તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ICC ટેસ્ટ રેન્કિંગમાં જો રૂટ છવાયો:રોહિત શર્માએ વિરાટને ઓવરટેક કર્યો, 3 ટેસ્ટમાં કોહલી ફેલ જતા ટોપ-5ની બહાર ફેંકાયો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇંગ્લિશ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ટોપ-5ની યાદીમાં સામેલ

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થનારી ચોથી ટેસ્ટ મેચ પહેલા ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટાપાયે ફેરફાર જોવા મળ્યા છે. તાજેતરમાં ICCના પોઇન્ટ ટેબલના આધારે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે. રૂટે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને પછાડીને આ સ્થાન મેળવ્યું છે. એક બાજુ જો રૂટે પહેલા નંબર પર કબજો કરીને બેઠો છે તો બીજી બાજુ વિરાટ કોહલી સતત ખરાબ ફોર્મના કારણે ટોપ-5માંથી પણ બહાર ફેંકાઈને છઠ્ઠા ક્રમાંક પર આવી પહોંચ્યો છે.

રોહિતે કોહલીને ઓવરટેક કર્યો
ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીને 10 પોઇન્ટનું નુકસાન થયું છે જેના કારણે તે પાંચમાથી છઠ્ઠા ક્રમાંક પર પહોંચી ગયો છે. વળી રોહિત શર્માએ રેન્કિંગમાં 1 સ્ટેપ આગળ વધીને પાંચમા નંબર પર સ્થાન મેળવી લીધું છે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ખરાબ ફોર્મના કારણે ટોપ-10 બેટ્સમેનની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયો છે.

રૂટને પ્રશંસનીય ફોર્મના કારણે મળ્યું ઈનામ
આ વર્ષે જો રૂટ આક્રમક પ્રદર્શનની સહાયતાથી મેચ દર મેચ હાઇસ્કોર બનાવી રહ્યો છે. તેવામાં જો રૂટે ઈન્ડિયા સામે રમાઈ રહેલી 5 ટેસ્ટની સિરીઝની ત્રણેય મેચમાં સદી નોંધાવીને 126ની એવરેજથી 507 રન કર્યા છે. આ વર્ષના પ્રદર્શનની વાત કરીએ તો જો રૂટે મોટાભાગના ઈન્ટરનેશનલ બોલર્સ સામે આક્રમક ઈનિંગ રમી હતી.

2021મા જો રૂટે માત્ર 11 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે 1398 રન બનાવ્યા છે. વળી રૂટે 21 ઈનિંગમાંથી 6મા સદી પણ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે જો રૂટ 6 વર્ષ પછી ટેસ્ટ રેન્કિંગમાં પહેલા નંબર પર પહોંચ્યો છે.

બોલિંગમાં એન્ડરસનની બોલબાલા
બોલિંગમાં રેન્કિંગની વાત કરીએ તો કઇ ખાસ ફેરફાર થયો હોય તેવું જોવા મળ્યું નથી. અત્યારે પેટ કમિન્સ (908) પોઇન્ટ સાથે પહેલા નંબર પર છે, જ્યારે બીજા નંબર પર ઈન્ડિયન ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (839) છે. ત્રીજા ક્રમાંક પર કીવી ફાસ્ટ બોલર ટિમ સાઉથી છે. તેવામાં જેમ્સ એન્ડરસન છઠ્ઠાથી પાંચમા ક્રમાંકે આવી પહોંચ્યો છે. ટોપ-10મા ભારતીય બોલર આર અશ્વિન પછી 10માં ક્રમાંકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સ્થાન મેળવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...