ટીમ ઈન્ડિયાને અંતે મળ્યા અમેરીકન વિઝા:વિઝા ઈન્ટરવ્યુમાં હિટમેન અને કોચ દ્રવિડ પાસ, ફ્લોરિડામાં 2 T20 મેચમાં રોહિત હશે કેપ્ટન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુયાનાના રાષ્ટ્રપતિના હસ્તક્ષેપ બાદ મળ્યા વિઝા

ટીમ ઈન્ડિયા અત્યારે વેસ્ટઈન્ડિઝ ટૂર પર છે. વનડે સિરિઝમાં ક્લીન સ્વિપ કર્યા પછી પાંચ મેચની T20 સિરિઝ રમી રહી છે. આ સિરિઝના ત્રણ મેચ રમાઈ ચૂક્યા છે, જેમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે. હવે સિરિઝના છેલ્લા બે મેચ 6 અને 7 ઑગસ્ટે અમેરીકાના ફ્લોરિડા ખાતે રમાવવાનો છે.

આ માટે બન્ને ટીમોને અમેરીકાના વિઝા મેળવવા માટે સમસ્યા આવી રહી હતી. જોકે ભારતીય ટીમને હવે વિઝા મળી ચૂક્યા છે. અને સાથે વેસ્ટઈન્ડિઝની ટીમને પણ વિઝા મળી ચૂક્યા છે. એટલે કે સિરિઝના છેલ્લા 2 મેચ ફ્લોરિડા ખાતે રમાશે.

રોહિત-રાહુલે વિઝા માટે આપ્યા ઈન્ટરવ્યુ
જે ખેલાડીઓ પાસે વિઝા નથી તેઓને ગુયાના સ્થિત અમેરીકી દુતાવાસમાં ઈન્ટરવ્યુ માટે મોકલવામાં આવ્યા હતા. આ ઈન્ટરવ્યુ ત્રીજી T20 મેચ પછી થયો હતો.

જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પણ હતા. એવું જણાવવામાં આવ્યુ છે કે કેપ્ટન-કોચ સહિત અન્ય 14 જણા પાસે અમેરીકન વિઝા નહોતા. ઈન્ટરવ્યુ બાદ આ બધાને વિઝા મળ્યા હતા.

કેપ્ટન રોહિત ફિટ

રોહિત શર્મા હવે ઈજામાંથી બહાર આવી ચૂક્યો છે અને છેલ્લી બન્ને T20 મેચમાં કેપ્ટન્સી કરતો નજરે આવશે.
રોહિત શર્મા હવે ઈજામાંથી બહાર આવી ચૂક્યો છે અને છેલ્લી બન્ને T20 મેચમાં કેપ્ટન્સી કરતો નજરે આવશે.

બીજી મોટી ખબર એ છે કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પૂરી રીતે ફિટ છે. તે છેલ્લી બન્ને T20 મેચમાં કેપ્ટન્સી કરતો નજરે આવશે. રોહિતને ત્રીજી મેચ દરમિયાન કમરમાં ઈજા પહોંચી હતી. જેના કારણે તે 11 રન રીટાયર્ડ હર્ટ થયો હતો.

ગુયાનાના રાષ્ટ્રપતિના હસ્તક્ષેપ બાદ મળ્યા વિઝા
ફ્લોરિડામાં રમાનારી સિરિઝની છેલ્લી બે મેચ માટે બન્ને ટીમોને અમેરીકાના વિઝા મેળવવામાં સમસ્યા આવતી હતી. તેવામાં ગુયાનાના રાષ્ટ્રપતિએ આ બાબતમાં હસ્તક્ષેપ કર્યો હતો. ત્યારબાદ બન્ને ટીમોને અમેરીકાના વિઝા મળ્યા હતા.

ક્રિકબઝે પોતાના અહેવાલમાં જણાવ્યુ હતુ કે ગુયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલીએ આ બાબતે દરમિયાનગીરી હતી, અને ત્યારબાદ ભારતીય ટીમ અને વેસ્ટઈન્ડિઝની ટીમને વિઝા મળ્યા હતા. આ મામલે વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો.