તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેલાડી બેભાન:10 મિનિટમાં વિન્ડીઝની 2 મહિલા ક્રિકેટર મેદાન પર બેભાન થઈ ગઈ

એન્ટિગાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બીજી ટી20માં બે ખેલાડી બેભાન થઈ પડી ગયા હતા. બન્ને મહિલા ખેલાડી 10 મિનિટમાં એક પછી એક બેભાન થઈ ગઈ હતી. બન્નેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી છે. મીડિયા અહેવાલ પ્રમાણે બન્નેની તબિયત સારી છે.

જોકે, બન્ને ખેલાડી બેભાન થઈ ગયા તેની પાછળ કયા કારણ જવાબદાર હતા તે જાણી શકાયું નથી. આ સાથે એવું માનવામાં આવે છે કે ખૂબ જ ગરમીને લીધે આ ઘટના બની હોય તેવું માનવામાં આવે છે.

આ ઘટના પાકિસ્તાનની ઈનિંગ સમયે બની હતી. મહેમાન ટીમ ટાર્ગેટનો પીછો કરી રહી હતી. ફિલ્ડિંગ સમયે ચોથી ઓવરમાં ઝડપી બોલર ચિનેલે હેનરી બેભાન થઈ પડી ગઈ હતી. તેને તાત્કાલિક મેદાન બહાર લઈ જવામાં આવી હતી.

થોડી વાર બાદ બેટ્સમેન ચેડિયન નેશન સાથે પણ આ પ્રકારની ઘટના બની હતી. ત્યારબાદ બન્નેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.મેચમાં વેસ્ટઈન્ડિઝે બે સબ્સટિટ્યુટ લીધા હતા અને રમત આગળ વધી હતી.

અન્ય સમાચારો પણ છે...