તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:અખ્તરે કહ્યું- પાકિસ્તાનની સેનાના બજેટમાં વધારો થતો હોય તો હું ઘાસ ખાવા તૈયાર છું

એક વર્ષ પહેલા

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ARY ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે- હું ઘાસ ખાવા તૈયાર છું, જો તેનાથી દેશની સેનાના બજેટમાં વધારો થતો હોય. જો અલ્લાહ મને ક્યારેય અધિકાર આપે તો હું પોતે ચોક્કસપણે ઘાસ ખાઈને દેશની સેનાનું બજેટ વધારીશ.

'રાવલપિંડી એક્સપ્રેસ'ના નામથી પ્રખ્યાત અખ્તરે કહ્યું કે, "હું સમજી શકતો નથી કે નાગરિક ક્ષેત્ર સશસ્ત્ર દળો સાથે મળીને કેમ કામ કરી શકતું નથી. હું આર્મી ચીફને મારી સાથે બેસીને નિર્ણય લેવા માટે કહીશ. જો બજેટ 20 ટકા હોય તો હું તેને 60 ટકા કરીશ. જો આપણે એકબીજાનું અપમાન કરીએ તો નુકસાન આપણું જ છે."

અખ્તરે અગાઉ એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, તે પોતાના દેશ માટે ગોળી ખાવા તૈયારીમાં હતો અને તેણે 1999ના કારગિલ યુદ્ધ લડવાની ઇચ્છા હોવાને કારણે ઇંગ્લેન્ડમાં કાઉન્ટીની ઓફર ઠુકરાવી દીધી હતી.

અખ્તરે સહેવાગે તેને સ્લેજ કર્યાના દાવાને પણ નકારી દીધા છે. સહેવાગે ઘણી જગ્યાએ કહ્યું છે કે તેમણે અખ્તરને કહ્યું હતું કે સચિન તેંડુલકરને બાઉન્સર નાખ, તો અખ્તરે બાઉન્સર નાખ્યો હતો અને સચિને સિક્સ મારી હતી. આ પછી વીરુએ અખ્તરને કહેલું કે- બાપ-બાપ હોતા હે. અખ્તરે આ અંગે કહ્યું કે- આ પૂરી રીતે તેના દ્વારા બનાવવામાં આવેલી કહાની છે.