સૂર્યાએ ડિવિલિયર્સ અને ધોનીની યાદ અપાવી:20મી ઓવરમાં 4 છગ્ગા ફટકાર્યા, 360 ડીગ્રી અને હેલિકોપ્ટર શોટ્સ માર્યા; 261ની સ્ટ્રાઇક રેટથી 68 રન ફટકાર્યા

24 દિવસ પહેલા
  • છેલ્લી ઓવરમાં ફટકાર્યા 4 છગ્ગા

એશિયા કપમાં ભારત અને હોંગકોંગ વચ્ચે લીગની બીજી મેચ રમાઈ ગઈ. એવું લાગી રહ્યું હતું કે ભારતના બેટ્સમેન ખૂબ રન બનાવશે, પરંતુ પાવરપ્લેમાં જ હોંગકોંગના બોલર્સે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને 21 રને આઉટ કર્યો હતો. તો કેએલ રાહુલને રન બનાવવા દીધા નહોતા. તે 39 બોલમાં 36 રન કરીને આઉટ થયો હતો. તેની સ્ટ્રાઈક રેટ તો 92.30ની રહી હતી.

જોકે આ પછી નંબર-4 પર સૂર્યકુમાર યાદવ આવ્યો હતો અને તેણે ધમાકેદાર ઇનિંગ રમી હતી. સૂર્યાએ માત્ર 26 બોલમાં જ 68* રનની ઇનિંગ રમી હતી. તેનો સાથ આપતા વિરાટ કોહલીએ પણ 59 રનની ઇનિંગ રમી હતી.

ડિવિલિયર્સ અને ધોનીની યાદ અપાવી દીધી
જ્યારે સૂર્યાના બેટથી અદ્ભુત શોટ્સ આવતા હતા, ત્યારે તેણે લેજેન્ડરી કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોનીની અને સાઉથ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડિવિલિયર્સની યાદ અપાવી દીધી હતી. સૂર્યકુમાર યાદવે પોતાની આ આક્રમક ઇનિંગમાં ડિવિલિયર્સ જેવા 360 ડીગ્રી શોટ અને ધોનીનો પ્રખ્યાત હેલિકોપ્ટર શોટ પણ માર્યો હતો.

સૂર્યકુમાર યાદવે હોંગકોંગ સામેની મેચમાં 261ની સ્ટ્રાઈક રેટથી 68* રન ફટકાર્યા હતા.
સૂર્યકુમાર યાદવે હોંગકોંગ સામેની મેચમાં 261ની સ્ટ્રાઈક રેટથી 68* રન ફટકાર્યા હતા.

ઇઝાઝ ખાનને ફટકાર્યો એવો શોટ કે એને જોતાં જ બધા દંગ રહી ગયા
ટીમ ઈન્ડિયાની ઇનિંગની 16મી ઓવરમાં હોંગકોંગનો બોલર ઈઝાઝ ખાન નાખી રહ્યો હતો. તેણે એ ઓવરના ચોથો બોલ ઑફ સાઈડની બહાર નાખ્યો હતો. સૂર્યકુમાર એક કદમ આગળ વધ્યો અને નીચે ઝૂકીને ડિવિલિયરિસની સ્ટાઈલમાં બેસીને વિકેટકીપરની ઉપરથી બોલને બાઉન્ડરીની બહાર પહોંચાડી દીધો હતો. તેનો આ શોટ જોઈને હોંગકોંગના ખેલાડીઓ દંગ રહી ગયા હતા. કોમેન્ટરી કરી રહેલા પૂર્વ ખેલાડીઓએ તો તેને ભારતનો ડિવિલિયર્સ કહી દીધો હતો.

સૂર્યાએ છેલ્લી ઓવરમાં 4 શાનદાર છગ્ગા માર્યા હતા અને 26 રન ફટકારી દીધા હતા.
સૂર્યાએ છેલ્લી ઓવરમાં 4 શાનદાર છગ્ગા માર્યા હતા અને 26 રન ફટકારી દીધા હતા.

આયુષ શુક્લાની બોલિંગમાં હેલિકોપ્ટર શોટ માર્યો
ટીમ ઈન્ડિયાની ઇનિંગની 18મી ઓવર આયુષ શુક્લા નાખવા આવ્યો હતો. એ ઓવરના ચોથી બોલ પર સૂર્યાએ ધોનીની જેમ જ હેલિકોપ્ટર શોટ રમ્યો હતો. બોલ બાઉન્ડરીની બહાર ચાલી ગયો હતો. આ ઓવરમાં સૂર્યાએ 15 રન બનાવ્યા હતા.

ઇનિંગ બ્રેક દરમિયાન જ્યારે તેને આ શોટ વિશે પૂછવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે 'મેં પહેલાં આ શોટ્સ રમવાની પ્રેક્ટિસ કરી નહોતી. જ્યારે હું યંગ હતો અને મિત્રો સાથે ટર્ફ સિચ પર રબરના બોલમાં રમતો હતો. એ બોલથી હું ઘણું ક્રિકેટ રમ્યો છું, એટલે આ શોટ્સ રમવાનો ખ્યાલ ત્યારથી જ આવ્યો હતો. જ્યારે હું પંત અને રોહિત સાથે ડગ-આઉટમાં બેઠો હતો, ત્યારે જ મેં તેમને કહ્યું હતું કે એક વખત સેટ થઈ જાઉં, પછી આ પ્રકારના શોટ્સ રમીને સ્કોરને 170ના પાર પહોંચાડવાની ટ્રાય કરીશ.'

સૂર્યકુમાર યાદવની આ શાનદાર બેટિંગ પછી વિરાટ કોહલીએ તેને સન્માનમાં ઝૂકીને સલામ કર્યું હતું.

સૂર્યાએ હોંગકોંગ સામે જે શોટ રમ્યો હતો એવો જ શોટ એબી ડિવિલિયર્સ એક સમયે રમતો હતો.
સૂર્યાએ હોંગકોંગ સામે જે શોટ રમ્યો હતો એવો જ શોટ એબી ડિવિલિયર્સ એક સમયે રમતો હતો.

છેલ્લી ઓવરમાં ફટકાર્યા 4 છગ્ગા
સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલી સાથે મળીને છેલ્લી 3 ઓવરમાં 54 રન ફટકારી દીધા હતા,. એમાંથી એકલા સૂર્યાએ જ 41 રન જડી દીધા હતા. તેણે ભારતીય ઇનિંગની છેલ્લી ઓવરમાં 4 છગ્ગા ફટકાર્યા હતા. 20મી ઓવર નાખવા આવેલા હારુન અરશદની બોલિંગમાં કુલ 26 રન આવ્યા હતા. શરૂઆતમાં તેણે 3 બોલમાં 3 છગ્ગા માર્યા હતા. આ પછી એક બોલ ડોટ ગયો હતો અને ત્યાર પછી 5મા બોલ પર વધુ એક છગ્ગો માર્યો હતો. છેલ્લા બોલ પર 2 રન લીધા હતા. આમ, સૂર્યાએ છેલ્લી ઓવરમાં 26 રન ફટકારી દીધા હતા.

સૂર્યાએ મેચમાં જે પણ શોટ્સ ફટકાર્યા છે એની પ્રેક્ટિસ તેણે બાળપણથી જ કરી હતી.
સૂર્યાએ મેચમાં જે પણ શોટ્સ ફટકાર્યા છે એની પ્રેક્ટિસ તેણે બાળપણથી જ કરી હતી.