ભાસ્કર વિશેષ:બેટર કેચઆઉટ થશે તો નવો બેટર સ્ટ્રાઇક લેશે, માંકડિંગ હવે રનઆઉટ ગણી લેવાશે

નવી દિલ્હી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા ક્રિકેટ નિયમોને ICCની મંજૂરી, પહેલી ઓક્ટોબરથી લાગુ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ક્રિકેટના અમુક નિયમોમાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. આ ફેરફાર સૌરવ ગાંગુલીની આગેવાનીમાં કાર્યરત મેન્સ ક્રિકેટ કમિટીનાં સૂચનોના આધારે ચીફ એક્ઝિક્યુટિવ કમિટીને મોકલાયા હતા. તે અંતર્ગત બૉલર બૉલ ચમકાવવા માટે લાળનો ઉપયોગ નહીં કરી શકે. આ ઉપરાંત માંકડિંગ આઉટ પણ હવે રનઆઉટ ગણાશે. આ નિયમો પહેલી ઓક્ટોબરથી લાગુ થશે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ આ નિયમો પ્રમાણે રમાશે.

નવા બેટરને ક્રીઝ પર આવવા માટે હવે માત્ર 2 મિનિટ જ મળશે

  • સ્ટ્રાઈક પર નવો બેટર જ આવશેઃ જો કોઈ બેટર કેચઆઉટ થશે, તો નવો બેટર સ્ટ્રાઈક પર આવશે. ભલે બંને બેટર ક્રીઝ બદલી હોય.
  • લાળ પર કાયમી પ્રતિબંધઃ બૉલ ચમકાવવા માટે લાળના ઉપયોગ પર કાયમી પ્રતિબંધ. કોરોના કાળમાં તેના પર થોડો સમય પ્રતિબંધ હતો.
  • માંકડિંગ હવે સામાન્ય રન આઉટઃ હવે માંકડિંગને અનફેર પ્લે સેક્શનથી રનઆઉટ સેક્શનમાં બદલી દેવાયું છે. એટલે કે હવે માંકડિંગ સામાન્ય રનઆઉટ જ ગણાશે.
  • ટાઈમ આઉટના સમયમાં ફેરફારઃ વન-ડે અને ટેસ્ટમાં નવા બેટર પાસે મેદાન પર આવવા અને ક્રીઝ લેવા માટે ત્રણ મિનિટના બદલે ફક્ત બે મિનિટનો સમય રહેશે. જો કોઈ ખેલાડી બે મિનિટમાં નહીં આવે, તો ટાઈમ આઉટ ગણાશે. ટી20માં આ નિયમ પહેલેથી 90 સેકન્ડનો છે.
  • પાંચ રનની પેનલ્ટીઃ જો બૉલરના રન-અપ વખતે ફિલ્ડિંગ કરતી ટીમનો કોઈ ખેલાડી જાણીજોઈને જગ્યા બદલશે કે અયોગ્ય વ્યવહાર કરશે, તો એમ્પાયર બેટર ટીમને પાંચ રન આપી શકશે. એમ્પાયર તેને ડેડ બૉલ પણ જાહેર કરી શકે છે.
  • પિચની અંદર જ શૉટ રમવો પડશેઃ જો શૉટ રમતી વખતે બેટરનું બેટ કે શરીર પિચ બહાર જશે, તો તે રન નહીં ગણાય તે ડેડ બૉલ પણ ગણાશે. જો કોઈ બૉલ બેટરને પિચ બહાર જવા મજબૂર કરશે, તો તે નો બૉલ ગણાશે.
  • બૉલર સ્ટ્રાઈક એન્ડ પર બૉલ થ્રો કરશે તો ડેડ બૉલઃ અગાઉ કોઈ બેટર બૉલરના ક્રીઝ સુધી પહોંચતા પહેલાં આગળ વધતો હતો, ત્યારે બૉલર તેને થ્રો કરીને આઉટ કરી શકતો હતો. હવે તે ડેડ બૉલ ગણાશે.
  • 30 ગજના દાયરામાં વધારાના ફિલ્ડરઃ ટી20ની જેમ વન-ડેમાં પણ ટીમે ચોક્કસ સમયમાં ઓવર પૂરી કરવી પડશે. ઓવર પૂરી થવામાં મોડું થશે તો ફિલ્ડિંગ ટીમને વધારાના ફિલ્ડર 30 ગજના દાયરામાં લાવવા પડશે. આ નિયમ આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ 2023 પછી લાગુ થશે.
અન્ય સમાચારો પણ છે...