• Gujarati News
  • Sports
  • Cricket
  • Hashal Was The Second Indian To Be Hit Wicket Out In T20 Cricket, Compared To Hardik By Social Media Users; VIDEO VIRAL

હર્ષલ વિચિત્ર રીતે આઉટ થયો:આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં હર્ષલ હિટ વિકેટ આઉટ થનારો બીજો ભારતીય, સો.મીડિયા યુઝર્સે તેને હાર્દિક સાથે સરખાવ્યો; VIDEO વાઇરલ

6 દિવસ પહેલા

હર્ષલ પટેલે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી T20 મેચમાં તોફાની 18 રનની ઈનિંગ રમી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જોકે ત્યારપછી હર્ષલ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં હિટ વિકેટ આઉટ થતાં બધા અચંબિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં ફેન્સ તેને હાર્દિક પંડ્યા સાથે સરખાવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે જો T20 ક્રિકેટની વાત કરીએ તો હર્ષલ પટેલ બીજો ઈન્ડિયન પ્લેયર છે, જે હિટ વિકેટ આઉટ થયો છે. તેની પહેલા કે.એલ.રાહુલ આવી રીતે પેવેલિયન ભેગો થયો હતો. તો ચલો આપણે આ સમગ્ર ઘટના પર નજર ફેરવીએ..

હર્ષલ પટેલની વિસ્ફોટક બેટિંગ
હર્ષલે પણ અક્ષર પટેલ સાથે 14 બોલમાં 22 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી, જેમાં મોટા ભાગના રન તો હર્ષલે જ કર્યા હતા. હર્ષલે 11 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની સહાયથી 18 રન કર્યા હતા. તેની બેટિંગે પણ ઈન્ડિયન ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી હતી. જોકે ત્યાર પછી તે હિટ વિકેટ આઉટ થયો હતો. ત્યાર પછી ફેન્સ હાર્દિક પંડ્યાની હિટ વિકેટ સાથે તેની સરખામણી કરી રહ્યા હતા. જોકે હાર્દિક IPLની મેચમાં હિટ વિકેટ આઉટ થયો હતો.

હર્ષલ જ્યારે 18 રન કરી પેવેલિયન ભેગો થયો ત્યારે યૂઝર્સે લખ્યું કે તે વિરાટને સન્માન આપવા માટે આ નંબર પર આઉટ થયો હતો. વિરાટની જર્સીનો નંબર 18 છે.

વળી એક યૂઝરે લખ્યું આજે હર્ષલે પોતાની જ વિકેટ જાતે જ લઈ લીધી છે.

તો વળી ઘણા યૂઝર્સે એમ પણ લખ્યું હતું કે હર્ષલ પટેલ અને દીપક ચાહરની સારી બોલિંગ જોઈને હાર્દિક પંડ્યાને ચક્કર આવી ગયા છે. તેમણે હાર્દિકને ઓવરરેટેડ ઓલરાઉન્ડર પણ કહ્યો હતો.

રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. જોકે, તે પોતાની ઇનિંગ્સને લંબાવી શક્યો નહતો અને ઇશ સોઢીના બોલ પર 56 રન કરી આઉટ થયો હતો. વેંકટેશ અય્યર (20)ને આઉટ કરી ટ્રેન્ટ બોલ્ટે NZ ને 5મી સફળતા અપાવી હતી.

  • વેંકટેશના આઉટ થયાના માત્ર બે બોલમાં એડમ મિલ્નેએ શ્રેયસ ઐયર (25)ને આઉટ કર્યો હતો.
  • હર્ષલ પટેલ 18 રન કરી હિટ-વિકેટ આઉટ થયો હતો.
  • દીપક ચહરે છેલ્લી ઓવરમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 19 રન કર્યા હતા.
હર્ષલ પટેલે આ મેચમાં 2 વિકેટ પણ લીધી હતી.
હર્ષલ પટેલે આ મેચમાં 2 વિકેટ પણ લીધી હતી.

રવિવારે કીવી ટીમનો વ્હાઈટ વોશ કરવા માટે હિટમેન એન્ડ કંપની કોલકાતાના મેદાનમાં ઊતરી હતી. જેમાં ટોસ જીતી રોહિત શર્માએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 184 રન કર્યા હતા. જેના જવાબમાં કીવી ટીમ 17.2 ઓવરમાં 111ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. આની સાથે જ રોહિત શર્માએ 3-0થી સિરીઝ જીતી ન્યૂઝીલેન્ડ ટીમનો વ્હાઈટ વોશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...