તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રિકેટ:મને સફેદ બૂટ પહેરીને રમવાનું ગમે છે, ખાસ કરીને બેટિંગ, જે મારા માટે અંધવિશ્વાસ જેવું છે : કોહલી

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ક્રિકેટ હોય કે આઈપીએલ વિરાટ કોહલી સફેદ બૂટ પહેરીને બેટિંગ કરવા ઉતરવા છે.
  • ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ લાઈવ ચેટ દરમિયાન પોતાના અંધવિશ્વાસનો ખુલાસો કર્યો છે
  • કોહલીએ ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટીના કોચ પેપ ગુઆર્ડિઓલા સાથે વાત કરી

ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર હંમેશાં સફેદ બૂટમાં જ દેખાય છે. પછી તે ઈન્ટરનેશનલ ક્રિકેટ હોય કે આઈપીએલ. વિરાટે સફેદ બૂટ પહેરીને બેટિંગ કરવા ઉતરવાનો ખુલાસો કર્યો છે. કોહલીએ લાઈવ ચેટ દરમિયાન ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટીના કોચ પેપ ગુઆર્ડિઓલાને કહ્યું કે, ‘મને સફેદ બૂટ પહેરીને બેટિંગ કરવાનું ગમે છે. તે મારા માટે અંધવિશ્વાસ જેવું છે. હું જ્યારે પણ બેટિંગ કરું છું તો તે મારો ઝોન હોય છે અને હું મારી એકદમ નજીક રહીને પરફોર્મ કરવા માગું છું.’

વિરાટે ગુઆર્ડિઓલાને પણ પૂછ્યું કે, તેઓ કેવા પ્રકારના બૂટ પહેરીને રમતા હતા. ગુઆર્ડિઓલાએ કહ્યું કે, ‘હું જ્યારે રમતો હતો ત્યારે માત્ર કાળા બૂટ રહેતા હતા. હવે કાળા બૂટ શોધવા મુશ્કેલ છે. એક વખત મેં લાલ બૂટ પહેર્યા તો મારા મેન્ટર અને મેનેજર જોહાન ક્રિફે મને લાલ બૂટ બદલીને કાળા બૂટ પહેરવા કહ્યું હતું.’ 49 વર્ષના ગુઆર્ડિઓલાએ કહ્યું કે, ‘ખાલી સ્ટેડિયમમાં મેચ રમવું એવું લાગે છે, જાણે ફ્રેન્ડલી મેચ ચાલતી હોય. અમે ફેન્સને મિસ કરીએ છીએ. વાતાવરણ સારું થતાં લોકોને સ્ટેડિયમમાં લાવવા પડશે’.

પિતા બનતા પહેલા મેરિકોમ પાસેથી શીખ લેવા માગે છે કોહલી : કોહલીએ 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરિકોમ સાથે પણ ચેટ કરી હતી. કોહલી આવતા વર્ષે જાન્યુઆરીમાં પિતા બનવાનો છે. તે રમત અને પિતાની જવાબદારીઓ વચ્ચે સંતુલન બનાવવા માટે મેરિકોમ પાસેથી શીખ લેવા માગે છે.

કોહલીએ મેરિકોમને પૂછ્યું, ‘તમે એક માતા છો. પોતાની પ્રેક્ટિસ, વધુ ચેમ્પિયનશિપમાં ભાગ લેવું વગેરેમાં સંતુલન કેવી રીતે બનાવ્યું. માતા-પિતાની ભૂમિકા અને વ્યસ્ત કરિઅર વચ્ચે સંતુલન બનાવવા અંગેની વાત તમારાથી વધુ સારું બીજું કોઈ કરી રીતે સમજાવી શકે.’ મેરિકોમે કહ્યું કે, ‘પતિએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે. હું જે ઈચ્છું છું કે, તેમણે એ દરેક બાબતનું ધ્યાન રાખ્યું છે’.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો