• Gujarati News
  • Sports
  • Cricket
  • ICC And BCCI Meeting Today On Hosting The Tournament In India Or UAE, 6 Issues Including Visa Of Pakistan Team Can Be Discussed

ટી-20 વર્લ્ડ કપના યજમાન કોણ?:ભારત અથવા UAEમાં ટૂર્નામેન્ટ યોજવા બાબતે આજે ICC અને BCCIની બેઠક, પાકિસ્તાનની ટીમના વિઝા સહિત 6 મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે

દુબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌરવ ગાંગુલી, જય શાહ અને રાજીવ શુક્લા સહિતના બોર્ડના ઉચ્ચ અધિકારીઓ UAE પહોંચી ગયા છે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચે આજે ટી -20 વર્લ્ડને હોસ્ટ કરવા અંગે વાતચીત થશે. આ માટે બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા સહિતના બોર્ડના ઉચ્ચ અધિકારીઓ UAE પહોંચી ગયા છે. વર્લ્ડ કપમાં હવે માત્ર સાડા ચાર મહિના જ બાકી છે. આવી સ્થિતિમાં, સ્થળ અને તારીખ વિશે બંને વચ્ચે ચર્ચા થઈ શકે છે.

બોર્ડ જો કે ICCપાસે હાલમાં કોઈપણ બાબતને ફાઇનલ કરતા પહેલા 1 મહિનાનો સમય માંગી શકે છે. આ સાથે આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાની ખેલાડીઓને વિઝા આપવાની વાત પણ થઈ શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) આઈસીસી તરફથી વિઝા ન મળવા અંગે ઘણી વખત ફરિયાદ કરી ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે તે 6 મુદ્દાઓ જેના પર બેઠકમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકાય છે.

1. ટી-20 વર્લ્ડ કપ: આ બેઠકનો મુખ્ય હેતુ ટી-20 વર્લ્ડ કપ જ રહેવાનો છે. ICC આટલા જલ્દી ભારતથી યજમાની છીનવીને યુએઈને આપી શકશે નહીં. જ્યારે IPL રદ કરવામાં આવી હતી, તે સમયે ભારતમાં કોરોના કેસ ટોચ પર હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તેમાં ઘટાડો થયો છે.

આવી સ્થિતિમાં BCCI એક મહિનાનો સમય લઈને પરિસ્થિતિની સમીક્ષા કરવા માંગે છે. 29 મેના રોજ બોર્ડે રાજ્યના ક્રિકેટ સંગઠનોને કહ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી વર્લ્ડ કપ અંગે વધુ એક મહિનાનો સમય માંગશે.

આ સાથે જ BCCI તેને UAEમાં યોજવા બાબતે પણ વિચાર કરી શકે છે. જો કે, પ્લાન-Bની સંભાવના ઓછી છે. UAEમાં 18-19 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી IPL પણ યોજાનાર છે. આવી સ્થિતિમાં, જ્યારે UAEમાં વર્લ્ડ કપ પણ યોજવામાં આવે છે, ત્યારે ICC ફક્ત 1 અઠવાડિયા પહેલા જ સ્ટેડિયમ મેળવી શકશે, જે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની તૈયારી અનુસાર યોગ્ય લાગતું નથી.

2. ટેકસમાં છૂટ : 2016 ટી-20 વર્લ્ડ કપ બાદથી જ BCCI અને ICCની વચ્ચે ટુર્નામેન્ટ હોસ્ટ કરવા બાબતે ટેક્સમાં છૂટ આપવા બાબતે ચર્ચા થઈ રહી છે. બોર્ડ આ બાબતે અનેક વખત ભારત સરકાર સામે પણ રજૂઆત કરી ચૂક્યું છે. જો કે હજી આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

જો કેન્દ્ર સરકાર ટેક્સમાં 10%ની પણ છૂટ આપે છે, તો બોર્ડને લગભગ 226 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે, કોઈ પણ છૂટ ન મળે તેવી સ્થિતિમાં BCCIને વર્લ્ડ કપ રમાડવા માટે 906 કરોડ રૂપિયા આપવા પડશે. જો બોર્ડ સરકાર પાસેથી ટેક્સમાં છૂટની વ્યવસ્થા નથી કરી શકતું તો તેને ICCના 905 કરોડ રૂપિયાની રેવન્યૂથી પણ હાથ ધોવા પડી શકે છે.

3. પાકિસ્તાન ટીમને વીઝા : PCB ઘણી વખત BCCI પર વીઝા ન આપવાનો આરોપ લગાવી ચૂક્યું છે. જો કે, બોર્ડે કહ્યું હતું કે પાકિસ્તાન ટીમને સુરક્ષા સાથે એન્ટ્રી આપવામાં આવશે. પણ ICC આ મુદ્દાને બોર્ડ સમક્ષ ઉઠાવી શકે છે. ટી-20 વર્લ્ડ કપમાં 16 ટીમો ભાગ લેશે અને આ માટે 9 વેન્યૂની પસંદગી કરાઇ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દૃપક્ષિત સીરિઝ 2012માં રમાઈ હતી.

જ્યારે, 2016માં પાકિસ્તાન ટીમ ટી-20 વર્લ્ડ કપ રમવા ભારત આવી હતી. જો કે, ત્યાર બાદ સીઝફાયર અને પુલવામાં હુમલો જેવી ગંભીર બાબતોને કારણે ભારત સરકારે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખ્યો ન હતો. ICC BCCIને ભારત સરકાર સાથે આ મુદ્દે પણ વાતચીત કરવા માટે જણાવી શકે છે.

4. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું પ્રથમ સંસ્કરણ 2018માં શરૂ થયું હતું. 2019 સુધી બધું સારું રહ્યું, પરંતુ 2020માં કોરોનાને કારણે ઘણી સીરિઝ રદ કરવી પડી હતી. આની સીધી અસર પોઇન્ટ ટેબલ પર પડી અને ICC ક્રિકેટ કમિટીએ તેના નિયમોમાં ફેરફાર કરવો પડ્યો.

આ પ્રમાણે ભારત અને ન્યૂઝીલેન્ડ 18 જૂનથી ફાઈનલ મેચ રમશે. જો કે, ઘણા દેશોના ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓએ પણ નવી પોઇન્ટ પર્સેંટ સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા હતા. આવી સ્થિતિમાં ICC તેને 2023 સુધી મુલતવી રાખી શકે છે.

5. ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP): હાલના FTPને કોરોનાને કારણે ઘણું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, આગામી સમયમાં કોરોનાને ધ્યાનમાં રાખીને ICC કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે. આમાં ક્રિકેટ રમતા નાના દેશોને પસંદગી કરવામાં આવી શકે છે. કોરોનાને લીધે ક્રિકેટ રમતા એશિયાના ઘણા નાના દેશોને ઘણું નુકશાન થયું હતું. આ સાથે જ 2023 અને 2031ની વચ્ચે ફ્યુચર ટૂર પ્રોગ્રામ પર પણ ચર્ચા થઈ શકે છે.

વનડે વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા 10 થી વધારીને 14 કરવાના નિર્ણયને પણ બેઠકમાં મંજૂરી આપી શકાય છે. હાલમાં 10 ટીમો રાઉન્ડ રોબિન ફોર્મેટમાં મેચ રમે છે. આ પછી, ટોપ-4 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરે છે. 2027 વર્લ્ડ કપથી તે ગ્રુપ લીગ રાઉન્ડ અને સુપર -6 ફોર્મેટમાં રમી શકાય છે.

6. દર વર્ષે એક ICC ઇવેન્ટ: 2019માં ICCએ નિર્ણય લીધો હતો કે એક ક્રિકેટ સાઇકલમાં ઓછામાં ઓછી 8 ICC ઇવેન્ટ્સ યોજવામાં આવશે. જો કે, તેમાં BCCI સહિત મોટા-3 રાષ્ટ્રોએ તેમાં રસ દાખવ્યો ન હતો. પરંતુ કોરોનાને કારણે થયેલા નુકસાન બાદ બિગ-3 8 ઇવેન્ટ્સની તરફેણમાં આવી ગયા છે.

આ સાથે ચેમ્પિયન્સ ટ્રોફીને દૂર કરીને ટી-20 વર્લ્ડ કપ ઉમેરવામાં આવ્યો હતો. 2023-31 સાઇકલમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી પાછી લાવવામાં આવી શકે છે. આ સાથે, તેમાં એસોસિએટ દેશોને પણ ક્વોલિફાય કરવાની તક પણ આપવામાં આવી શકે છે.