તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • If Team India Had Won In Australia Without Kohli, England Would Not Have Been Able To Compete After The First Test.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઇન્ડિયાની સફર:કોહલી વગર ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયા જીત્યું, તો પહેલી ટેસ્ટ બાદ ઇંગ્લેન્ડ ટક્કર પણ આપી ન શક્યું

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક

કોરોના બાદ આઈસીસીએ પોઇન્ટ સિસ્ટમમાં બદલાવ કર્યો. પહેલા એક સીરિઝના 120 પોઇન્ટ મળતા હતા. પણ ઘણી સીરિઝ રદ્દ થવાના કારણે પોઇન્ટને ટકાવારીમાં બદલી દીધા. ભારતે 5મી સીરિઝ ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરમાં રમી. કોહલી પહેલી ટેસ્ટ બાદ પેટરનિટી લીગ પર ચાલ્યો ગયો. તો છટ્ઠી સીરિઝ ફેબ્રુઆરી-માર્ચમાં ભારતમાં ઇંગ્લેન્ડ સામે થઇ, બંનેમાં ખરાબ શરૂઆત બાદ ભારતને જીત મળી.

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
પ્રથમ ટેસ્ટઃ
ભારતની પહેલી ઇનિંગ 244 રન. સ્ટાર્કને 4, કમિન્સને 3 વિકેટ. ઓસ્ટ્રેલિયા 191 રન. { 36 રનમાં ભારતની બીજી ઇનિંગ પૂરી. ટીમનો સૌથી નાનો સ્કોર. ઓસ્ટ્રેલિયા 8 વિકેટે જીત્યું.

બીજી ટેસ્ટઃ રહાણે સુકાની. ઓસીના પહેલી ઇનિંગમાં 195 રન, બુમરાહની 4 વિકેટ. ભારતનો સ્કરો 326 રન. યજમાન બીજી ઇનિંગમાં 200 પર આઉટ. ભારતે 2 વિકેટે લક્ષ્યાંક પાર પાડ્યો.

ત્રીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા 338 રન. ભારત 244 રન. ઓસી.ના બીજી ઇનિંગ 312-6, ભારતને 407 રનનો લક્ષ્યાંક. ભારત 334-5. વિહારી-અશ્વિને 252 બોલમાં 62* રન જોડી મેચ બચાવી.

ચોથી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં 369 રન. ભારતના 336 રન. શાર્દુલ 67, સુંદર 62 રન. ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 294 રન, સિરાજની 5 વિકેટ. ઓસ્ટ્રેલિયા 32 વર્ષ બાદ ગાબામાં હાર્યું. ભારતે 2-1 થી જીત્યું.

ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ
પ્રથમ ટેસ્ટ:
ઈંગ્લેન્ડના 578, રુટ 218 રન. બુમરાહ-અશ્વિનની 3-3 વિકેટ. ભારતના 337 રન. { બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડના 178 રન, અશ્વિનની 6 વિકેટ. ભારતને 192માં રોકી ઇંગ્લેન્ડ 227થી જીત્યું.

બીજી ટેસ્ટ​​​​​​​: રોહિતના 161 રનથી ભારત 329 રન સુધી પહોંચ્યું. મોઇનની 4 વિકેટ. ઇંગ્લેન્ડના 134 રન. ભારતની બીજી ઇનિંગમાં 286 રન. અશ્વિનના 106 રન. 482 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડ 161 રનમાં આઉટ.​​​​​​​

ત્રીજી ટેસ્ટ​​​​​​​: ઇંગ્લેન્ડના 122 રન, અક્ષરની 6 વિકેટ. ભારત 145માં આઉટ, રૂટની 5 વિકેટ. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં 81 રન. અક્ષરની 5 વિકેટ. વિકેટ ગુમાવ્યા વગર ભારતે જીત મેળવી.

ચોથી ટેસ્ટ: ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં 205 રન. અક્ષરની 4 વિકેટ. ભારતનો 365 રનનો સ્કોર, પંતના 101 રન. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડને 135 રનમાં રોકી ભારતે ઇનિંગ અને 25 રનથી મેચ જીતી. 3-1 થી સીરિઝ જીતી ટોચ પર રહ્યું.

અન્ય સમાચારો પણ છે...