તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. મેચના 2 દિવસ પહેલાં ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ મીડિયા સાથે વાત કરી. મોટેરા ખાતેની પિન્ક બોલ મેચ ઇશાંતના કરિયરની 100મી ટેસ્ટ હશે. તેણે કહ્યું કે, "હું નંબર કે માઈલસ્ટોનને જોતો નથી. ટીમ ઇન્ડિયાને કેવી રીતે જિતાડું, કેવી રીતે યોગદાન આપું તેના પર જ મારુ ફોકસ હોય છે. કરિયરના હાઈ-લો પોઈન્ટ્સ વિશે વિચારતો હોત તો ક્રિકેટ જ ન રમી શકત." તેમજ ઇશાંતે કહ્યું કે, તેના પછી બુમરાહ છે જે 100 ટેસ્ટનો આંક વટાવશે અને દેશ માટે સૌથી વધુ ટેસ્ટ રમનાર ફાસ્ટ બોલર હશે.
100 ટેસ્ટની જર્ની
32 વર્ષીય ઇશાંતે કહ્યું કે, હું એવું કહી ન શકું કે 100 ટેસ્ટની જર્નીમાં ટર્નિંગ પોઇન્ટ કે એક મોમેન્ટ ન કહી શકું જે આખી જર્નીને હાઈલાઈટ કરે. તમે સમજો 14 વર્ષના કરિયરમાં એક મોમેન્ટ હાઈલાઈટ કરવી બહુ અઘરી છે. દરેક સ્પોર્ટ્સમેનના લાઈફમાં ગ્રાફ ઉપર નીચે આવે છે. હું એક વસ્તુ પિન્પોઇન્ટ ન કરી શકું. હું માત્ર ગેમને એન્જોય કરવા અને ટીમને જીત અપાવવા મેદાને ઉતરું છું. બધું એનલાઈઝ કરત તો આટલું ન રમત.
લોર્ડ્સના સ્પેલ વિશે
ભારતે જુલાઈ 2014માં લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડને 95 રને હરાવ્યું હતું. ઇશાંતે આ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 7 વિકેટ લીધી હતી. લોર્ડ્સ સ્પેલ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, હું ખાલી બોલિંગ કરતો હતો, બહુ વિચારતો નહોતો. કોઈપણ બોલરનો પ્રથમ ધ્યેય એક એરિયામાં બોલિંગ કરવાનો હોય છે, ત્યારબાદ તે કન્ડિશન વિશે વિચારે છે. અને પરિસ્થિતિ જોઈને લાઈન-લેન્થ ચેન્જ કરે છે. પહેલા કહ્યું એમ હું માત્ર ટીમને મેચ જિતાડવા વિશે વિચારું છું. એન્ડ-ઓફ કરિયર તમે મોમેન્ટ્સ-માઈલસ્ટોન વિશે વિચારી શકો. રમતી વખતે નહીં.
બુમરાહ મારા પછી કમાન સંભાળશે
ઇશાંતે કહ્યું કે, એવું કહેવું અઘરું છે કે કોણ મને રિપ્લેસ કરશે. કોઈ ઇન્ડિયા માટે ત્યારે જ રમે છે, જ્યારે તે ટેલેન્ટેડ હોય છે અને તેનામાં સ્કિલ હોય છે. પણ જસપ્રીત બુમરાહ એક પ્લેયર છે જેને જોઈને લાગે છે કે, તે મારા પછી ઇન્ડિયા માટે સૌથી વધુ ટેસ્ટ રમનાર ફાસ્ટ બોલર હશે. તેણે યંગસ્ટર્સને લીડ કરવાના છે. તે જે રીતે પોતાને પ્રુવ કરે છે, લોકો સાથે વાત કરે છે. તેનાથી આવું લાગી રહ્યું છે.
બાકી સ્કિલ વાઇસ ભારત પાસે એકથી એક સારા પ્લેયર્સ છે. તમે પિન્પોઇન્ટ કરીને કહી ન શકો કે કોણ કેટલો સમય રમશે. નવદીપ સૈની અને મોહમ્મદ સિરાજ પણ પ્રતિભાશાળી છે. પણ બંનેની સ્ટ્રેનથી સમજવી જરૂરી છે. તમે સૈનીને એક જ જગ્યાએ બોલ પિચ કરવાનું ન કહી શકો, તો તમે તેની સાથે જસ્ટિસ નથી કરી રહ્યા. સ્પીડ તેની તાકાત છે. તેવી રીતે જ સિરાજની તાકાત તેની એકાગ્રતા છે. દરેકની સ્ટ્રેન્થ જાળવી જરૂરી છે.
વન ફોર્મેટ બોલર
ઇશાંતને હવે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે જોવામાં આવે છે. શું તે બધા ફોર્મેટમાં રમતો હોત તો 100 ટેસ્ટ રમી શકત? ઇશાંતે જવાબ આપતા કહ્યું કે, તમે આને બ્લેસિંગ ઈન ડિસગાઇઝ કહી શકો છો. સ્પોર્ટ્સમેનનું કામ રમવાનું હોય છે. હું પણ વ્હાઈટબોલ રમવા માંગતો હતો. પરંતુ હવે હું એ વિશે વિચારતો નથી.
ખુશ છું કે એટલીસ્ટ એક ફોર્મેટ તો રમું છું. પણ હા તમારા પ્રશ્નનો જવાબ આપતા એટલું જરૂર કહીશ કે હું 32 વર્ષનો છું, 42નો નહીં. ત્રણેય ફોર્મેટ રમતો હોત તો પણ 100 ટેસ્ટ રમી જ શકત.
કેપ્ટન સાથે અંડરસ્ટેન્ડિંગ
ઇશાંતે કહ્યું કે, કયો કેપ્ટન મને સૌથી વધારે સમજે છે એનાથી વધારે મહત્ત્વનું એ છે કે હું ક્યા કેપ્ટનને સૌથી વધારે સમજુ છું. જે રીતે હું કપ્તાન સાથે ઓન અને ઓફ ધ ફિલ્ડ વધુ ટાઇમ સ્પેન્ડ કરું એમ અંડરસ્ટેન્ડિંગ વધે છે. હું (એક બોલર) કેપ્ટનને સમજશે તો ટીમ માટે બધું વધુ સરળ થઈ જશે.
ઓસ્ટ્રેલિયામાં 100મી ટેસ્ટ રમવી ગમત
ઇશાંત ઇજાને કારણે ઓસ્ટ્રેલિયા જઈ શક્યો નહોતો. જો તે કાંગારું લેન્ડ ગયો હોત તો ત્યાં પોતાના કરિયરની 100મી ટેસ્ટ રમત. તેણે કહ્યું કે, મને ઓસ્ટ્રેલિયામાં જઈને 100મી ટેસ્ટ રમવી ગમત. પણ બધી વસ્તુઓ તમારા કંટ્રોલમાં હોતી નથી. તમે જેટલી જલ્દી વસ્તુઓને ભૂલીને મુવ-ઓન કરશો એટલી તમારા માટે જર્ની સહેલી થઈ જશે. મુવ-ઓન નહીં કરો તો પાસ્ટ પરફોર્મન્સ કે વસ્તુઓમાં જ રહી જશો. તેની ખરાબ અસર થશે. સારું કે ખરાબ જે થયું એ ભૂલીને આગળ વધવું જરૂરી છે.
2018 પછી 20 ટેસ્ટમાં 76 વિકેટ
ઇશાંતનું છેલ્લા 2-2.5 વર્ષમાં પ્રદર્શન બહુ સારું રહ્યું છે. આ અંગે તેણે કહ્યું કે, અમે આ સમયમાં ભારતની બહાર વધુ રમ્યા છે એટલે મારા આંકડા સારા જ રહેવાના. ભારતમાં સ્પિનર્સ અને બહાર ફ્સ્ટ્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રહી વાત કે મેં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઇંગ્લેન્ડ સામે લીધી છે તો એ વાત મને ખબર નહોતી. હું માત્ર મારા પ્લાન્સ સાથે સ્ટિક રહેવાનો પ્રયાસ કરું છું.
કપિલ દેવનો રેકોર્ડ
કપિલ દેવના નામે ભારત વતી ફાસ્ટ દ્વારા સૌથી વધુ 434 વિકેટનો રેકોર્ડ છે. ઇશાંતે હાલ 99 ટેસ્ટમાં 302 વિકેટ લીધી છે. તેણે કહ્યું કે, હું રેકોર્ડ તોડવા અંગે વિચારી રહ્યો નથી. 131-132 વિકેટમાં હજી બહુ સમય બાકી છે. અત્યારે મારા મગજમાં એક જ વસ્તુ ચાલે છે કે, કેવી રીતે ટીમને શ્રેણી જિતાડી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોચાડું. હું આ એક જ ફોર્મેટ રમું છું અને આ ચેમ્પિયનશિપ ટેસ્ટમાં વર્લ્ડ કપ સમાન છે.
ટ્વિલાઇટ પિરિયડ
ડે-નાઈટ ટેસ્ટમાં બીજા સેશનને ટ્વિલાઇટ સેશન કહેવામાં આવે છે. આ એ સમય છે જયારે સનસેટ થઈ રહ્યો હોય છે, વાતાવરણ બદલાતું હોય છે અને બેટ્સમેનને બોલ જોવામાં તકલીફ થતી હોય છે. શું ત્યારે બાઉન્સર્સનો ઉપયોગ કરી શકાય? આ અંગે ઇશાંતે કહ્યું કે, હું અત્યારે ન કહી શકું કે બેટ્સમેનને કેવી બોલિંગથી તકલીફ પડશે. આ ભારતમાં બીજી જ પિન્ક ટેસ્ટ છે, એ પણ નવા ગ્રાઉન્ડમાં છે. મને ખાતરી છે કે, બેટ્સમેન પણ આ પિરિયડમાં બેટિંગ કરવા માટે તૈયાર થઈને આવશે.
પ્રથમ અને 100મી ટેસ્ટ
ઇશાંતે કહ્યું કે, સૌથી કોમન વાત એ છે કે, મારી ડેબ્યુ વખતે રવિ સર ટીમ મેનેજર હતા અને અત્યારે 100મી ટેસ્ટ વખતે તે કોચ છે. મને યાદ છે કે, હું એ સમયે કેટલો નર્વસ હતો. મારે બોલિંગ કરવાની હતી અને મારા હાથમાંથી પરસેવો નીકળતો હતો. ટીમમાં નવા-નવા આવો ત્યારે સ્ટાર્સ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવું પણ બહુ મોટી વાત હોય છે. અત્યારે મારા માટે 100 ટેસ્ટ એક નંબર જ છે. 99મી ટેસ્ટ હું જે ઈન્ટેન્ટ, એગ્રેશન અને ફીલિંગ સાથે રમ્યો હતો, 100મી ટેસ્ટ પણ એ રીતે જ રમીશ.
ખબર નથી પિન્ક ટેસ્ટ કેવી રીતે આગળ વધશે
ઇશાંતે કહ્યું કે, મોટેરાનું નવું સ્ટેડિયમ ફેન્ટાસ્ટિક છે. જોકે, અત્યારે કહી શકાય નહીં કે, મેચ કેવી રીતે આગળ વધશે. આ ડે-નાઈટ ટેસ્ટ છે. લાઇટ્સ અલગ હશે. મેચ આગળ વધશે એ પછી અમે લાઈન અને લેન્થ નક્કી કરીશું.
એસ્ટાબ્લિશ થયા પછી નોંધ નથી લેવાતી
ઇશાંતે કહ્યું કે, મેં કરિયરમાં ઘણા સારા સ્પેલ નાખ્યા છે. પરંતુ થાય છે એવું કે, તમે યંગસ્ટર તરીકે એસ્ટાબ્લિશ બેટ્સમેનને હેરાન કરો છો તો તે હાઈલાઈટ થાય છે. તમે પોતે ટીમમાં એસ્ટાબ્લિશ થાવ તો આવા સ્પેનની નોંધ લેવાતી નથી, તે હાઈલાઈટ થતા નથી. તે પછી 5 વિકેટ લો તો જ વાત થાય છે. નંબર જ હાઈલાઈટ થાય છે. દરેક ક્રિકેટર કરિયરમાં આગળ વધે એમ આ વસ્તુ શીખે છે.
પિન્ક ટેસ્ટમાં સ્પિનર્સ અને ફાસ્ટર્સનો રોલ અલગ
ઇશાંતે કહ્યું કે, બાંગ્લાદેશ સામે કોલકાતા ખાતે પહેલીવાર ડે-નાઈટ ટેસ્ટ રમ્યા તો ત્રીજી ઓવર પછી ખબર પડી હતી કે કઈ લેન્થ નાખવી જોઈએ. અહીં અમદાવાદમાં કેવી વિકેટ છે એ જોવું પડશે. ડ્યું ફેક્ટર પણ રહેશે. અહીં દરેક સેશન પછી ગેમ બદલાશે. પ્રથમ બે સેશનમાં સ્પિનર્સની ભૂમિકા નિર્ણાયક હશે. જ્યારે, અંતિમ સેશનમાં ડ્યું હોવાથી બોલ મૂવ નહીં થાય. પણ સ્કીડ થશે જેનો ફાસ્ટર્સ લાભ ઉઠાવી શકશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.