• Gujarati News
  • Sports
  • Cricket
  • Hitman Ahead Even In Batting With Captaincy, Find Out Whose Performance Has Been The Best In The Last 2 Years Between The Two Controversies.

રોહિત સામે વિરાટ ફિક્કો પડ્યો:કેપ્ટનશિપની સાથે બેટિંગમાં પણ હિટમેન આગળ, બંનેના વિવાદ વચ્ચે જાણો છેલ્લાં 2 વર્ષમાં કોનું પ્રદર્શન બેસ્ટ રહ્યું

એક મહિનો પહેલા

રોહિત શર્માને વન-ડેનો કેપ્ટન બનાવ્યા પછી ટીમ ઈન્ડિયામાં વિવાદોની સુનામી આવી ગઈ છે. રોહિત અને કોહલી વચ્ચે મતભેદ વિવાદની વાત અત્યારે ભારે ચર્ચામાં આવી છે. આ તમામ ઉગ્ર ચર્ચાઓ વચ્ચે તમને જણાવી દઈએ કે છેલ્લાં 2 વર્ષમાં આ બંને સ્ટાર પ્લેયર્સનું પ્રદર્શન બેટિંગમાં કેવું રહ્યું છે.

ટેસ્ટમાં રોહિતે વિરાટને ઓવરટેક કર્યો
છેલ્લાં 2 વર્ષમાં ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એકપણ સદી મારી નથી. વળી, રોહિત આ દરમિયાન ટેસ્ટમાં એક શાનદાર બેટરના રૂપે સામે આવ્યો છે.

2020ની વાત કરીએ તો વિરાટ કોહલીએ 3 ટેસ્ટ મેચ રમી છે અને આની 6 ઈનિંગમાં તેણે માત્ર 116 રન જ કર્યા છે. આ દરમિયાન વિરાટની એવરેજ 20થી પણ ઓછી રહી છે.

2021માં પણ કોહલીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. આ વર્ષે પણ કોહલી એકપણ સદી મારી શક્યો નથી અને તેની એવરેજ માત્ર 28.41 રહી છે. તેણે 2021માં 10 ટેસ્ટ રમી છે અને જેમાં માત્ર 483 રન જ કરી શક્યો છે.

વળી, રોહિત શર્માની વાત કરીએ તો તેણે ટીમ ઈન્ડિયા માટે 11 ટેસ્ટ મેચ રમી છે અને આ દરમિયાન 906 રન કર્યા છે. 11 ટેસ્ટ મેચમાં આ ખેલાડીની એવરેજ 47.68ની રહી છે. હિટમેને આ વર્ષે 2 સદી અને 4 અર્ધસદી નોંધાવી છે.

2020માં રોહિત ટીમ ઈન્ડિયા માટે કોઈપણ ટેસ્ટ મેચ રમી શક્યો નથી. વળી, 2019માં આ ખેલાડીએ ભારત માટે 5 ટેસ્ટ મેચ રમી અને 92.66ની શાનદાર એવરેજથી 556 રન જોડ્યા છે. 2019માં રોહિતે 5 ટેસ્ટમાં 3 સદી મારી હતી.

2 વર્ષમાં રોહિતે માત્ર 6 વન-ડે મેચ રમી
છેલ્લાં 2 વર્ષમાં રોહિત માત્ર 6 વન-ડે મેચ રમી શક્યો છે. વળી, વિરાટે 12 વન-ડે મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન રોહિતે 43.50ની એવરેજથી 261 રન કર્યા છે. જો કોહલીના રેકોર્ડને જોઈએ તો તેણે 12 મેચમાં 46.66ની એવરેજથી 560 રન કર્યા છે. જોકે કોહલીએ આ 12 મેચમાં એકપણ સદી મારી નથી. વળી, રોહિતે 6 મેચમાં એક સદી પણ મારી છે.

T20માં રોહિતનો સ્ટ્રાઈક રેટ કોહલીથી વધુ
છેલ્લાં બે વર્ષમાં વિરાટે 20 T20 મેચ રમી છે. એ જ સમયે, રોહિત આ સમયગાળા દરમિયાન 15 મેચમાં ટીમનો ભાગ હતો. આ દરમિયાન કોહલીનો સ્ટ્રાઈક રેટ 137.41 રહ્યો છે. એ જ સમયે, રોહિતનો સ્ટ્રાઈક રેટ 150.80 હતો. આ દરમિયાન વિરાટે 20 સિક્સર ફટકારી, જ્યારે રોહિતે કોહલી કરતાં 10 સિક્સ વધુ એટલે 30 સિક્સર છે. કોહલીએ 49.50ની એવરેજથી રન કર્યા છે, જ્યારે રોહિતની એવરેજ 40.28 છે.

કોહલીએ રોહિત વિશે શું કહ્યું?
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલાં વિરાટ કોહલીએ પ્રેસ-કોન્ફરન્સમાં રોહિત સાથેના વિવાદ અંગે કહ્યું હતું કે તેની અને રોહિત વચ્ચે કોઈ સમસ્યા નથી અને તે છેલ્લાં અઢી વર્ષથી એનો ખુલાસો કરીને થાકી ગયો છે.

રોહિતે પણ કોહલીની પ્રશંસા કરી હતી
વન-ડે કેપ્ટન બન્યો ત્યાર પછી રોહિતે પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં કોહલી અંગે કહ્યું હતું કે મારા માટે તેની કેપ્ટનશિપમાં રમવાનો અનુભવ ઘણો શાનદાર રહ્યો છે. અમે દરેક ક્ષણને માણી હતી અને આગળ પણ આમ કરતા રહીશું.

એક બાજુ, બંને ખેલાડી એકબીજાની પ્રશંસા કરી રહ્યા છે તો બીજી બાજુ, બંને વચ્ચે વિવાદના સમાચારે જોર પકડ્યું છે. એવામાં આ ટીમ ઈન્ડિયા માટે શુભ સંકેત હોય એમ લાગી રહ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...