તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રોહિત શર્મા અને ડેવિડ વોર્નરે ઓનલાઈન ચેટ દરમિયાન કહ્યું હતું કે, શિખર ધવન ઝડપી બોલર્સ સામે મેચનો પ્રથમ બોલ રમવા માગતો નથી. ઈરફાન પઠાણ સાથે વાત કરતા ધવને આ વાતનો ઈન્કાર કર્યો હતો. ધવને જણાવ્યું કે, તમામની વિચારવાની પદ્ધતિ અલગ હોય છે. ધવને કહ્યું કે - તે મેચનો પ્રથમ બોલ રમવા માગતો નથી. પરંતુ પૃથ્વી શૉ જેવા યુવા ખેલાડી સાથે ઉતરે ત્યારે તે પ્રથમ બોલ રમે છે. ધવને કહ્યું,‘હું 8 વર્ષનો હતો ત્યારથી ઓપનીંગ બેટિંગ કરતો આવ્યો છું. જો હું પ્રથમ ઓવરમાં ફાસ્ટ બોલર સામે નથી રમતો તો બીજી ઓવરમાં તો રમવું જ પડશે.’ ચેમ્પિયન્સ ટ્રોફી 2013થી રોહિત અને ધવન ઈનિંગ્સની શરૂઆત કરે છે. ધવને કહ્યું કે, ઈંગ્લેન્ડ જેવી સ્થિતિમાં ફાસ્ટ બોલર્સને મદદ મળતી હોય છે ત્યારે દરેક માટે તે પડકાર હોય છે.
ફેન્સ વગરની મેચોમાં
અવાજવાળા ઓડિયો વગાડો
ઈંગ્લેન્ડના ઝડપી બોલર આર્ચરે કહ્યું, જો ક્રિકેટ ખાલી સ્ટેડિયમમાં રમાય તો દર્શકોની બુમોવાળા ઓડિયો વગાડવા જોઈએ. કોરોનાને કારણે અમુક સમય ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવી પડે તેમ છે. આર્ચરે કહ્યું- મેચ દરમિયાન મ્યૂઝિક વાગી શકે તો ફેન્સની તાળીઓ-બુમોના રિએક્શનના ઓડિયો કેમ ના પ્લે કરી શકીએ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.