તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલ સમયમાં સિરાજની સાથે રહ્યો કોહલી:ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું- વિરાટે મને દરેક સમયે સપોર્ટ કર્યો અને હિંમત આપી, એટલે જ મારુ કરિયર બન્યું

મુંબઈ3 મહિનો પહેલા

ઓસ્ટ્રેલિયા પ્રવાસથી ચર્ચામાં આવેલા હૈદરાબાદના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે તેની સફળતાનો શ્રેય ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આપ્યો છે. તેણે કહ્યું કે, મેં આજે જે પણ અચીવ કર્યું છે તેમાં કોહલીનો સિંહફાળો રહ્યો છે. કોહલીની પ્રેરણાને કારણે હું પોતાનું શ્રેષ્ઠ આપવા સક્ષમ થયો છું.

સિરાજે ખુલાસો કર્યો, "ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મને મારા પિતાના મોતની માહિતી મળી. હું સંપૂર્ણ તૂટી ગયો હતો. હું હોટલના રૂમમાં રડતો હતો. તે સમયે, વિરાટ આવ્યો અને મને સંભાળ્યો અને મને હિંમત આપી. તે મને ભેટ્યા અને કહ્યું કે બધું બરાબર થઈ જશે. અમે બધા તમારી સાથે છીએ."

સિરાજે વધુમાં કહ્યું કે, ટેસ્ટ મેચ બાદ કોહલી ભારત પાછો ફર્યો હતો, પરંતુ ફોન પર મારી સાથે સંપર્કમાં હતો અને મને પ્રોત્સાહિત કરતો રહ્યો. આઈપીએલ દરમિયાન પણ તેણે મને પ્રોત્સાહન આપ્યું હતું.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3 મેચમાં 13 વિકેટ લીધી હતી
સિરાજે પિતાના અવસાન પછી પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રોકાવાનો નિર્ણય લીધો હતો. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી ત્રણ મેચમાં ઉમેશ અને શમીને ઈજા થતાં સિરાજની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણે ત્રણ ટેસ્ટમાં 13 વિકેટ ઝડપી હતી અને યોર્કર સ્પેશિયાલિસ્ટ તરીકે પોતાનું સ્થાન બનાવ્યું હતું.

આઈપીએલ 2021 માં 6 વિકેટ
સિરાજે આઈપીએલની 14મી સીઝનમાં 7.34ના ઇકોનોમી રેટથી 7 મેચોમાં 6 વિકેટ લીધી છે. તે ઇનિંગ્સની શરૂઆતમાં અને ડેથ ઓવર્સ બંનેમાં સારી રીતે બોલિંગ કરી રહ્યો હતો. તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ માટેની સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...