તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેયસ અય્યર કમબેક કરવા તૈયાર:ઈન્ડિયન બેટ્સમેને કહ્યું- ખભાની ઈજા પછી થોડો ઉદાસ થઈ ગયો હતો, પરતું હવે શાનદાર કમબેક માટે તૈયાર છું

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રેયસ અય્યર પોતાની સર્જરી વખતના સમયને યાદ કરતા ભાવુક થયો
  • ઈંગ્લેન્ડ વિરુદ્ધની મેચમાં ખભા પર ઈજા થઈ હતી

ભારતીય મધ્યક્રમના બેટ્સમેન શ્રેયસ અય્યર એક વાર ફરી મેદાન પર કમબેક કરવા માટે તૈયાર છે. અય્યર આ વર્ષે ઈગ્લેન્ડ વિરુદ્ધ રમવામાં આવેલી સિરીઝની પહેલી મેચમાં ઈજાગ્રસ્ત થયા હતાં, જેના લીધે તે IPLના ફેઝ-1માં પણ રમતા નજરે આવ્યો નહોતો.

ખભા પર ગંભીર ઈજા પહોંચી હતી
પુણેમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન ડેમાં ફિલ્ડિંગ કરતી વખતે શ્રેયસ અય્યરને ખભા પર ગંભીર ઈજા થઈ હતી. જે પછી તેને છ મહિના સુધી મેદાનથી દૂર રહેવું પડ્યું હતું. ઇજાને કારણે અય્યરને ખભાની સર્જરી પણ કરાવવી પડી હતી.

ઈંગ્લેન્ડ સામેની મેચમાં શ્રેયસ અય્યરને ખભા પર ઈજા પહોંચી હતી- પ્રતીકાત્મક તસવીર
ઈંગ્લેન્ડ સામેની મેચમાં શ્રેયસ અય્યરને ખભા પર ઈજા પહોંચી હતી- પ્રતીકાત્મક તસવીર

રડતા-રડતા મેદાનની બહાર ગયો હતો
શ્રેયસ અય્યરે હાલમાં જ પોતાની ઈજા બાબતે ઈન્ડિયા ટુડે સાથે વાતચીત કરી અને કહ્યું- હવે હું સારો અનુભવ કરી રહ્યો છુ. ઈમાનદારીથી કહું તો અહી સુધીની સફર સારી રહી છે. પરંતુ મને ઈજા થઈ હતી ત્યારે હું થોડો ઉદાસ થઈ ગયો હતો. મને સમજમાં નહોતું આવી રહ્યુ હતું કે હું શું કરું. ઈજા બાદ જ્યારે હું મેદાનથી ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે હું રડી રહ્યો હતો. મને આ વાતને માનવામાં થોડો સમય લાગેશે. જોકે, દરેકને આ પરિસ્થિતિઓથી પસાર થવું જ પડે છે. પરંતુ આપને જોરદાર કમબેક માટેનો પ્રયત્ન કરવો પડે છે.

T-20 વર્લ્ડકપ પર નજર
અય્યર મેદાનમાં પાછા ફરવા અને મજબૂત પ્રદર્શન કરવા માટે બેતાબ છે. તેણે કહ્યું મને લાગે છે કે આ મારા માટે એક મહાન તક છે. ઈજા સાથે પાછા ફરતી વખતે IPLમાં અને પછી ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવાની મારા માટે સારી તક છે. કોઈપણ ઈન્ડિયન પ્લેયર માટે આ બે સૌથી મોટી ઇવેન્ટ્સ છે.

કેપ્ટનશીપ મુદ્દે અત્યારે કઈ પણ કહેવું મુશ્કેલ
શ્રેયસ અય્યરે ફિટનેસ ટેસ્ટમાં પાસ થયા બાદથી જ ચાહકોમાં ઉત્સુકતા છે કે તે IPL 2021ના UAE તબક્કામાં કેપ્ટન્સીમાં પાછો ફરશે કે રિષભ પંતને કેપ્ટન તરીકે જાળવી રાખવામાં આવશે. જોકે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

અન્ય સમાચારો પણ છે...