તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહાણેના વખાણ:ઇયાન ચેપલે કહ્યું- અજિંક્ય રહાણે બહાદુર અને સ્માર્ટ, તેનો જન્મ જ ટીમ ઇન્ડિયાની કપ્તાની કરવા માટે થયો છે

મેલબોર્ન2 મહિનો પહેલા
અજિંક્ય રહાણેને મેલબોર્ન ટેસ્ટમાં 112 રનની કપ્તાની ઇનિંગ્સ રમવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. - Divya Bhaskar
અજિંક્ય રહાણેને મેલબોર્ન ટેસ્ટમાં 112 રનની કપ્તાની ઇનિંગ્સ રમવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઇયાન ચેપલે વર્તમાન ભારતીય ટીમની કપ્તાની કરી રહેલા અજિંક્ય રહાણેની પ્રશંસા કરી હતી. રહાણેને બહાદુર અને સ્માર્ટ ગણાવતા તેમણે કહ્યું હતું કે, તેનો જન્મ જ ટીમની કપ્તાની કરવા માટે થયો છે. ખરેખર, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ બાદ નિયમિત કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી પર ગયો છે. તેની ગેરહાજરીમાં રહાણે ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.

પહેલી ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમે રહાણેની કેપ્ટનશીપ હેઠળ બોક્સિંગ-ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે માત આપી હતી. આ મેચની મોટી વાત એ હતી કે તેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી નહોતા. રહાણેએ મેચમાં 112 રનની કેપ્ટન ઈનિંગ્સ રમી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો. અત્યારે, શ્રેણી 1-1થી બરાબર છે.

ચેપલે ક્રિકેટ વેબસાઇટ ઇએસપીએન ક્રિકઇન્ફો માટેની કોલમમાં લખ્યું હતું - અજિંક્ય રહાણેએ એમસીજીમાં કમાન સંભાળી હતી. આ આશ્ચર્યજનક નથી. જેણે પણ તેને 2017ની ધર્મશાલા ટેસ્ટમાં કપ્તાની કરતા જોયો હશે, તે સમજી શકશે કે તે (રહાણે) ક્રિકેટ ટીમની કપ્તાની કરવા માટે જન્મ્યો હતો. 2017ની મેચમાં અને મેલબોર્ન ટેસ્ટમાં ઘણી સમાનતાઓ હતી. મેચમાં નીચેના ક્રમે વિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી. જરૂર પડે ત્યારે રહાણેએ પણ ઝડપી રન બનાવ્યા હતા.

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને લખ્યું છે કે, "ધર્મશાલામાં બનેલી એક ઘટનાએ મારું ધ્યાન સૌથી વધુ આકર્ષ્યું. મેચની પ્રથમ ઇનિંગ્સમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ સદીની ભાગીદારી સાથે મજબૂત રમત દાખવી રહ્યા હતા, ત્યારે કેપ્ટન રહાણેએ ડેબ્યુ મેચમાં રમી રહેલા કુલદીપ યાદવને બોલિંગ આપી હતી. તેનો આ નિર્ણય ખૂબ બોલ્ડ હતો. તેની સ્માર્ટ ચાલે કામ પણ કર્યું અને કુલદીપે વોર્નરને આઉટ કરીને ભારતને નિર્ણાયક વિકેટ આપી. આ કેચ પણ રહાણે પહેલી સ્લિપ પર લીધો હતો. કુલદીપે ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. આ એક સફળ કેપ્ટનની ઓળખ પણ છે."

ચેપલે કહ્યું કે, રહાણે મેદાન પર શાંતિથી ધીરજ રાખીને કપ્તાની કરે છે અને ટીમને જીત અપાવે છે. તેના બધા સાથી ખેલાડીઓ પણ તેને ખૂબ માન આપે છે. સારા કપ્તાન જ્યારે પણ ટીમને જરૂર હોય ત્યારે રન બનાવે છે.

ભારતે ઓસ્ટ્રેલિયાને ધર્મશાલા ટેસ્ટમાં 8 વિકેટે માત આપી હતી. રહાણેએ પ્રથમ દાવમાં 46 રન બનાવ્યા હતા અને આ મેચની બીજી ઇનિંગમાં અણનમ 38 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 63 રન બનાવ્યા હતા. તેણે મેચમાં 4 વિકેટ પણ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો