તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • In An Exclusive Interview, The Director Of SG Said That Team India Asked Him To Change The Ball Before The Motera Test; Learn The A To Z Details Of The Pink Ball

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર સ્પેશિયલ:SG કંપનીના ડાયરેક્ટરે એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં ટીમ ઇન્ડિયાએ મોટેરા ટેસ્ટ પહેલાં બોલમાં જે ફેરફાર કરવા કહ્યું તે અંગે જણાવ્યું; જાણો પિન્ક બોલની A to Z ડિટેલ

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: મનન વાયા
  • કૉપી લિંક

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીથી વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે રમાશે. અમદાવાદના નવનિર્મિત સ્ટેડિયમની બેઠક-ક્ષમતા 1 લાખ 10 હજાર છે. આ ડે-નાઈટ ટેસ્ટ નવા ગ્રાઉન્ડ ખાતેની પહેલી ઇન્ટરનેશનલ મેચ હશે, જે પિન્ક બોલથી રમવામાં આવશે. ભારતની આ દેશમાં બીજી અને ઓવરઓલ ત્રીજી જ ડે-નાઈટ હશે. એવામાં દિવ્ય ભાસ્કરે SG (Sanspareils Greenlands) કંપનીના ડાયરેક્ટર પારસ આનંદ સાથે વાત કરી. તેમણે ભારતમાં રમાયેલી પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ પછી ટીમ ઇન્ડિયાએ બોલમાં કઈ પ્રકારના ફેરફાર કરવા કહ્યું એ સહિત અનેક વિષય પર ચર્ચા કરી.

સિમમાં બદલાવ કરવાનું જણાવ્યું
પારસ આનંદે કહ્યું હતું કે "ટીમ ઇન્ડિયા તરફથી સૂચના મળી હતી કે પિન્ક બોલની સિમ બહુ ગ્લોસી (લપસણી) હતી. એટલી ગ્લોસી ન હોવી જોઈએ, કારણકે એનાથી બોલને ગ્રિપ કરવામાં તકલીફ પડે છે." તેઓ વાતને વિસ્તારથી સમજાવતાં કહે છે, પિન્ક બોલ પર પિગ્મેન્ટેશન વધુ હોય છે, એટલે કે બોલ શાઇન થાય એ માટે લેકરનું એક્સ્ટ્રા લેયર લગાવવામાં આવે છે. અમે સિમ પર પણ બોલ જેટલા જ લેકરનો ઉપયોગ કર્યો હતો, જોકે આ વખતે અમદાવાદની ડે-નાઈટ ટેસ્ટ માટે બનાવવામાં આવેલા બોલમાં અમે આ વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે સિમ બહુ લપસણી નહીં થાય.

ભારતમાં રમાયેલી ગઈ પિન્ક ટેસ્ટમાં 350 રન ક્રોસ નહોતા થયા
કોલકાતા ખાતે બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટ ભારત સરળતાથી એક ઇનિંગ્સે જીતી ગયું હતું, જોકે મેચમાં 350 રનનું ઇનિંગ્સ ટોટલ પણ ક્રોસ નહોતો થયું. એનું કારણ શું? આ અંગે પારસ આનંદે કહ્યું, પિન્ક બોલ માટેની મેચ માટે પિચ પર સામાન્ય મેચ કરતાં વધુ ઘાસ હોય છે. ઘાસ ફાસ્ટ બોલિંગને મદદ કરે છે. બોલ પિચ થઈને સ્કિડ થાય છે, એટલે કે ટપ્પો પડ્યા પછી ઝડપથી જાય છે. 350 રન ક્રોસ ન થયા એનાથી ટીમ ઇન્ડિયાને કોઈ નારાજગી નહોતી. ત્રણ દિવસમાં મેચ જીતી ગયા. બીજું શું જોઈએ?

36માં ઓલઆઉટ થઈ ગયા પછી શું રિએક્શન?
ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે પિન્ક બોલ ટેસ્ટમાં ભારતીય ટીમ 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તો શું એ મેચ પછી ટીમ ઇન્ડિયા તરફથી કોઈ સૂચન મળ્યું છે? પારસ આનંદે જવાબ આપ્યો કે એ મેચ તો કુકાબૂરા બોલથી રમાઈ હતી. તેમ છતાં અમને કોઈ કવેરી કરવામાં આવી નહોતી. તમે મેચ જોઈ હોય તો ખબર જ હશે કે ફર્સ્ટ ઇનિંગ્સમાં ભારતે સારો દેખાવ કર્યો હતો. બીજી ઇનિંગ્સમાં એવું કહી શકાય કે ઓફિસમાં બધાનો દિવસ ખરાબ હતો. એજ-એજ પર લાગતી ગઈ અને કેચ થતા ગયા. કોહલી પેટરનિટી લીવ માટે ભારત પરત ફર્યો, ત્યારે સ્ટેન્ડ-ઈન કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ એવું જ કહ્યું હતું કે અમે આ વિશે વિચારીશું નહીં કે વાત નહીં કરીએ. ફ્રેશ રીતે શરૂઆત કરીશું અને તેમણે એવું કરી પણ બતાવ્યું.

ઝાકળનો પ્રભાવ
પારસ આનંદે કહ્યું હતું કે ઝાકળનો પ્રભાવ તો કાયમ પડવાનો જ છે. બધા પ્લેયર્સ ડે-નાઈટ વનડે રમે છે, ત્યારે પણ ઝાકળ આવે છે. IPLમાં પણ ઝાકળનો સામનો કરવો પડે છે. એની લેધર બોલ પર અસર થાય તેને થાય જ છે. તમામ પ્લેયર્સ એનાથી વાકેફ છે. આ બંને ટીમ માટે એક ચેલેન્જ છે. બાકી ઈડન ગાર્ડન્સ ખાતેની પ્રથમ ટેસ્ટ અમારી અપેક્ષા પ્રમાણે સારી રહી. કલર જળવાય રહ્યો. 60-60 ઓવર ઇનિંગ્સ ચાલી. બોલ હાર્ડ પણ રહ્યો. ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીએ સરસ બોલિંગ કરી. એટલે અમે ઓવરઓલ ખુશ છીએ.

36 બોલ ઓર્ડર કર્યા છે
આ વખતે મોટેરા ખાતેની ડે-નાઈટ ટેસ્ટ માટે કુલ 36 બોલ ઓર્ડર કરાયા છે. તેમાં પ્રેક્ટિસ અને મેચ માટે વપરાશ બંનેનો સમાવેશ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે ગઈ ડે-નાઈટ ટેસ્ટમાં 36 રનમાં ઓલઆઉટ થઈ ગયા બાદ આ વખતે એક્ઝેક્ટ 36 બોલનો ઓર્ડર કરવામાં આવ્યો હોય એ માત્ર એક સંજોગ હોય તેવું માનવું અઘરું લાગે છે.

ભારતે પિન્ક બોલ ટેસ્ટમાં બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રને હરાવ્યું હતું
ભારતે પોતાની સૌપ્રથમ પિન્ક બોલ ટેસ્ટ 22થી 24 નવેમ્બર દરમિયાન કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી. બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 106 રન કર્યા હતા. એના જવાબમાં ભારતે વિરાટ કોહલીના 136 રન થકી 347/9 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બાંગ્લાદેશ બીજા દાવમાં 195 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતે ઇનિંગ્સ અને 46 રને મેચ જીતી હતી. મેચમાં 9 વિકેટ ઝડપનાર ઇશાંત શર્મા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

પિન્ક કલર જ કેમ?
ડે-નાઈટ ટેસ્ટ માટે યલો અને ઓરેન્જ કલરના બોલનો સૌથી પહેલા પ્રયોગ થયો હતો. જોકે એ કલર ટીવી કેમેરામાં બરાબર આવતો ન હતો અને ફ્લડલાઈટ્સમાં જોવામાં પણ તકલીફ પડતી હતી. એ પછી પિન્ક બોલનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને પિન્કના 16 અલગ-અલગ શેડ્સ પછી આ શેડ ફાઇનલ કરવામાં આવ્યો હતો.

