હાર્દિક પંડ્યાનો ઈમોશનલ ઈન્ટર્વ્યુ:જ્યારે ખરાબ સમયમાં ધોનીએ હાર્દિક પંડ્યાને સાથ આપ્યો હતો અને કહ્યું- હું જમીન પર ઊંઘી જવું છું, તું મારા પલંગ પર સૂઇ જા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાર્દિક પંડ્યા અને એમ.એસ.ધોની- ફાઈલ ફોટો - Divya Bhaskar
હાર્દિક પંડ્યા અને એમ.એસ.ધોની- ફાઈલ ફોટો

ગયા વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટને વિદાય આપનારા એમ.એસ ધોની વગર ભારતનો આ પહેલો T-20 વર્લ્ડકપ છે. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ રમવાનું છે. માહીને ટૂર્નામેન્ટ માટે ટીમનો મેન્ટર બનાવામાં આવ્યો છે. હવે, ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ધોની સાથે પોતાના પર્સનલ સંબંધો પર ખુલાસો કર્યો છે.

પોતાના રુમમાં જગ્યા આપી
પંડ્યાએ જણાવ્યું કે ટીવી શો પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સસ્પેન્શન પૂરું કરીને જ્યારે હું 2019માં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર હતો ત્યારે મને હોટલ રુમ આપવામાં નહોતો આવ્યો ત્યારે ધોનીનો મારા પર ફોન આવ્યો. તેમણે કહ્યું અહીં આવી જા. હું બેડ પર નથી સૂતો, હું નીચે ઊંઘી જઈશ તું મારા બેડ પર સૂઇ જા.

આ વર્ષે મારા પર મોટી જવાબદારી
એક ઈન્ટર્વ્યૂમાં પંડ્યાએ કહ્યું આ મારા માટે જીવનનો સૌથી મોટો પડકાર છે કેમ કે આ વખતે ધોની ટીમમાં નથી તેથી મેચને ફિનિશ કરવાની પૂરી જવાબદારી મારા ખભે છે.

ધોની મને સારી રીતે ઓળખે છે
હાર્દિકે કહ્યું જ્યારે પણ પરિસ્થિતિ ખરાબ હોય મેચ આપણા પક્ષમાં ન હોય ત્યારે હું હંમેશા ધોની પાસે જઉં છું. ધોની હંમેશાથી મને સમજે છે. હું કેવી રીતે કામ કરું છું, હું કયા પ્રકારનો વ્યક્તિ છું, મને શું પસંદ છે, દરેક બાબત ધોની જાણે છે.

ધોની મારા ભાઈ છે
ધોનીએ કહ્યું કે તેઓ પહેલા વ્યક્તિ છે જે હંમેશા સાથ આપે છે. તેઓ મને સારી રીતે જાણે છે. તે જ મને શાંત રાખી શકે છે. જ્યારે તે થયું ત્યારે તેમને ખ્યાલ હતો કે મને સહકારની જરુરત છે. મને એક સહકાર જોઈતો હતો જે તેમણે ક્રિકેટ કરિયરમાં હંમેશા આપ્યો છે. મેં ધોનીને એક મહાન ક્રિકેટરના સ્વરુપે કદી નથી જોયા હું હંમેશા તેમને મારા ભાઈ માનું છું.

ફોન પર ઘણીવખત વાત થાય છે
પંડ્યાએ કહ્યું કે હું ઘણીવાર પોતાના વિચારોમાં ખોવાઈ જઉં છું અને ધોની આવી સ્થિતિમાં મારી મદદ કરે છે. તેણે કહ્યું હું તેમને ફોન કરીને કહેતો હતો કે હું શું વિચારી રહ્યો છું, શું ચાલી રહ્યું છે ચલો જણાવો. પછી તેઓ જણાવતા હતા. મારા માટે ધોની લાઈફ કોચ છે. તેમની સાથે રહીને તમે પરીપક્વ અને વિનમ્ર રહેતા શીખો છો.

અન્ય સમાચારો પણ છે...