• Gujarati News
  • Sports
  • Cricket
  • Indian Batsmen Hit 6 Sixes In 6 Balls In T10 League; Batter Named Krishna Pandey Achieves This Feat In Puducherry T10 Tournament, Video Goes Viral

એક ઓવરમાં છ સિક્સર:T10 લીગમાં ભારતીય બેટ્સમેને 6 બોલમાં 6 સિક્સર ફટકારી; પુડુચેરી ટુર્નામેન્ટમાં કૃષ્ણા પાંડે નામના બેટરે આ સિદ્ધિ મેળવી, વીડિયો વાયરલ થયો

23 દિવસ પહેલા

ક્રિકેટ જગતમાં ફરી એક વખત ફેન્સને 6 બોલમાં 6 સિક્સરનો રોમાંચ જોવા મળ્યો છે. આ વિશાળ ઉપલબ્ધિ ફરી એક વખત કોઈ ભારતીય ક્રિકેટરે હાંસલ કરી છે. આ ખેલાડીનું નામ છે કૃષ્ણા પાંડે. જેણે એક જ ઓવર તાબડતોબ 6 સિક્સર ફટકારી છે. આ રોમાંચ પુડુચેરી T10 ટુર્નામેન્ટમાં જોવા મળી છે.

પુડુચેરી T10 ટુર્નામેન્ટમાં પેટ્રિઓટ્સ ટીમ તરફ રમી રહેલા કૃષ્ણા પાંડેએ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તેમણે રોયલ્ટી ટીમના ઝડપી બોલર નિતેશ ઠાકુરની સામે એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારી છે. જોકે આ તાબડતોબ ઈનિંગ રમવા છતાં કૃષ્ણા તેની ટીમને જીતાડી શક્યો ન હતો અને આ મેચ ફક્ત 4 રનથી હારી ગયો હતો.

કૃષ્ણા પાંડેએ એક ઓવરમાં 6 સિક્સર ફટકારી
હકીકતમાં પેટ્રિઓટ્સ ટીમ 10 ઓવરમાં 158 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરી હતી. ટીમે 5 ઓવરમાં એક વિકેટ પર 41 રન બનાવી લીધા હતા. જીતવા માટે 30 બોલમાં 117 રનની જરૂર હતી. તે સમયે સ્ટ્રાઈક પર આવેલા કૃષ્ણા છઠ્ઠી ઓવરનો સામનો કરવા માટે પીચ ઉપર ઉભો હતો. ઓવર નિતેશ ઠાકુરને આપવામાં આવી હતી. આ ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.

મેચમાં રોયલ્સ ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 3 વિકેટ પર 157 રન બનાવ્યા હતા. આર રઘુપતિએ 30 બોલમાં 84 રન બનાવ્યા હતા. જવાબમાં ઓટ્રિઓટ્સ ટીમે 5 વિકેટ પર 153 રન બનાવી શકી હતી અને 4 રનથી મેચ ગુમાવી દીધી હતી. કૃષ્ણા પાંડેએ 19 બોલમાં 83 રન ફટકાર્યા હતા. તેણે 12 સિક્સર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 436.84 હતો.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ ખેલાડીઓએ લગાવ્યા 6 સિક્સર
પુંડુચેરી T10 લીગ કોઈ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ નથી. પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં યુવરાજ સિંહ, હર્ષલ ગિબ્સ અને કીરોન પોલાર્ડે એક જ ઓવરમાં 6 સિક્સર મારી ચુક્યા છે. યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ સમયે ઈંગ્લેન્ડ સામે મેચમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તેણે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં સિક્સર મારી હતી.