તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • If India Pakistan Relations Improve, 14 Years Of Exile Will Come To An End. In 2008, 12 Pakistani Players Played In The IPL.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PAK પ્લેયર્સની IPLમાં એન્ટ્રીની અટકળો!:ભારત-પાક.ના સંબંધો સુધરે તો 14 વર્ષનો વનવાસ પૂરો થશે, 2008માં પાક.ના 12 ખેલાડીઓ IPLમાં રમ્યા હતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PAK ખેલાડીઓને 2008માં 1st સીઝનમાં પહેલી અને છેલ્લી વખત રમવાનો અવસર મળ્યો હતો
  • ચેન્નઈ, પંજાબ અને મુંબઈમાં એકપણ પાકિસ્તાની ક્રિકેટર રમ્યો નહોતો

IPLએ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. પાકિસ્તાની ક્રિકેટરોનું IPLમાં રમવાનું સ્વપ્ન 2022માં સાકાર થાય એવી શક્યતાઓ જણાઈ રહી છે. પાકિસ્તાની ખેલાડીઓને 2008માં પ્રથમ સીઝનમાં પહેલી અને છેલ્લી વખત રમવાનો અવસર મળ્યો હતો. એ સમયે 12 પાકિસ્તાની ખેલાડીઓએ IPLમાં ભાગ લીધો હતો. ત્યાર પછી તેમનો 14 વર્ષનો વનવાસ જ ચાલી રહ્યો છે, પરંતુ હવે તેમના વનવાસની પૂર્ણ થવાની સંભાવનાઓ જણાઈ રહી છે.

મીડિયાના અહેવાલ મુજબ, સમચાર મળ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ વર્ષે 3 મેચની T20 શ્રેણી યોજાવા જઈ રહી છે. તેવામાં ભારત T20 વર્લ્ડકપને પણ હોસ્ટ કરી રહ્યું છે, જેને પરિણામે પાકિસ્તાની ટીમ ભારતમાં ધામા નાખી શકે છે. જો આ પ્રમાણે ક્રિકેટજગતમાં સંબંધો સુધરી રહ્યા હોય તો એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે પાકિસ્તાની ખેલાડીઓને પણ IPLમાં એન્ટ્રી મળી શકે છે.

ચેન્નઇ, પંજાબ અને મુંબઇમાં કોઈ PAK ક્રિકેટરો રમ્યા નથી
IPLની પ્રથમ સીઝન (2008)માં 8 ટીમોએ ભાગ લીધો હતો. એ સમયે 5 ટીમમાં કુલ 12 પાકિસ્તાની ક્રિકેટરો પહેલી અને છેલ્લી વખત IPL ટૂર્નામેન્ટ રમ્યા હતા. ચેન્નઇ, પંજાબ અને મુંબઈ એકમાત્ર એવી ટીમો હતી, જેમાં એકપણ પાકિસ્તાની ક્રિકેટર પસંદ નહોતો કરાયો. કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)માં સૌથી વધુ 4 પાકિસ્તાની ક્રિકેટરો રમ્યા હતા.

રાજસ્થાન રોયલ્સ (RR)માં 3, જ્યારે દિલ્હી ડેરડેવિલ્સ (DD)અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)માં 2-2 ખેલાડીને સ્થાન મળ્યું હતું. હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સ (DC)માં એકલા શાહિદ આફ્રિદીને સામેલ કરાયો હતો.

મુંબઈએ સૌથી વધુ 5 અને ચેન્નઈએ 3 વાર ટૂર્નામેન્ટ જીતી
2008માં રાજસ્થાન રોયલ્સે IPLનું શીર્ષક જીત્યું હતું. તેણે ફાઇનલમાં ચેન્નઈ સુપરકિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. અત્યારસુધીમાં મુંબઇએ 5 વખત અને ચેન્નઈએ 3 વખત IPLનું ટાઇટલ જીત્યું છે. કોલકાતા અને હૈદરાબાદની ટીમ 2-2 વખત ચેમ્પિયન રહી ચૂકી છે. IPLની 14મી સીઝન આ વર્ષે 9 એપ્રિલથી 30 મેની વચ્ચે રમાશે.

પ્રથમ સીઝનમાં જ પાકિસ્તાની ઝડપી બોલર સોહેલ તનવીરે એક મેચમાં 6 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે રાજસ્થાન તરફથી રમ્યો હતો. તનવીરે ચેન્નઈ સામે 4 ઓવરમાં 14 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેનો આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના બોલર અલજારી જોસેફે તેના 11માં વર્ષે તોડ્યો હતો. જોસેફે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હૈદરાબાદ વિરુદ્ધ 3.4 ઓવરમાં 12 રન આપીને 6 વિકેટો ઝડપી હતી.

આ બંને સિવાય ઓસ્ટ્રેલિયન બોલર એડમ ઝેમ્પાએ પણ IPL 2016ની સીઝનમાં એક મેચમાં 6 વિકેટ ઝડપી હતી. જોકે આ સફળતા મેળવવા માટે તેણે 4 ઓવરમાં 19 રન ખર્ચ્યા હતા. ઝેમ્પાએ રાઇઝિંગ પુણે સુપર જાઇન્ટ્સ તરફથી રમતી વખતે હૈદરાબાદ વિરુદ્ધ વિકેટો લીધી હતી.

સોહેલ તનવીરે જે એક મેચમાં 6 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો એ 11મા વર્ષે તૂટ્યો હતો.
સોહેલ તનવીરે જે એક મેચમાં 6 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો એ 11મા વર્ષે તૂટ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો