• Gujarati News
  • Sports
  • Cricket
  • ICC T20 NEW RULE| The Fielding Unit Will Be Penalized For Slow Over Rate, The Opposing Team Will Benefit; There Will Also Be A Drinks Break Between Innings

ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાં નવા નિયમો લાગૂ:સ્લો ઓવર રેટના કારણે ફિલ્ડિંગ યૂનિટને સજા મળશે, સામેની ટીમને ફાયદો થશે; ઈનિંગ વચ્ચે ડ્રિંક્સ બ્રેક પણ મળશે

13 દિવસ પહેલા
ફાઈલ ફોટો
  • ICCને આ વિચાર ઇંગ્લેન્ડમાં આયોજિત ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટ પરથી આવ્યો

ICCએ ઈન્ટરનેશનલ T20 મેચ માટે નવા નિયમો બનાવ્યા છે. જેના પ્રમાણે હવે સ્લો ઓવર રેટના કારણે પેનલ્ટીનો નિયમ લાગૂ કરાયો છે અને ઈન્ટરનેશનલ T20 મેચ દરમિયાન ડ્રિંક્સ બ્રેક પણ લઈ શકાશે. ઉલ્લેખનીય છે કે આ તમામ નિયમો 2022 જાન્યુઆરીથી લાગૂ થઈ જશે. તેવામાં નવા નિયમો લાગૂ થયા પછી જો કોઈ ટીમનો સ્લો ઓવર રેટ રહેશે તો બાકીની બધી ઓવરમાં એ ટીમનો એક ફિલ્ડર 30 યાર્ડના દાયરાથી બહાર ફિલ્ડિંગ નહીં કરી શકે. તેને 30 યાર્ડ સર્કલમાં જ રહેવું પડશે.

અત્યારસુધી સ્લો ઓવર રેટના કારણે માત્ર દંડ ફટકારવામાં આવતો હતો તથા કેપ્ટનને ડિમેરિટ પોઈન્ટ મળતો હતો. વળી ખેલાડીઓની સેલેરીમાંથી કેટલા ટકા રૂપિયા કપાતા હતા. પરંતુ નવા નિયમો આવ્યા પછી આ તમામ સજાઓ તો યથાવત્ જ રહેશે પરંતુ આની સાથે ફિલ્ડિંગ ટીમનો એક ખેલાડી બાકીની દરેક ઓવરમાં 30 યાર્ડ સર્કલ બહાર ઊભો નહીં રહી શકે. આ નિયમો સાથે પહેલી ઈન્ટરનેશનલ T20 મેચ વેસ્ટઈન્ડિઝ અને આયરલેન્ડ વચ્ચે 16 જાન્યુઆરીએ જમૈકાના સબાઈના પાર્કમાં રમાશે. વળી મહિલા ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 18 જાન્યુઆરીથી આ નિયમો સાથે મેચ રમાશે.

ICCનું નિવેદન સામે આવ્યું
ICCએ નિવેદનમાં જણાવ્યું કે ઓવર રેટના નિયમો પહેલાથી જ નક્કી છે. આની સાથે જ જો ફિલ્ડિંગ ટીમ નિશ્ચિત સમયમાં છેલ્લી ઓવરનો છેલ્લો બોલ ફેંકવાની સ્થિતિમાં નહીં હોય તો બાકીની બધી ઓવરમાં તેની ટીમને એક ફિલ્ડર 30 યાર્ડ સર્કલ બહાર ઓછો ઊભો રહેશે.

આ ફેરફાર ICC ક્રિકેટ કમિટિના જણાવ્યા પછી કરાયો છે. તેને આ વિચાર ઇંગ્લેન્ડમાં આયોજિત ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટ પરથી આવ્યો, એમાં આવો એક નિયમ છે. આનાથી મેચની ગતિ સુધારી શકાશે.

અઢી મિનિટનો ડ્રિંક્સ બ્રેક
ICCએ T20 મેચ દરમિયાન ઈનિંગ વચ્ચે ડ્રિંક્સ બ્રેકની અનુમતિ આપી છે. આ બ્રેક વૈકલ્પિક રહેશે, જે ટીમને જોઈએ તે ટીમ એકવાર લઈ શકશે. આનો સમય અઢી મિનિટનો રહેશે અને દ્વિપક્ષીય સિરીઝ શરૂ થતા પહેલા બંને ટીમ આ માટે રાજી હોય તો જ આ બ્રેક લેવાશે.

અન્ય સમાચારો પણ છે...