રોહિત ટોસ જીત્યો અને કોહલી ટ્રોલ:હિટમેને લગાવી ટોસ જીતવામાં હેટ્રિક, સો.મીડિયામાં ફેન્સે વિરાટની મજાક ઉડાવી

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કોલકાતામાં રમાયેલી ત્રીજી T20 મેચ જીતી લીધી છે. જોકે આ મેચમાં રોહિત શર્માએ સતત ત્રીજીવાર ટોસ જીત્યો હોવાથી ફેન્સ વિરાટની મજાક ઉડાવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી વર્ક લોડ મેનેજ કરવા માટે આ સિરીઝમાંથી આરામ કરી રહ્યો છે. જ્યારે રોહિતને T20i ફોર્મેટનો નિયમિત કેપ્ટન પસંદ કરાયો છે.

2019 પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય કેપ્ટને સતત ત્રણ મેચમાં ટોસ જીત્યો હોય. ભારતીય ટીમે આ મેચમાં બે ફેરફાર કર્યા હતા. ટીમમાં કેએલ રાહુલ અને આર. અશ્વિનને આરામ આપી તેમના સ્થાને ઈશાન કિશન અને યૂઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી છે.

T20 વર્લ્ડ કપમાં વિરાટ સતત ત્રણ ટોસ હાર્યો હતો
T20 વર્લ્ડ કપમાં ભારતના કેપ્ટન રહેલા વિરાટ કોહલીએ પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સામે ટોસ હાર્યો હતો. આ સતત ત્રણ મેચમાં ભારત પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું. આ હાર ટીમને ભારે પડી અને તે સેમીફાઇનલમાં પણ પહોંચી શકી નહોતી.

T20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલીની છેલ્લી ટૂર્નામેન્ટ હતી. ત્યારપછી રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી અને તે કેપ્ટન બન્યો ત્યારથી તેણે એક પણ ટોસ હાર્યો નથી. ચાલો તમને જણાવીએ કે વિરાટ કોહલી વિશે સોશિયલ મીડિયા પર શું કહેવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...