તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:ભારતમાં કોરોનાની સ્થિતિ નહીં સુધરે તો T-20 વર્લ્ડ કપ UAEમાં યોજાશે

મુંબઇ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
જો T-20 વર્લ્ડ કપનું આયોજન દેશમાં થશે તો પણ તે 9 શહેરો નહીં પણ ચાર કે પાંચ શહેરો પૂરતું મર્યાદિત રહેશે.  - Divya Bhaskar
જો T-20 વર્લ્ડ કપનું આયોજન દેશમાં થશે તો પણ તે 9 શહેરો નહીં પણ ચાર કે પાંચ શહેરો પૂરતું મર્યાદિત રહેશે. 
 • ફાઇનલ અમદાવાદમાં યોજવાનો નિર્ણય હતો

દેશમાં આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-20 વર્લ્ડ કપ યોજવાનું આયોજન છે. પણ બીસીસીઆઇએ જણાવ્યું છે કે જો કોરોના સંકટની સ્થિતિ યથાવત રહેશે તો ટી-20 વર્લ્ડ કપ યુએઇમાં યોજવાનો નિર્ણય લેવો પડશે. યુએઇને ટૂર્નામેન્ટના બેકઅપ વેન્યૂ તરીકે રાખવામાં આવ્યું છે.

બીસીસીઆઇના રમતગમત વિકાસ વિભાગના અધિકારી ધીરજ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આઇસીસી ટૂર્નામેન્ટો માટે હંમેશા એક વિકલ્પ હોય છે. ગત વર્ષે આઇસીસીની બેઠક બાદ યુએઇની વિકલ્પ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જો આગામી પાંચ મહિનામાં સ્થિતિ યથાવત રહેશે તો બીજા વિકલ્પ પર વિચારણા કરવી પડશે.એટલું જ નહીં જો આયોજન દેશમાં થશે તો પણ તે 9 શહેરો નહીં પણ ચાર કે પાંચ શહેરો પૂરતું મર્યાદિત રહેશે.

દરમિયાન ભારતમાં કોરોનાની સ્થિતિના કારણે આઇપીએલની રૉયલ ચેલેન્જર બેંગલુરુ ટીમના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેન રિચર્ડસન અને એડમ જમ્પા સ્વદેશ પાછા ફર્યા છે. તેઓ ભારતથી દોહા અને ત્યાંથી મેલબોર્ન પાછા ફર્યા હતા. બન્ને ક્રિકેટર મેલબોર્નની હોટેલમાં 15 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો