IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીને મેક્સિકોમાં કોરોના સંક્રમણ અને સિવિયર ન્યુમોનિયા બાદ એરલિફ્ટ કરીને લંડન લઈ જવાયા હતા જ્યાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમને 24 કલાક ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે. તેણે કહ્યું કે તેને બે અઠવાડિયામાં બે વાર કોરોના થયો અને "ગંભીર ન્યુમોનિયા" થયો, મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેણે કહ્યું, “ઈન્ફલ્યુએન્ઝા અને ગંભીર ન્યુમોનિયા અને 2 અઠવાડિયા અને 3 અઠવાડિયાના ક્વોરેન્ટાઈન પછી હું આખરે બે ડોક્ટર્સ અને સુપરસ્ટાર પુત્ર સાથે એર એમ્બ્યુલન્સમાં લંડન પહોંચ્યો છું. કમનસીબે, હજુ પણ 24 કલાક ઓક્સિજન સપોર્ટ પર છું. આ સુવિધા માટે વિસ્ટાજેટનો આભાર. હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બધાને પ્યાર.''
રાજીવ સેને કોમેન્ટ કરી
ગયા વર્ષે લલિત મોદીએ સોશિયલ મીડિયા પર સુસ્મિતા સેન સાથે તસવીરો શેર કરી હતી. બંને વચ્ચે બોન્ડિંગ જોવા મળ્યું હતું. બંને રિલિશનશિપમાં હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ હતી. જો કે લલિત સાથે ફોટો વાયરલ થયા બાદ સુસ્મિતા ટ્રોલ થઈ હતી. હવે ફરીવાર સુસ્મિતા સેન અને લલિત મોદીના સંબંધોની ચર્ચા થવા લાગી છે અને તેનું કારણ છે લલિત મોદીની તબિયતને લઈને સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેનની કોમેન્ટ.
હકીકતે લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોમાં તે હોસ્પિટલના બેડ પર સૂતેલા જોઈ શકાય છે. તબિયત વધારે લથડતાં લલિત મોદીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. લલિત મોદીએ જ આ પોસ્ટ કરી છે અને તેના પર સુસ્મિતાના ભાઈ રાજીવે લલિત મોદી જલદી સ્વસ્થ થઈ જાય તેવી શુભકામના પાઠવી છે.
લલિત મોદીને શું થયું છે?
રિપોર્ટસ મુજબ, લલિત મોદી મેક્સિકોમાં હતા. એ દરમિયાન તેમને બે વાર કોરોના થયો અને તેમની તબિયત વધારે બગડી. તેમને સિવિયર ન્યૂમોનિયા થઈ ગયો છે અને મેક્સિકોથી ટ્રીટમેન્ટ માટે વિસ્ટારા ફ્લાઈટમાં એરલિફ્ટ થઈને લંડન પહોંચ્યા છે. લંડનમાં તે ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ પર છે.
લલિત મોદી અને સુસ્મિતા સેનની કેમેસ્ટ્રી
IPLનાપૂર્વ ચેરમેન લલિત મોદીએ છ મહિના પહેલાં ટ્વિટર પર પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે લગ્ન કરી લીધાની જાહેરાત કરી. પોતાના ટ્વીટમાં તેમને સુષ્મિતાને બેટર હાફ ગણાવી હતી. જે બાદ ચર્ચા શરૂ થઈ કે બંનેએ માલદીવમાં લગ્ન કરી લીધા છે. પરંતુ તાત્કાલિક લલિત મોદીએ સ્પષ્ટતા પણ કરી કે તેઓ હજુ એક બીજાને ડેટ કરી રહ્યાં છે. ટૂંક સમયમાં જ લગ્ન પણ કરી લેશે.
હાલમાં જ સુષ્મિત સેન લગ્ન પર કૉમેન્ટ કરીને ચર્ચામાં આવી હતી. સુષ્મિતા રિલેશનશિપમાં જ હતી પરંતુ લગ્નના બંધનમાં બંધાઈ ન હતી. લગ્ન ન કરવાને લઈને તેને કહ્યું હતું કે- 'હું લગ્ન કરવાની જ હતી, મેં ત્રણ વખત તૈયારી દાખવી હતી પરંતુ ભગવાને મને બચાવી લીધી.' સુષ્મિતા 3 રિલેશનશિપમાં રહી ગઈ છે પરંતુ ક્યારેય લગ્ન સુધી વાત પહોંચી ન હતી. સુષ્મિતાની 46 વર્ષની છે.
