ઓપનિંગમાં રાહુલથી વિરાટનું પ્રદર્શન સારું:2022માં કેએલ રાહુલ 122ની સ્ટ્રાઈક રેટથી બનાવી રહ્યો છે રન, ઓપનિંગમાં કોહલીની એવરેજ 50થી પણ વધુ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એશિયા કપમાં અફઘાનિસ્તાનની સામે જ્યારે કોહલીએ ઓપનિંગમાં આવીને 122 રન ફટકાર્યા હતા, ત્યારે જ એ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે આગામી વર્લ્ડ કપમાં રોહિતના જોડીદાર તરીકે કેએલ રાહુલ હશે કે પછી વિરાટ કોહલી? એક તરફ જ્યારે કેએલ રાહુલ આ વર્ષે કોઈ ખાસ કમાલ કરી શક્યો નથી, ત્યારે કોહલી ફરી પોતાના આગવા ફોર્મમાં આવી રહ્યો છે. તેવામાં બન્ને ખેલાડીઓના રેકોર્ડની સાથે-સાથે ઓપનિંગમાં કોહલી રાહુલ કરતા ચઢિયાતો કેમ છે તે જણાવીશું...

2022માં બન્ને ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહ્યુ?

આ વર્ષે કેએલ રાહુલે ભારત માટે જ T20 મેચ રમી છે. તેણે 5 મેચમાં 26.40ની એવરેજથી 132 રન બનાવ્યા છે. તો તેની સ્ટ્રાઈક રેટ 122.22ની રહી છે. જો વિરાટ કોહલીની વાત કરીએ તો આ વર્ષે તે રાહુલ કરતા આગળ છે. તેણે 9 મેચમાં 51ની શાનદાર એવરેજથી 357 બનાવ્યા છે. તો તેની સ્ટ્રાઈક રેટ 142.80ની રહી છે.

ઓપનિંગમાં કોહલી વધુ ખતરનાક

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કોહલી જ્યારે T20 ઈન્ટરનેશનલમાં ઓપનિંગમાં આવે છે, ત્યારે તે વધુ શાનદાર રમે છે. તેણે ભારત માટે અત્યારસુધીમાં 9 મેચમાં ઓપનિંગ કરી છે. જેમાં કોહલીએ 57.14ની શાનદાર એવરેજથી 400 રન ફટકાર્યા છે. તો આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 161.29ની રહી છે.

નંબર-3 અથવા નંબર-4 ઉપર જ્યારે કિંગ કોહલી આવે છે, ત્યારે તે ડોટ બોલ્સ વધુ રમે છે. પરંતુ તે જ્યારે ઓપનિંગમાં આવે છે, ત્યારે પહેલી જ બોલથી મોટા શોટ્સ ફટકારે છે. આવું માત્ર T20 ઈન્ટરનેશનલમાં જ નહિ, પરંતુ IPLમાં પણ જોવા મળ્યુ છે. વિરાટે IPL ઓપનિંગમાં આવીને 5 સદી ફટકારી છે. તો T20 ઈન્ટરનેશનલ તેની એકમાત્ર સદી પણ ઓપનિંગ કરતા સમયે જ આવી છે.

જ્યારે જરૂરત હોય છે, ત્યારે રાહુલ રન બનાવી શક્તો નથી

કેએલ રાહુલ ઓપનિંગમાં આવે છે ત્યારે તે સતત ફ્લોપ રહ્યો છે. એશિયા કપમાં જ તે પાકિસ્તાન સામેની પહેલી મેચમાં ઝીરોમાં જ આઉટ થઈ ગયો હતો. તો બીજી તરફ હોંગકોંગ જેવી ટીમ સામે તેણે 39 બોલમાં 36 રન જ કર્યા હતા. શ્રીલંકા સામેની કરો યા મરો મેચમાં તે માત્ર 6 રને જ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે તેણે અફઘાનિસ્તાન સામેની મેચમાં 62 રન કર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ભારત એશિયા કપમાંથી બહાર થઈ ચૂક્યુ હતુ.

આવું જ પ્રદર્શન 2021ના T20 વર્લ્ડ કપ વખતે રહ્યુ હતુ. પાકિસ્તાન સામેની મેચમાં તેણે માત્ર 3 રન કર્યા હતા. તો ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તેણે 16 બોલમાં 18 રન કર્યા હતા. આ પછી નામીબિયા સામે 36 બોલમાં 54 અને સ્કોટલેન્ડ સામે 19 બોલમાં 50 રન કર્યા હતા. આ બન્ને ઇનિંગ્સનો કોઈ ફાયદો નથી, કારણ કે ત્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની બહાર થઈ ચૂકી હતી.

તેવામાં કેએલ રાહુલનું T20 વર્લ્ડ કપમાં ઓપનર તરીકે તેનું સ્થાન સતત સવાલોના ઘેરામાં રહેલું છે.