કોરોના ઈફેક્ટ / IPL રદ થશે તો 9 દેશના 188 ખેલાડીઓને 612 કરોડ રૂપિયાનું નુકસાન

ક્રિકેટર વિરાટ કોહલીની ફાઇલ તસવીર.  
ક્રિકેટર વિરાટ કોહલીની ફાઇલ તસવીર.  
X
ક્રિકેટર વિરાટ કોહલીની ફાઇલ તસવીર.  ક્રિકેટર વિરાટ કોહલીની ફાઇલ તસવીર.  

  • ભારતના 124 ખેલાડીઓને 358 કરોડનું નુકસાન
  • નેપાળના એકમાત્ર ખેલાડી સંદીપ લમિછાનેને 20 લાખ મળશે.

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:23 AM IST

મુંબઈ. કોરોનાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ને ટાળવામાં આવી છે. લીગ રદ થાય તો 9 દેશના 188 ખેલાડીઓને 612.65 કરોડ રૂપિયાનું નુકસાન થશે. ભારત બાદ સૌથી વધુ નુકસાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને થશે.
આ 6 દેશના ખેલાડીને સૌથીવધુ નુકસાન

દેશ રકમ (કરોડ રૂપિયામાં)
ભારત 358.55
ઓસ્ટ્રેલિયા 86.75
વિન્ડીઝ 58.75
ઈંગ્લેન્ડ 47.50
દ.આફ્રિકા 34.60
અફઘાનિસ્તાન 14.00

કોહલીને બેંગલુરુથી 17 કરોડ મળવાના છે
IPL ક્રિકેટની સૌથી મોટી લીગ મનાય છે. કોરોનાના કારણે ટૂર્નામેન્ટ સ્થગિત છે. જો સિઝન રદ થાય તો ભારત બાદ સૌથી વધુ નુકસાન ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને થશે. 124 ભારતીય ખેલાડીને 358 કરોડનું નુકસાન થશે, જ્યારે ઓસ્ટ્રેલિયાના 17 ખેલાડીને 87 કરોડનું નુકસાન થશે. લીગમાં ઈંગ્લેન્ડના 13, વિન્ડીઝના 12, દ.આફ્રિકાના 10, ન્યૂઝીલેન્ડના 6, અફઘાનિસ્તાનના 3, શ્રીલંકાના 2, નેપાળના 1 ખેલાડી સહિત કુલ 188 ખેલાડી ઉતરશે.
સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ

ખેલાડી દેશ રકમ કરોડ રૂપિયામાં
કોહલી   ભારત 17
કમિન્સ ઓસ્ટ્રેલિયા
15.5
ધોની ભારત 15
રોહિત ભારત 15
પંત ભારત 15
નારાયણ વિન્ડીઝ 12.5
સ્મિથ ઓસ્ટ્રેલિયા 12.5
સ્ટોક્સ ઈંગ્લેન્ડ 12.5
વૉર્નર ઓસ્ટ્રેલિયા 12.5

5 ખેલાડીઓને 11-11 કરોડ મળશે.
અફઘાનિસ્તાનને શ્રીલંકા, ન્યૂઝીલેન્ડથી વધુ પૈસા મળે છે

દેશ કુલ ખેલાડી રકમ કરોડ રૂપિયામાં
અફઘાનિસ્તાન 3 14
ન્યૂઝીલેન્ડ 6 9.8
શ્રીલંકા 2 2.5

IPL વર્લ્ડ કપ બાદ વિશ્વની બીજી શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ
ઈંગ્લિશ બેટ્સમેન જોસ બટલર માને છે કે, આઈપીએલથી ઈંગ્લેન્ડના ક્રિકેટર્સને મદદ મળે છે. તેમણે IPLને વર્લ્ડ કપ બાદની બીજી શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ ગણાવી. બટલર આ વર્ષે આઈપીએલમાં ભાગ લેવા માટે ઉત્સુક છે.

ભારત ઈચ્છશે તો IPL વર્લ્ડ કપનું સ્થાન લેશે
પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઈયાન ચેપલનું માનવું છે કે, આ વર્ષે ટી-20 વર્લ્ડ કપના આયોજનની આશા નથી દેખાઈ રહી. 16 ટીમો માટે વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. જો ભારત ઈચ્છશે તો IPL વર્લ્ડ કપનું સ્થાન લઈ લેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી