ક્રિકેટ:ઓસ્ટ્રેલિયાની એલિસા હિલી T20માં દુનિયાની સૌથી સફળ વિકેટકીપર, ધોનીને પણ પાછળ રાખ્યો

બ્રિસ્બેન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિલીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી20માં એક કેચ પકડ્યો અને એક સ્ટમ્પિંગ કર્યું હતું. - Divya Bhaskar
હિલીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી20માં એક કેચ પકડ્યો અને એક સ્ટમ્પિંગ કર્યું હતું.
  • હિલીએ 42 કેચ અને 50 સ્ટમ્પિંગ સહિત કુલ 92 શિકાર કર્યા
  • ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે સતત છઠ્ઠી સિરીઝ જીતી

ઓસ્ટ્રેલિયાની એલિસા હિલી ટી20માં દુનિયાની સૌથી સફળ વિકેટકીપર (મહિલા-પુરુષ બંને કેટેગરી) બની ગઈ છે. હિલીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી20માં એક કેચ પકડ્યો અને એક સ્ટમ્પિંગ કર્યું હતું. તેની સાથે જ તે ટી20માં સૌથી વધુ શિકાર કરનારી વિકેટકીપર બની ગઈ છે. તેણે 42 કેચ અને 50 સ્ટમ્પિંગ સહિત કુલ 92 શિકાર કર્યા છે. તેણે મહેન્દ્ર સિંહ ધોની(91)ને પાછળ મૂકી દીધો છે. સૌથી વધુ શિકાર કરનારા ટોપ-5 વિકેટકીપરની યાદીમાં ધોની સિવાય બધી મહિલા ખેલાડી છે.

હિલીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી20માં એક કેચ પકડ્યો અને એક સ્ટમ્પિંગ કર્યું હતું. તેની સાથે જ તે ટી20માં સૌથી વધુ શિકાર કરનારી વિકેટકીપર બની ગઈ છે.
હિલીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી20માં એક કેચ પકડ્યો અને એક સ્ટમ્પિંગ કર્યું હતું. તેની સાથે જ તે ટી20માં સૌથી વધુ શિકાર કરનારી વિકેટકીપર બની ગઈ છે.

ઓસ્ટ્રેલિયાએ બીજી મેચ 8 વિકેટે જીતી, ત્રણ મેચની સિરીઝમાં 2-0ની લીડ
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે બીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ ટીમે ત્રણ મેચની સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. ટીમે સતત છઠ્ઠી ટી20 સિરીઝ જીતી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ રમતા 120 રન બનાવ્યા હતા. જવાબમાં મહેમાન ટીમે બે વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવી લીધું. ટોસ જીતીને પ્રથમ રમવા ઊતરેલી ન્યૂઝીલેન્ડે 19 રને બે ઓપનર બેટ્સમેન ગુમાવી દીધા હતા. સૂજી બેટ્સે 22 અને સેધરવેટે 30 રન બનાવીને ટીમને સંભાળી. ત્યાર પછી કોઈ બેટ્સમેન સારી ઈનિંગ્સ રમી શક્યો નહીં અને ટીમ 19.2 ઓવરમાં 128 રને ઓલઆઉટ થઈ ગઈ. જ્યોર્જિયા વારેહમ અને ડેલિસા કિમિન્સીને 3-3 વિકેટ મળી.

અન્ય સમાચારો પણ છે...