ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દેખાઈ છે કે કેવી રીતે હાર્દિકે પોતાના ફ્રેન્ડ્સ સાથે મળીને પિતાને સરપ્રાઈઝ ગિફ્ટમાં કાર આપી હતી. તેણે ભાવુક થતાં કેપ્શનમાં લખ્યું છે, "તમે અહીં નથી એટલે રોવું આવે છે, પરંતુ બાળકને કેન્ડી મળી હોય એમ તમને હસતા જોઈને મને આનંદ થાય છે. લવ યુ ડેડ."
2017માં ગિફ્ટ કરી હતી કાર
હાર્દિક અને કૃણાલે સપ્ટેમ્બર 2017માં પિતા હિમાંશુને રેડ કલરની જીપ કમ્પાસ કાર ગિફ્ટ કરી હતી. તેમના પિતાને આ અંગે ખબર નહોતી. તેઓ જીપના શો રૂમમાં ગાડી જોવા ગયા હતા. સેલ્સ પર્સન તેમને કહે છે કે આ મારું લિમિટેડ મોડલ છે. તો હાર્દિકેના પિતા કહે છે કે મને આ કલર, આ મોડલની જ ગાડી જોઈએ છે. આ જ ગાડી અવેલેબેલ છે? આ સોલ્ડ આઉટ છે કે પછી? ત્યારે હાર્દિકનો વીડિયો ફોન આવે છે. તેના પિતા કહે છે કે ભાઈ, તું ગાડી તો જો. હાર્દિક કહે છે કે લઈ લો. તો પિતા કહે છે, ઓકે ચલો. ત્યારે ત્યાં બધા સસ્પેન્સ તોડે છે કે આ ગાડીના માલિક તમે જ છો. હાર્દિક અને કૃણાલે તમને ગિફ્ટ કરી છે. વેલકમ ટુ ધ જી ફેમિલી. અભિનંદન.
71 વર્ષની વયે હાર્ટ-અટેકથી નિધન થયું
17 જાન્યુઆરીના રોજ સવારે હૃદયરોગનો હુમલો થતાં ક્રિકેટરબંધુના 71 વર્ષીય પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું. બંને દીકરાએ પીતાંબર પહેરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કાંધ આપી હતી. બાદમાં વડીવાડી ખાતે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા.
હાર્દિક-કૃણાલના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી
હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાઇનાન્સનો વેપાર કરતા હતા. જોકે થોડા સમય બાદ 1998માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા જવા મજબૂર થયા હતા. એ સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશાં પોતાના બંને દીકરાને પાસે બેસાડી મેચ દર્શાવતા હતા તો અનેકવાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.