અંડર-19 વર્લ્ડ કપ- 2022:16 દેશની ટીમો સાથે ટૂર્નામેન્ટમાં 48 મેચ રમાશે, શું ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપમાં ટકરાશે?

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયા 9 જાન્યુઆરીથી અંડર-19 વર્લ્ડ કપમાં રમવા જઈ રહી છે. રવિવારે ભારત વેસ્ટ ઈન્ડrઝ સામે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમશે. 11 જાન્યુઆરીએ ભારતની બીજી વોર્મ-અપ મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે. આવો, અમે તમને આ મેગા-ટૂર્નામેન્ટ વિશે બધું જણાવીએ, જે જાણીને અંડર-19 વર્લ્ડ કપ વિશે તમારા ઉત્સાહમાં વધારો થશે.

કોણ હોસ્ટ છે, કેટલી ટીમો ભાગ લેશે?
વેસ્ટ ઈન્ડીઝમાં અંડર-19 વર્લ્ડ કપ 2022નું આયોજન થઈ રહ્યું છે. વેસ્ટ ઈન્ડીઝ પ્રથમ વખત અંડર-19 વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. આ ટૂર્નામેન્ટ 14 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી રમાશે. એમાં 16 દેશની ટીમો ભાગ લઈ રહી છે. ફાઈનલ સહિત 48 મેચ યોજાશે. વોર્મ-અપ મેચો પછી ભારત 15 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે તેના અભિયાનની શરૂઆત કરશે. ભારતને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં દક્ષિણ આફ્રિકા ઉપરાંત આયર્લેન્ડ અને યુગાન્ડાની ટીમો છે.

ન્યૂઝીલેન્ડની જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કરવામાં આવ્યું
ન્યૂઝીલેન્ડ આ વખતે અંડર-19 વર્લ્ડ કપમાં ભાગ નહીં લે, કેમ કે તેમના પરત આવ્યા બાદ નક્કી કરાયેલા ક્વોરન્ટીનના નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે, એ જ કારણે ન્યૂઝીલેન્ડની ટીમ આ ટૂર્નામેન્ટમાં આ વર્ષે ભાગ નહિ લે. એના સ્થાને સ્કોટલેન્ડની ટીમ રમવા જઈ રહી છે. સ્કોટલેન્ડ ગ્રુપ ડીમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝ સાથે છે.

કઈ-કઈ ટીમો કયા ગ્રુપમાં છે

  • ગ્રુપ A - બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, કેનેડા, સંયુક્ત આરબ અમીરાત
  • ગ્રુપ B - ભારત, આયર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા
  • ગ્રુપ C - અફઘાનિસ્તાન, પાકિસ્તાન, પપુઆ ન્યૂ ગિની, ઝિમ્બાબ્વે
  • ગ્રુપ D - ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડીઝ

ભારતીય ટીમ સૌથી વધુ વર્લ્ડ કપ જીતનારી ટીમ
ભારતીય ટીમ અન્ડર 19 વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2000, 2008, 2012 અને 2018માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી વર્ષ 2016 અને 2020માં ન્યૂઝીલેન્ડમાં આયોજિત ટૂર્નામેન્ટની અગાઉની ટૂર્નામેન્ટમાં ભારત ઉપ-વિજેતા રહી હતી.

લાઈવ ટેલિકાસ્ટ કઈ ચેનલ પર થશે?
તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર U-19 વર્લ્ડ કપની લાઈવ મેચો જોઈ શકો છો. એ જ સમયે મેચોનું લાઇવ સ્ટ્રીમ હોટસ્ટાર પર પણ થશે.

શું ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે?
ભારત અને પાકિસ્તાન લીગ મેચ દરમિયાન ટકરાશે નહીં. બંને ટીમ અલગ-અલગ ગ્રુપમાં છે. આ બંને ટીમ સેમી-ફાઇનલમાં આમને-સામને આવી શકે છે. આ માટે બંને ટીમે પોતપોતાના ગ્રુપમાં નંબર-1 અથવા નંબર-2 હોવું જરૂરી છે.

વર્લ્ડ કપ માટેની ઈન્ડિયન ટીમ
યશ ઢુલ (કેપ્ટન), હરનૂર સિંઘ, અંગકૃશ રઘુવંશી, એસકે રશીદ (વાઈસ-કેપ્ટન), નિશાંત સિંધુ, સિદ્ધાર્થ યાદવ, અનિશ્વર ગૌતમ, દિનેશ બાના (વિકેટમેન), આરાધ્ય યાદવ (વિકેટકીપર), રાજ અંગદ બાવા, માનવ પ્રકાશ, કૌશલ તાંબે , આરએસ હંગારેકર, વાસુ વત્સ, વિકી ઓસ્તવાલ, રવિકુમાર, ગર્વ સાંગવાન.

અન્ય સમાચારો પણ છે...