તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ શ્રીલંકન કેપ્ટને ટીમ ઈન્ડિયાની મજાક ઉડાવી:રણતુંગાએ કહ્યું- ઈન્ડિયન B ટીમને હોસ્ટ કરવી શ્રીલંકા માટે અપમાનજનક, આ ટીમ તો સાવ નબળી છે

કોલંબોએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અર્જુન રણતુંગા (ફાઇલ ફોટો) - Divya Bhaskar
અર્જુન રણતુંગા (ફાઇલ ફોટો)
  • હું જ્યારે શ્રીલંકન ક્રિકેટ બોર્ડનો હેડ હતો ત્યારે આવું નહોતું થતું- રણતુંગા

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુવ રણતુંગાએ ટીમ ઈન્ડિયા અને BCCIની ટીકા કરી છે. 1996માં શ્રીલંકાને વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટને કહ્યું કે ભારતની B ટીમ શ્રીલંકા ટૂર પર મોકલવી શ્રીલંકન ક્રિકેટને અપમાનિત કરવા સમાન છે. આની સાથે તેમણે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે આ ટૂરને મંજૂરી આપવા અંગે પણ ટીકા કરી હતી. 13 જુલાઈએ બંને દેશો વચ્ચે કોલંબોમાં વનડે અને T-20 સિરીઝ શરૂ થશે.

રણતુંગાએ મીડિયા સાથે વાતચીતમાં ઘટસ્ફોટ કર્યા
2 વર્ષ પહેલા સરકારી મંત્રી રહેલા પૂર્વ કેપ્ટન રણતુંગાએ પોતાના ઘરે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં એણે ઈન્ડિયાની B ટીમ પર નિશાન સાધ્યું હતું. રણતુંગાએ કહ્યું કે આ જુનિયર ઈન્ડિયન ટીમ છે અને આ અહીંયા ટૂરમાં આવી છે તે અમારા માટે અપમાન જનક છે.

હું ટીવી માર્કેટિંગની જરૂરિયાતોને પૂરી કરવા માટે એમની સાથે રમવા તૈયાર થનાર શ્રીલંકન બોર્ડને પણ આ અંગે દોષી ઠેરવું છું. ઈન્ડિયાએ પોતાની શ્રેષ્ઠ ટીમ ઈંગ્લેન્ડમાં મોકલી છે અને નબળી ટીમને અહીંયા મોકલી દીધી છે. હું આના માટે બોર્ડને દોષી માનું છું.

શ્રીલંકા ટૂર પર ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીએ ડેબ્યૂ કર્યું
સિનીયર ખેલાડીઓની ગેરહાજરીમાં ધવનની કેપ્ટનશિપ હેઠળ ભારતની ટીમ શ્રીલંકા ટૂર પર ગઇ છે. આ ટીમમાં દેવદત્ત પડ્ડિકલ, કૃષ્ણપ્પા ગૌતમ, ઋતુરાજ ગાયકવાડ, નીતીશ રાણા, વરૂણ ચક્રવર્તી અને ચેતન સાકરિયા ઈન્ડિયન ટીમમાં ડેબ્યૂ કરશે.

રણતુંગાએ શ્રીલંકાની ટીમને પણ ટકોર કરી
રણતુંગાએ આની સાથે શ્રીલંકાના ખરાબ ફોર્મ અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે ટીમની ગેમ ઘણી ખરાબ છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ વનડે સિરીઝમાં હાર્યા પછી હવે ઈંગ્લેન્ડે તેમણે T-20 સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. ઈંગ્લેન્ડ ટૂરમાં ગયેલા 3 ખેલાડીઓએ બાયો-બબલનો પણ ભંગ કર્યો હતો, જેથી તેમને સસ્પેન્ડ કરીને ભારત દેશ મોકલી દેવાયા હતા. જ્યારે હું બોર્ડનો હેડ હતો ત્યારે આવું નહોતું થતું.

અન્ય સમાચારો પણ છે...