• Gujarati News
  • Sports
  • Cricket
  • Hugh Admids, Who Fell Unconscious In The IPL Mega Auction, Returned To The Final Round, Making A Grand Entry With A Roar Of Applause

ઓક્શનરના કમબેકનો VIDEO:IPL મેગા ઓક્શનમાં બેભાન થઈને ઢળી પડનાર હ્યૂ એડમિડ્સ અંતિમ રાઉન્ડમાં પરત ફર્યા, તાળીઓના ગડગડાટ સાથે ભવ્ય એન્ટ્રી લીધી

6 મહિનો પહેલા

IPL 2022 મેગા ઓક્શનના પ્રથમ દિવસ દરમિયાન હરાજી કરનાર હ્યૂ એડમિડ્સ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. પરંતુ બીજા દિવસે ઓક્શન કરવા માટે અંતિમ રાઉન્ડમાં તેઓ પરત ફર્યા હતા. છેલ્લા સેસનમાં તેઓએ ઓક્શન કરાવ્યું હતું. આ દરમિયાન લોકોએ ઊભા થઈના તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું.

IPL હરાજીકર્તા હ્યુજ એડમિડ્સને જાણો

  • 2008માં આઈપીએલની શરૂઆતથી લઈને 2018 સુધી આ ટી20 લીગની હરાજીની જવાબદારી રિચર્ડ મેડલીએ નિભાવી હતી.
  • 2019થી આ ભૂમિકા નિભાવી રહ્યા છે બ્રિટનના હ્યુજ એડમિડ્સ. હ્યુજ એડમિડ્સ ઈન્ટરનેશનલ ફાઈન આર્ટ, ક્લાસિક કાર અને ચેરિટી ઑક્શનર રહ્યા છે.
  • એક પ્રોફેશનલ ઑક્શનર તરીકે તેઓ અત્યારસુધીમાં 2.7 અબજ પાઉન્ડની કિંમતવાળા 3 લાખથી વધુ સામાનની હરાજી કરાવી ચૂક્યા છે.
  • પોતાની 36 વર્ષના કરિયરમાં એડમિડ્સે દુનિયાભરમાં 2500થી વધુ હરાજી કરાવી છે.
  • એડમિડ્સ ચેરિટી હરાજી માટે દુબઈ, હોંગકોંગ, કાસાબ્લાન્કા, ન્યૂયોર્ક, મુંબઈ, મોન્ટે કાર્લો, લોસ એન્જલસ અને ટોક્યો સહિત 30થી વધુ શહેરોની મુલાકાત લઈ ચૂક્યા છે.
  • એડમિડ્સ આઈપીએલની હરાજી અગાઉ પેઈન્ટિંગથી લઈને આર્ટ અને ફિલ્મો સુધીની હરાજી કરાવી ચૂક્યા છે.
  • તેઓ બ્રિટનના રાજકુમારી માર્ગારેટ અને એક્ટ્રેસ એલિઝાબેથ ટેલરની ચીજોની પણ હરાજી કરાવી ચૂક્યા છે.

કોણ હોય છે IPL હરાજીકર્તા?

  • આઈપીએલ હરાજીમાં ખેલાડીઓ પર બોલી લગાવનારા કે હરાજી પ્રોસેસનું સંચાલન કરનારા શખસને હરાજીકર્તા કે ઑક્શનીર કહે છે.
  • હરાજીકર્તા જ હરાજી દરમિયાન દરેક ખેલાડીનું નામ, એનો રોલ, તેની બેઝ પ્રાઈસ જેવી ચીજો જણાવે છે.
  • જ્યારે ટીમો ખેલાડી પર બોલી લગાવે છે તો જેમ-જેમ ખેલાડીની કિંમત વધતી જાય છે, હરાજીકર્તા તેને એનાઉન્સ કરતા જાય છે.
  • આખરે સૌથી ઊંચી બોલી લાગવા પર હરાજીકર્તા હેમરને ડેસ્ક પર પટકીને અને સોલ્ડ કહેતા એ ખેલાડી ટીમને વેચતા, આમ હરાતી પ્રોસેસ પૂરી કરે છે
અન્ય સમાચારો પણ છે...