• Gujarati News
  • Sports
  • Cricket
  • In Back to back Action, Team India Will Have A Chance To Beat Pakistan 2 To 3 Times; All Eyes On The T20 World Cup

IPL પછી પણ ક્રિકેટ કાર્નિવલ:બેક ટુ બેક એક્શનમાં રહેશે ટીમ ઈન્ડિયા, પાકિસ્તાનને 2થી 3 વાર પછાડવાની તક; T20 વર્લ્ડ કપ સામે બધાની નજર

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

26 માર્ચથી IPLની શરૂઆત થવા જઈ રહી છે. તેવામાં તમામ ભારતીય ખેલાડી 29 મે સુધી આયોજિત આ લીગમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે IPL પછી પણ ભારતનું શિડ્યૂલ ઘણું વ્યસ્ત રહેશે. આ દરમિયાન પાકિસ્તાનને 2 વાર ધૂળ ચટાડવાથી લઈ એશિયા કપ અને વર્લ્ડ કપ જીતવાની રેસમાં પણ ભારત અગ્રેસર રહેશે. તો ચલો આપણે ભારતના આ વ્યસ્ત શિડ્યૂલ પર નજર ફેરવીએ....

એપ્રિલ અને મેમાં ઈન્ડિયન ટીમ IPL રમવામાં વ્યસ્ત રહેશે.

જૂનમાં દ.આફ્રિકન ટીમ ભારત આવશે
IPL પૂરી થયા પછી ઈન્ડિયન પ્લેયર્સ દ.આફ્રિકા વિરૂદ્ધ પાંચ T20 મેચની સિરીઝ રમશે. જેની પહેલી મેચ 9 જૂન, બીજી મેચ 12, ત્રીજી મેચ 14 જૂન, ચોથી મેચ 17 જૂન અને પાંચમી મેચ 19 જૂન સાથે રમાશે. આફ્રિકી ટીમ વિરૂદ્ધ સિરીઝ પૂરી થયા પછી ઈન્ડિયન પ્લેયર ઇંગ્લેન્ડ જવા રવાના થશે.

જુલાઈમાં ઇંગ્લેન્ડ ટૂર કરશે ટીમ ઈન્ડિયા
ઈન્ડિયન ટીમ ઇંગ્લેન્ડ જઈને ત્યાં 3 T20 મેચ અને 3 વનડે મેચની સિરીઝ રમશે. આના સિવાય ત્યાં WTC-2ની ટેસ્ટ મેચ ત્યાં વિરાટ સેનાએ રમવાની છે, જેનું આયોજન થશે. ટીમ અત્યારે આ સિરીઝમાં 2-1થી આગળ છે. પાંચમી ટેસ્ટ મેચ 1થી 5 જુલાઈ સુધી રમાઈ શકે છે. આના સિવાય 7, 9 અને 10 જુલાઈના દિવસે 3 T20 મેચ રમાશે જ્યારે 12, 14 અને 17 જુલાઈએ રમાશે.

ઈન્ડિયા ટૂર ઓફ ઝિમ્બાબ્વે
ઇંગ્લેન્ડ પછી ઈન્ડિયન ટીમ ઝિમ્બાબ્વે ટૂર પર જઈ શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. વળી ઓગસ્ટમાં ભારતે વેસ્ટઈન્ડિઝ ટૂરમાં પણ જવાનું છે. આ દરમિયાન રોહિત એન્ડ ટીમ ત્યાં 3 વનડે અને 3 T20 મેચ રમશે. જોકે આ સિરીઝની તારીખો અને સ્થળ સામે આવ્યા નથી.

એશિયા કપ
4 વર્ષ પછી આ વર્ષે શ્રીલંકામાં એશિયા કપનું આયોજન કરાયું છે. આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે, જેની તારીખો હજુ સુધી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 મેચ પણ રમાઈ શકે છે. આમાં ભારત કુલ 5 મેચ રમશે.

T20 વર્લ્ડ કપમાં 23 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ મેચ
ભારતને સુપર 12માં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને 2 ક્વોલિફાયર સાથે ગ્રુપ-2માં રખાયું છે. ભારત આ ટૂર્નામેન્ટમાં કુલ 5 મેચ રમશે.

ઓસ્ટ્રેલિયા ટૂર ઓફ ઈન્ડિયા
કાંગારૂ ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારત ટૂર પર આવશે. આમાં તે 4 ટેસ્ટ અને 3 T20 મેચની સિરીઝનું આયોજન થશે. 2017 પછી પહેલીવાર ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ રમશે. જેના માટે હજુ સુધી તારીખ નક્કી કરાઈ નથી.

નવેમ્બર-ડિસેમ્બરમાં બાંગ્લાદેશ-શ્રીલંકા સામે સિરીઝ
નવેમ્બર-ડિસેમ્બરમાં ઈન્ડિયન ટીમ બાંગ્લાદેશ ટૂર પર જશે. આ સિરીઝમાં 2 ટેસ્ટ અને 3 વનડે મેચનું આયોજન કરાયું છે. વળી ડિસેમ્બરમાં શ્રીલંકન ટીમ ભારત પ્રવાસમાં 5 વનડે મેચ રમવા આવશે. જોકે આ બંને સિરીઝ માટે હજુ સુધી તારીખો બહાર આવી નથી.

અન્ય સમાચારો પણ છે...