• Gujarati News
  • Sports
  • Cricket
  • In 2013, He Was Accused Of Spot fixing In The IPL; After The Ban, They Used To Distribute Boots And Slippers

પાકિસ્તાનના પૂર્વ અંપાયર અસદ રઉફનું નિધન:2013માં તેના પર IPLમાં સ્પોટ ફિક્સિંગ કરવાનો આરોપ લાગ્યો હતો; પ્રતિબંધ પછી બૂટ-ચપ્પલ વહેંચતા હતા

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ICCની એલિટ પેનલના સદસ્ય રહી ચૂકેલા પાકિસ્તાનના પૂર્વ અંપાયર અસદ રઉફનું બુધવારે લાહોરમાં અવસાન થયુ છે. તે 66 વર્ષના હતા. તેમના અવસાનના સમાચાર તેમના ભાઈ તાહિર રઉફે આપ્યા હતા. રઉફનું અવસાન કાર્ડિઆક એરેસ્ટના કારણે થયુ છે. બુધવારે તેઓ જ્યારે પોતાની દુકાન બંધ કરી રહ્યા હતા, ત્યારે તેમની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમનુ નિધન થઈ ગયુ હતુ.

2013માં IPLમાં સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો

IPLમાં પાકિસ્તાનના ખેલાડીઓ ઉપર પ્રતિબંધ લાગ્યા પછી પણ રઉફે IPLમાં અંપાયરિંગ ચાલુ રાખ્યુ હતુ. તેમના પર 2013માં સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. જેના પછી તેમણે ચાલું IPL છોડીને પાકિસ્તાન પરત ફરવું પડ્યુ હતુ. તો તે વર્ષે જ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી તેમને હટાવી દીધા હતા. તેમને ICCના ઈન્ટરનેશનલ અંપાયર પેનલમાંથી પણ હટાવી દેવામાં આવ્યા હતા

​​

અસદ રઉફ સ્પોટ ફિક્સિંગના કારણે પ્રતિબંધ લાગ્યા પછી લાહોરમાં બૂટ-ચપ્પલની દુકાન ચલાવતા હતા.
અસદ રઉફ સ્પોટ ફિક્સિંગના કારણે પ્રતિબંધ લાગ્યા પછી લાહોરમાં બૂટ-ચપ્પલની દુકાન ચલાવતા હતા.

2006થી 2013 સુધી ICCની એલિટ પેનલના સદસ્ય હતા

રઉફ વર્ષ 2006થી 2013 સુધી ICCની એલિટ પેનલના સદસ્ય હતા. તેમણે 231 ઈન્ટરનેશનલ મેચમાં અંપાયરિંગ કર્યુ છે. જેમાં 64 ટેસ્ટ, 28 T20 અને 139 મેચ સામેલ છે. પાકિસ્તાની અંપાયરે 2013માં સ્પોટ ફિક્સિંગના આરોપ પછી તમાત પ્રકારના અંપાયરિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી

રઉફને 2016માં BCCIએ 5 વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યો હતો

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ રઉફ ઉપર 2016માં ભ્રષ્ટાચારના આરોપમાં 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. રફઉનું નામ 2013ના સ્પોટ ફિક્સિંગમાં આવ્યુ હતુ.