લલિત મોદીની કોન્ટ્રોવર્સિયલ જિંદગી, 12 વર્ષ પહેલાં દેશ છોડીને ભાગ્યા હતા
લલિત મોદીએ IPLની શરૂઆત કરી હતી. તે 2005થી 2010 સુધી BCCIના વાઈસ પ્રેસિડન્ટ પદે રહ્યો. 2008થી 2019 સુધી IPLના ચેરમેન અને કમિશનર રહ્યો. 2010માં લલિત મોદીને ફ્રોડના આરોપમાં IPL કમિશનર પદેથી સસ્પેન્ડ કરી દેવાયો હતો. આ ઉપરાંત તેમને BCCIમાંથી પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા. મની લોન્ડ્રિંગ કેસના આરોપ પછી 2010માં લલિત મોદી દેશમાંથી ભાગી ગયા હતા.
IPLના વિવાદમાં કઈ રીતે ફસાયા લલિત
IPLની શરૂઆત કરતા લલિત મોદીએ પોતાના પરિવારના અનેક સભ્યોને IPLમાં ભાગીદારી અપાવી હતી. આ સાથે જ અનેક એવા કામ કર્યા જેનાથી તેમના પરિવાર અને મિત્રોને વધુમાં વધુ ફાયદો થઈ શકે. વર્ષ 2008માં IPLની શરૂઆત થતાં જ તે સુપરહિટ થઈ ગયું અને તે માટે લલિતે ઘણી વાહવાહી મેળવી. IPLને કારણે ઓડિયન્સની સાથે સાથે ખેલાડીઓ અને BCCIને પણ ફાયદો થવા લાગ્યો. જે બાદ લલિતે ચેમ્પિયન્સ લીગના ઓડિયો પર કામ કરવાનું શરૂ કર્યું, જો કે તે ફ્લોપ સાબિત થયું. જે બાદ થોડો સમય IPL અને લલિતના અંગત સ્વાર્થની જાણકારી બધાંની સામે આવવા લાગી અને તેમને 2010ની IPL ફાઈનલ પછી BCCIના વાઈસ પ્રેસિડન્ટના પદેથી હટાવી દેવાયા.
લલિત મોદીએ ઈન્ડિયામાં IPLની શરૂઆત કઈ રીતે કરી?
દિલ્હીના મોટા બિઝનેસમેન ફેમિલીમાં જન્મેલા લલિત મોદીએ USથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો, જે બાદ તે પરત ભારત ફર્યો. ભારત આવ્યા બાદ લલિતે જોયું કે ભારતમાં ક્રિકેટ પ્રત્યે લોકો દિવાના છે. અમેરિકાની રમતથી ઈન્સ્પિરેશન લેતા લલિતે ભારતમાં IPLની શરૂ કરાવવા અંગે વિચાર્યું હતું. હિમાચલ, રાજસ્થાન અને પંજાબ ક્રિકેટ એસોસિએશનના મેમ્બર બન્યા બાદ BCCIની સાથે મળીને લલિત મોદીએ IPLના પ્લાન પર કામ કરવાનું શરૂ કર્યું.
માની બહેનપણી સાથે લગ્ન કર્યા
લલિતને વિદેશમાં અભ્યાસ દરમિયાન પોતાની માની બહેનપણી મીનલ સાથે પ્રેમ થઈ ગયો હતો. મીનલ ઉંમરમાં લલિતથી 9 વર્ષ મોટી હતી, પરંતુ તેમ છતાં લલિત અને મીનલ વચ્ચે નિકટતા વધવા લાગી. મીનલના લગ્ન નાઈઝીરિયાના બિઝનેસમેન જેક સાગરાની સાથે થવાના હતા. પરંતુ તે પહેલાં લલિતે મીનલ સમક્ષ પોતાના પ્રેમ વ્યક્ત કર્યો જેને લઈને મીનલ ગુસ્સે થઈ ગઈ હતી. તેમને ચાર વર્ષ સુધી લલિત મોદી સાથે વાતચીત બંધ કરી દીધી હતી.. રિપોટ્સ મુજબ BCCIએ લલિત મોદી પર 22 આરોપ લગાવ્યા. જેમાં પોતાના પરિવારને કોન્ટ્રાક્ટ આપવો, IPLની બ્રોડકાસ્ટિંગ પોતાના ફાયદા માટે ઉપયોગ કરવો, ઓક્શનમાં ગોટાળા કરવા જેવા અનેક આરોપ સામેલ હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.