• Gujarati News
  • Sports
  • Cricket
  • He Got Angry When He Hit Marco Yanson's Bouncers; Called The Bowler And Threatened Him, Also Took Revenge With Rabada

બુમરાહ આફ્રિકન બોલર સાથે બાખડ્યો:માર્કો જેન્સનના બાઉન્સર્સ વાગતાં તે ગુસ્સે થયો; બોલરને પાસે બોલાવી ધમકાવ્યો, નોન-સ્ટ્રાઇકર વિહારી પણ ગભરાઈ ગયો

15 દિવસ પહેલા

જોહાનિસબર્ગમાં રમાઈ રહેલી ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં બુમરાહ અને આફ્રિકન બોલર્સ વચ્ચે અલગ જંગ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે પહેલી ઈનિંગમાં બુમરાહના બાઉન્સરથી આફ્રિકાના પૂંછડિયા ખેલાડી ઈજાગ્રસ્ત થયા હતા. જેનો બદલો તેમણે બીજી ઈનિંગમાં બુમરાહ બેટિંગ કરવા આવ્યો ત્યારે લીધો હતો. જોકે આ દરમિયાન બુમરાહે પણ સામી છાતીએ દ.આફ્રિકન બોલરને પાસે બોલાવી ધમકાવ્યો હતો. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તો ચલો, આપણે સમગ્ર વિવાદ પર નજર ફેરવીએ.....

બુમરાહ અને માર્કો યાનસન જ્યારે ઝઘડી રહ્યા હતા ત્યારે નોન-સ્ટ્રાઈકર હનુમા વિહારી તેમને દૂરથી જ જોતો રહ્યો હતો. આ દરમિયાન તે જાણે ગભરાઈ ગયો હોય એવું તેની બોડી લેન્ગ્વેજ પરથી લાગી રહ્યું હતું.
બુમરાહ અને માર્કો યાનસન જ્યારે ઝઘડી રહ્યા હતા ત્યારે નોન-સ્ટ્રાઈકર હનુમા વિહારી તેમને દૂરથી જ જોતો રહ્યો હતો. આ દરમિયાન તે જાણે ગભરાઈ ગયો હોય એવું તેની બોડી લેન્ગ્વેજ પરથી લાગી રહ્યું હતું.

54મી ઓવરમાં બુમરાહ SAના બોલર સાથે બાખડ્યો
53 ઓવર સુધી ભારતનો સ્કોર 230/8 હતો. ત્યારે 54મી ઓવર કરવા માટે એલ્ગરે માર્કો યાનસનને બોલાવ્યો હતો. જેના પહેલા બોલથી જ માર્કોએ જાણી જોઈને બુમરાહને બાઉન્સર પર બાઉન્સર નાખ્યા હતા. જેના પહેલા 3 બોલ તો બુમરાહના શરીરે વાગ્યા પરંતુ ચોથો બોલ વાગતા જસપ્રીત ગુસ્સે થઈ ગયો હતો. આ દરમિયાન બંને ખેલાડી એકબીજા સાથે ઊગ્ર ચર્ચા કરવા લાગ્યા હતા.

અમ્પાયર સતત બુમરાહને ટકોર કરી રહ્યો હતા કે હવે ઝઘડો ન કર, પરંતુ તેણે માર્કોને જડબાંતોડ જવાબ આપ્યો હતો.
અમ્પાયર સતત બુમરાહને ટકોર કરી રહ્યો હતા કે હવે ઝઘડો ન કર, પરંતુ તેણે માર્કોને જડબાંતોડ જવાબ આપ્યો હતો.

અમ્પાયર્સ અને ફિલ્ડર્સે મધ્યસ્થી કરવી પડી
બુમરાહ અને માર્કો વચ્ચે વિવાદ અને બોલાચાલી થતા અમ્પાયર્સ પણ તાત્કાલિક બંને વચ્ચે દોડી આવ્યા હતા. જેના કારણે દક્ષિણ આફ્રિકન ખેલાડીઓ સામ-સામે આવી ગયા હતા. જોકે ત્યારપછી માર્કોએ બાઉન્સર બોલ નાખવા પર બ્રેક જરૂર મારી હતી. પરંતુ બુમરાહે આ ગુસ્સો બીજી ઓવરમાં કાઢ્યો હતો.

બુમરાહે રબાડાની ઓવરમાં સિક્સ મારી બદલો લીધો.
બુમરાહે રબાડાની ઓવરમાં સિક્સ મારી બદલો લીધો.

રબાડાની ઓવરમાં બુમરાહે બદલો લીધો
કગિસો રબાડા ઈનિંગની 55મી ઓવર કરવા આવ્યો હતો. તેના પહેલા બોલ પર બુમરાહે મિડ ઓફ પર ડ્રાઈવ મારી હતી પરંતુ એકપણ રન મળ્યો નહોતો. જોકો રબાડાએ બુમરાહને મુશ્કેલીમાં મુકવા ફરીથી શોર્ટ પિચ બોલ ફેંક્યો હતો, જેમાં પુલ કરી તેમે સિક્સ ફટકારી હતી. ત્યારપછી રબાડાને પણ લેન્થ અને લાઈન બદલવાની ફરજ પડી હતી.

પહેલી ઈનિંગમાં બુમરાહનો બાઉન્સર વાગતાં આફ્રિકન બેટરની છાતી લાલચોળ થઈ ગઈ હતી.
પહેલી ઈનિંગમાં બુમરાહનો બાઉન્સર વાગતાં આફ્રિકન બેટરની છાતી લાલચોળ થઈ ગઈ હતી.

બુમરાહના બાઉન્સર આફ્રિકન બેટરને વાગ્યા
પહેલી ઈનિંગમા જસપ્રીત બુમરાહે બેક ટુ બેક બાઉન્સર બોલ આફ્રિકાના પૂંછડિયા બેટરને ફેંક્યા હતા. જેના ઘણા બોલ આફ્રિકન બેટરને વાગ્યા હતા. જેના કારણે તેની છાતી પર બોલ વાગતા ફિઝિઓને મેદાનમાં આવવું પડ્યું હતું. આ દરમિયાન છાતી પર જ્યાં બોલ વાગ્યો હતો તે ભાગ લાલચોળ થઈ ગયો હતો.

એટલું જ નહીં, તેને શ્વાસ લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેથી ફિઝિયોએ આઈસ પેક છાતી પર લગાવી બેટરને પ્રાથમિક સારવાર આપવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...