તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • ICC Test Rankings India Fast Bowler Jasprit Bumrah Jumps 10 Places To Number 9 Captain Virat Kohli Slips

બુમરાહનું ટેસ્ટ ફોર્મેટમાં કમબેક:ICC રેન્કિંગમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટોપ-10મા સામેલ, હવે વર્લ્ડ નંબર 9 બન્યો; કોહલી વન રેન્ક ડાઉન

2 મહિનો પહેલા
  • સપ્ટેમ્બર-2019મા બુમરાહ ટોપ-3મા રહ્યો હતો

ઇંગ્લેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ઈન્ડિયન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટોપ-10 ટેસ્ટ બોલર્સની યાદીમાં સામેલ થઈ ગયો છે. બુમરાહે પહેલી ટેસ્ટમાં 110 રન આપી 9 વિકેટ લીધી હતી. તે ટેસ્ટ બોલર્સની રેન્કિંગમાં 10મા ક્રમાંકથી 9મા નંબર પર પહોંચી ગયો છે.

સપ્ટેમ્બર-2019મા ટોપ-3મા રહ્યો બુમરાહ
બુમરાહ પહેલી પણ ટોપ-10 લિસ્ટનો ભાગ રહી ચૂક્યો છે. સપ્ટેમ્બર-2019મા તે કરિયર બેસ્ટ ત્રીજા સ્થાન પર રહ્યો હતો. બુમરાહ હવે 760 પોઇન્ટ સાથે 9મા ક્રમાંક પર છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ 908 પોઇન્ટ સાથે વિશ્વનો નંબર-1 ટેસ્ટ બોલર બની ગયો છે. ઈન્ડિયન ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન 856 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડનો ટિમ સાઉદી 824 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે.

વિરાટ કોહલી વન રેન્ક ડાઉન
ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં ગોલ્ડન ડક (પહેલા બોલ પર 0 રને આઉટ) પર આઉટ થતા વિરાટ ટેસ્ટ બેટ્સમેનની રેન્કિંગમાં 1 પોઇન્ટ ડાઉન થયો હતો. તે હવે 791 પોઇન્ટ સાથે પાંચમા ક્રમાંક પર છે. એજ ટેસ્ટ મેચમા સદી ફટકારનાર જો રૂટ 846 પોઇન્ટ સાથે ચોથા ક્રમાંક પર આવી ગયો છે. રૂટ આ ટેસ્ટ મેચ પહેલા પાચમા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ (891 પોઇન્ટ) અને માર્ન લાબુશેન 878 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંક પર છે.

રોહિત અને રિષભ પંત ટોપ-10મા યથાવત
ઈન્ડિયન ઓપનર રોહિત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ટેસ્ટ બેટ્સમેનની યાદીમાં ટોપ-10મા યથાવત છે. રોહિત 764 પોઇન્ટ સાથે પાંચમા અને રિષભ પંત 746 પોઇન્ટ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે. રવીન્દ્ર જાડેજા ત્રીજાથી સીધો 36મા ક્રમાંકે પહોંચી ગયો છે. વળી, કે.એલ.રાહુલનું રેન્કિંગ ડાઉન થયું છે, તેણે 84 અને 26 રનની ઈનિંગ રમી હતી.

અન્ય સમાચારો પણ છે...