'લેકરનું એક્સ્ટ્રા લેયર' રેડ અને પિન્ક બોલ વચ્ચે એકમાત્ર તફાવત છે
પિન્ક બોલને પણ રેડ બોલની જેમ જ બનાવવામાં આવે છે. એકમાત્ર ફર્ક એ છે કે પિન્ક બોલને બનાવવામાં ગ્રીઝનો ઉપયોગ થતો નથી, પરંતુ રાત્રે બોલને જોવામાં તકલીફ ન પડે એ માટે એના પર એક્સ્ટ્રા લેકર (સરળ ભાષામાં કલર સ્પ્રે) નાખવામાં આવે છે. એ સિવાય પિન્ક બોલને રેડ કલરના બોલની જેમ ડાઇથી કલર કરવામાં આવે છે અને થ્રેડિંગ પણ એ રીતે જ થાય છે. લેકર પિન્ક બોલ પર રેડ બોલની સરખામણીએ એક એક્સ્ટ્રા લેયર છે અને એને લીધે શરૂઆતની 10-15 ઓવરમાં પિન્ક બોલ રેડ બોલની સરખામણીએ વધુ સ્વિંગ થાય છે. રેડ બોલની જેમ પિન્ક બોલનું વજન 156થી 163 ગ્રામ જ રહેશે, પરંતુ બોલની શાઈન વધુ લાંબા સમય માટે જળવાય છે, માટે રેડ બોલની સરખામણીએ ઓછો રિવર્સ સ્વિંગ જોવા મળે છે.

સિમનો કલર બ્લેક રહેશે
ડે-નાઈટ મેચ રમાવાની છે અને બોલનો કલર ફ્લોરોસન્ટ પિન્ક હોવાથી સિમ (દડાનાં બે પડખાં સીવેલી દોરી)નો કલર બ્લેક રહેશે. બ્લેક કલર રાખવાનું કારણ એ છે કે અન્ય કોઈ કલરમાં બેટ્સમેન સિમ પોઝિશન બરાબર જોઈ શકતા નથી અને તેમને બેટિંગ કરવામાં તકલીફ પડે છે, તેથી પિન્ક બોલથી રમવામાં સરળતા પડે એ માટે બ્લેક સિમ હોય છે.

SGને સ્પિનર્સ માટે મદદરૂપ માનવામાં આવે છે
ભારત એકમાત્ર દેશ છે જે SG બોલનો ઉપયોગ કરે છે. આ બોલ ભારતમાં જ બને છે. આ બોલની સિમ ઊપસેલી હોય છે. એની સિલાઈ પણ ડ્યુકની જેમ હાથથી કરવામાં આવે છે. આ બોલને સ્પિનર્સ માટે મદદરૂપ માનવામાં આવે છે. નવા ફેરફારો પછી એનાથી સ્પિનર્સની સાથે જ ઝડપી બોલર્સોને પણ મદદ મળવાની આશા છે.

SGની કહાની
1931માં કેદારનાથ અને દ્વારકાનાથ આનંદ નામના બે ભાઈઓએ સિયાલકોટમાં આ કંપનીની શરૂઆત કરી. વિભાજન પછી પરિવાર આગ્રા આવી ગયો. 1950માં મેરઠથી કંપનીની ફરી શરૂઆત થઈ. 1994થી દેશમાં રમાયેલી ટેસ્ટમાં SG બોલનો જ ઉપયોગ થયો છે.

બોલના ઉપયોગને લઈને ICCનો કોઈ નિયમ નહીં
બોલના ઉપયોગ અંગે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના કોઈ ખાસ દિશાનિર્દેશ નથી. તમામ દેશ પોતાની કન્ડિશનના હિસાબે બોલનો ઉપયોગ કરે છે. જે દેશમાં સિરીઝ રમાતી હોય છે, એ દેશ પોતાની પસંદગીના હિસાબે બોલનો ઉપયોગ કરે છે. કોઈ દેશ ઈચ્છે તો એક સિરીઝ અલગ બોલથી રમે, બીજી સિરીઝ દેશમાં જ અલગ બોલથી રમવા ઈચ્છે તો તે એમ પણ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો