તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોર્ડની ચેતવણી:મુંબઈમાં પોઝિટિવ આવશો તો ઇંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર કરવામાં આવશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડ કોઇ ખેલાડી માટે અલગથી ચાર્ટર્ડની વ્યવસ્થા નહીં કરે

સિઝનની વચ્ચે આઈપીએલ સ્થગિત થતા દુ:ખમાંથી પસાર થઇ રહેલ બીસીસીઆઈએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે તૈયારી કરી રહેલ ભારતીય ખેલાડીઓને ચેતવણી આપી છે. રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈએ કહ્યું કે જો કોઇ ખેલાડી મુંબઈમાં પોઝિટિવ આવશે તો આ પ્રવાસમાંથી બહાર થઇ ગયા સમજો.

બીસીસીઆઈએ કહ્યું, ‘જો ખેલાડી મુંબઈમાં પોઝિટિવ આવશે તો ઇંગ્લેન્ડના પ્રવાસ પર નહીં જઇ શકે. અમે કોઇ ખેલાડી માટે અલગથી ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા નહીં કરીએ.’ બીસીસીઆઈ આઈપીએલ સમયે કોરોના કેસ સામે આવતા વધુ સાવધાન થઇ ગઇ છે. રિપોર્ટ પ્રમાણે ભારતીય ટીમના ફિઝિયો યોગેશ પરમારે ખેલાડીઓને સલાહ આપી છે કે તે મુંબઈ આવવા સુધી પોતાને આઇસોલેટ રાખવા માટે પ્રયાસ કરે. ખેલાડી, સપોર્ટ સ્ટાફ, તેમનો પરિવાર બધાનો જ મુંબઈ આવતા પહેલા જ દિવસે આરીટી-પીસીઆર ટેસ્ટ થશે. તેમના બે નેગેટીવ રીપોર્ટ આવવા જરૂરી છે.

ખેલાડી અને તેમનો પરિવારના સભ્યો દેશના અલગ-અલગ ભાગમાંથી આવશે. એટલા માટે ‌BCCI સુરક્ષિત બાયો-બબલ બનાવવા માંગે છે. ટીમ ઇન્ડિયા 2 જૂનના રોજ ઇંગ્લેન્ડ રવાના થશે.

બીસીસીઆઈએ ખેલાડીઓને કોવિશીલ્ડ લગાવવા કહ્યું, બીજા ડોઝની વ્યવસ્થા ઇંગ્લેન્ડમાં કરાશે
​​​​​​​સુત્રોના જણાવ્યા પ્રમાણે, બીસીસીઆઈના ખેલાડીઓને કોવિશીલ્ડ લગાવવા કહ્યું છે. બીસીસીઆઈ ઇંગ્લેન્ડના તેનો બીજો ડોઝ ઉપલબ્ધ કરાવશે. ત્યા કોવેક્સીન નહીં મળે. બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાને 19 મે સુધી બાયો-બબલમાં આવવા કહ્યું છે.

એક ખેલાડીએ જણાવ્યું, ‘અમને 19 મે સુધી મુંબઈ આવવા અને બાયો-બબલમાં એન્ટ્રી કરવા માટે કહેવામાં આવ્યું છે. જોકે આ અંગે જલ્દી અમને જાણકારી આપશે.’ બીસીસીઆઈ બ્રિટનમાં હાર્ડ ક્વોરન્ટાઇનથી બચવા માટે આવું કરી રહ્યું છે. તે બ્રિટનથી 14 દિવસનું ક્વોરન્ટાઇન ઓછું કરી 7 દિવસ કરવાની માંગ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...