T20 વર્લ્ડ કપની તારીખો જાહેર:ICCએ કહ્યું- 17 ઓક્ટોબરે શરૂ થશે ટૂર્નામેન્ટ; 14 નવમ્બરે ફાઈનલ, ઓમાનમાં પણ મેચ રમાશે

એક વર્ષ પહેલા
  • પ્રથમ રાઉન્ડમાં 8 ટીમ રમશે, સુપર-12 બાદ સેમિ ફાઈનલ રમાશે

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આજે (મંગળવારે) સત્તાવાર જાહેરાત કરી છે કે T20 વર્લ્ડ કપ UAE અને ઓમાનમાં યોજાશે. આ ટૂર્નામેન્ટ 17 ઓક્ટોબરે શરૂ થશે અને 14 નવેમ્બરે ફાઈનલ યોજાશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ પહેલા જણાવ્યું હતું કે કોરોના મહામારીન કારણે આ વર્ષે T20 વર્લ્ડ કપ ભારતમાં રમાઈ શકે તેમ નથી. તેમનું કહેવું હતું કે દરેક ખેલાડીની સુરક્ષા જરૂરી છે, આગામી દિવસોમાં કોરોનાની શું સ્થિતિ સર્જાશે તે કહેવુ મુશ્કેલ છે.

T20 વર્લ્ડ કપની સાથે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ.
T20 વર્લ્ડ કપની સાથે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ.

BCCI જ હોસ્ટ રહેશે
ICC એ જણાવ્યું હતું કે BCCI જ આ ટૂર્નામેન્ટ હોસ્ટ કરશે. મેચ ચાર સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમ શેખ ઝાએદ (અબુધાબી), દુબઈ ઈન્ટરનેશનલ, શારજાહ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ છે.

પ્રથમ રાઉન્ડમાં 8 ટીમ
ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં 8 ટીમ બે ગ્રુપમાં રમશે. એક ગ્રુપની મેચ UAE અને બીજા ગ્રુપની મેચ ઓમાનમાં રમાશે. બાંગ્લાદેશ, શ્રીલંકા, નેધરલેન્ડ,સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની આ ટીમો છે. બન્ને ગ્રુપમાંથી બે બે ટીમ સુપર 12માં રમશે. સુપર-12 પણ બે ગ્રુપમાં રમાશે. ત્યાર બાદ બન્ને ગ્રુપમાંથી બે બે ટીમ સેમીફાઈનલમાં પહોંચશે.

5 વર્ષ પછી રમાશે T20 વર્લ્ડ કપ
ICC કેલેન્ડરમાં T20 વર્લ્ડ કપ દર બે વર્ષે યોજાનાર ટૂર્નામેન્ટ છે.પરંતુ આ વખતે તેનું આયોજન પાંચ વર્ષ પછી થશે. 2020માં આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં રમાનાર હતી. પરંતુ કોરોનાના કારણે તેને સ્થગિત કરાઈ હતી. 2021માં ભારતમાં રમાવાની હતી. પરંતુ BCCIએ તેને UAE અને ઓમાનમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...