તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • In A Live Show, Gambhir Told Prasad: "Some Of The Selectors' Decisions Were Shocking, They Need To Be More Experienced."

સિલેક્શન પર સવાલ:લાઈવ શોમાં ગંભીરે પ્રસાદને કહ્યું- સિલેક્ટર્સના અમુક નિર્ણય ચોંકાવનારા હતા, તેમનું વધુ અનુભવી હોવું જરૂરી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૌતમ ગંભીરનો ફાઈલ ફોટો.

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, સુરેશ રૈના બાદ ગૌતમ ગંભીરે પણ પસંદગી પ્રક્રિયાને લઈને સવાલો કર્યા છે. એક ટીવી શોમાં ગંભીરે પૂર્વ મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદ અને કે. શ્રીકાંતને કહ્યું કે, પસંદગીકારો વધુ અનુભવી હોવા જોઈએ. પ્રસાદે આ નિવેદનનો વિરોધ કર્યો હતો. પ્રસાદે તેની કારકિર્દીમાં 17 વનડે અને 6 ટેસ્ટ રમી હતી. ગંભીરએ આ શોમાં જણાવ્યું હતું કે- હવે સમય આવી ગયો છે કે પસંદગી પ્રક્રિયામાં કેપ્ટન અને કોચને વોટિંગનો અધિકાર મળે. સમય આવી ગયો છે કે કેપ્ટન પણ સિલેક્ટર બને. પ્લેઇંગ -11 માં સિલેક્ટર્સની દખલ હોવી જોઈએ નહીં. કેપ્ટન પાસે ટીમ પસંદ કરવાનો પૂરો અધિકાર હોવો જોઈએ: ગંભીર કેપ્ટનને ટીમ પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ. આ અંગે પૂર્વ મુખ્ય સિલેક્ટરે કહ્યું કે ટીમની પસંદગીમાં હંમેશા કેપ્ટનની સલાહ લેવામાં આવે છે. આમાં કોઈ બે મંતવ્યો નથી. પરંતુ તેને બીસીસીઆઈના નિયમો હેઠળ વોટિંગનો અધિકાર નથી. 'સિલેક્ટર ચોથા ક્રમ માટે બેટ્સમેન શોધી શક્યો નહીં.' આ દરમિયાન ગંભીરે, ભૂતપૂર્વ મુખ્ય સિલેક્ટર પ્રસાદની નંબર 4 પર કાયમી બેટ્સમેન શોધવામાં નિષ્ફળ જવા બદલ આલોચના કરી હતી. તેણે કહ્યું કે, ચોથા નંબર પર કોઈ બેટ્સમેન ન મળ્યો તેનું પરિણામ ભારતે ભોગવવું પડ્યું હતું. રાયડુને સિલેક્ટ ન કરવાનો નિર્ણય ચોંકાવનારો: ગંભીર પૂર્વ બેટ્સમેને કહ્યું કે, સિલેક્ટર્સ ઘણા નિર્ણયો ચોંકાવનારા હતા. ઓછામાં ઓછું અંબાતી રાયડુને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં ન આવ્યો તે આશ્ચર્યજનક હતું. પછી જુઓ રાયડુનું શું થયું. તમે તેને બે વર્ષ ટીમમાં રાખ્યો. આ દરમિયાન તેણે ચોથા નંબર પર બેટિંગ કરી. પરંતુ વર્લ્ડ કપ પહેલા તમને 3D પ્લેયરની જરૂર પડી ગઈ. પ્રસાદે વિજય શંકરને 3 ડી પ્લેયર ગણાવ્યો આ અંગે પ્રસાદે સ્પષ્ટતા કરી હતી કે, રોહિત, વિરાટ અને શિખર ટીમના ટોચના ક્રમમાં બધા બેટ્સમેન છે. તેમાંથી કોઈ બોલિંગ કરી શકતું નહોતું. આવી સ્થિતિમાં, ઇંગ્લેંડના હવામાન મુજબ, અમને એવો ખેલાડી જોતો હતો કે જે ટોપના ક્રમે બેટિંગ કરવા ઉપરાંત બોલિંગ પણ કરી શકે. આથી વિજય શંકરની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે પ્રસાદે કહ્યું હતું કે તે થ્રી-ડી ક્રિકેટર છે. કારણ કે બેટિંગ, બોલિંગની સાથે તે સારી ફિલ્ડિંગ પણ કરી શકે છે. જોકે, તેમના નિવેદનની રાયડુ ઉપરાંત ઘણા દિગ્ગજોએ ટીકા કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો