7 વર્ષમાં 6 વર્લ્ડ કપ:8 વર્ષમાં બે વખત વર્લ્ડ કપ હોસ્ટ કરશે ભારત; 25 વર્ષ પછી પાકિસ્તાનને મળ્યું યજમાનપદ

16 દિવસ પહેલા

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026થી 2031 સુધી થનારી મેગા ઈવેન્ટ્સની જાહેરાત કરી છે. ભારતને ત્રણ મોટી ટૂર્નામેન્ટની યજમાની મળી છે. ભારત 2026માં શ્રીલંકા સાથે ટી-20 વર્લ્ડ કપ અને 2031માં બાંગ્લાદેશ સાથે વનડે વર્લ્ડ કપને હોસ્ટ કરશે. તે દરમિયાન 2029માં થનારી ચેમ્પિયન ટ્રોફી ભારતમાં રમાશે. પાકિસ્તાનને પણ એક મોટી ટૂર્નામેન્ટની યજમાની મળી છે. તે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી હોસ્ટ કરશે.

2023નો વર્લ્ડ કપ પણ ભારત હોસ્ટ કરશે
2023નો વન-ડે વર્લ્ડ કપ પણ ભારતમાં રમાશે. આ વર્ષે થયેલ ટી-20 વર્લ્ડ કપનું આયોજન ભારતમાં જ થવાનું હતું પરંતુ કોરોનાના કારણે તેનું આયોજન ઓમાન અને UAEમાં કરવામાં આવ્યું. જોકે, તેની યજમાનીનો અધિકાર ભારત પાસે જ હતો. વર્ષ 2011માં વનડે વર્લ્ડ કપ પણ ભારતે બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે હોસ્ટ કર્યો હતો અને ટૂર્નામેન્ટની ફાઈનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.

પાક.ને 25 વર્ષ પછી મોટી તક મળી
પાકિસ્તાનને 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાી સોંપવામાં આવી છે. લગભગ 25 વર્ષની લાંબી રાહ જોયા બાદ પાકિસ્તાનમાં ICC ટુર્નામેન્ટ રમાશે. છેલ્લે 1996ની વન ડે વર્લ્ડ કપની કેટલીક મેચો પાકિસ્તાનમાં યોજાઈ હતી.

આમને મળી ICC ટુર્નામેન્ટની યજમાની

  • 2024 ટી-20 વર્લ્ડ કપ: USA અને વેસ્ટ ઈન્ડિઝ
  • 2025 ચેમ્પિયન્સ ટ્રોફી: પાકિસ્તાન
  • 2026 ટી-20 વર્લ્ડ કપ: ભારત અને શ્રીલંકા
  • 2027 વન ડે વર્લ્ડ કપ: સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા
  • 2028 ટી-20 વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ
  • 2029 ચેમ્પિયન્સ ટ્રોફી: ભારત
  • 2030 ટી-20 વર્લ્ડ કપ: ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ
  • 2031 વન ડે વર્લ્ડ કપ: ભારત અને બાંગ્લાદેશ
અન્ય સમાચારો પણ છે...