઈંગ્લેન્ડના ઓપનર બટલર અને હેલ્સે 10 વિકેટે જીત મેળવી હતી.
ટી-20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં ભારતનો ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. ભારત 168ના સ્કોરનો બચાવ કરી શક્યું ન હતું. ઈંગ્લેન્ડના ઓપનર બટલર અને હેલ્સે 10 વિકેટે જીત મેળવી હતી.

ટી-20 વર્લ્ડ કપ જીતનાર ઈંગ્લેન્ડે પોતાની ક્રિકેટમાં ઘણા ફેરફાર કર્યા છે. ઈંગ્લેન્ડની ટીમ 7 વર્ષ પહેલાં ODI વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે હારી ગઈ હતી. તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શકી નહોતી. આ પછી ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)એ આકરા નિર્ણયો લીધા અને ફેરફારો શરૂ કર્યા. જાણો કેવા ફેરફારો કરવામાં આવ્યા...

  • એન્ડ્રુ સ્ટ્રોસ બોર્ડના બોસ બન્યા. તેમણે ટીમના પુનઃનિર્માણની જવાબદારી ઇઓન મોર્ગન અને કોચ ટ્રેવર બેલિસને સોંપી.
  • ઈંગ્લેન્ડે T20, ODI અને ટેસ્ટ માટે અલગ અલગ કેપ્ટન અને કોચની નિમણૂક કરી છે.
  • જોસ બટલર T20 અને ODI કેપ્ટન છે. મેથ્યુ મોટ કોચ છે. બેન સ્ટોક્સ ટેસ્ટ ટીમના કેપ્ટન છે અને બ્રેન્ડન મેક્કુલમ કોચ છે.
  • મોર્ગનને ટીમનું પુનઃનિર્માણ કરવાનો શ્રેય આપવામાં આવે છે, જ્યારે બટલર-મોટની જોડીને તેઓ આજે જે આક્રમક ટીમ છે તેના નિર્માણનો શ્રેય જાય છે.
આ વર્ષે 13 નવેમ્બરે જોસ બટલરના નેતૃત્વમાં ઈંગ્લેન્ડની ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. બટલરની ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું.
આ વર્ષે 13 નવેમ્બરે જોસ બટલરના નેતૃત્વમાં ઈંગ્લેન્ડની ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. બટલરની ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું.

બોર્ડની નજર હવે 2023 વન-ડે વર્લ્ડ કપ, 2024 T20 વર્લ્ડ કપ પર
2023માં વન-ડે વર્લ્ડ કપ ભારતમાં જ રમાવાનો છે. ત્યાર પછી 2024માં T20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાશે. આવામાં વન-ડે માટે 1 વર્ષ અને T20 વર્લ્ડ કપ માટે 2 વર્ષ બચ્યાં છે. ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે આ બંને વર્લ્ડ કપ માટે નવી ટીમ તૈયાર કરવામાં આવે. આ માટે અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...